________________
૪
પ્રસ્તાવના
પૃ. ૩૧૮ પં. ૮માં શ્લોકનો બીજો પાદ નવ અક્ષરનો જ બધી પ્રતિમાં મળે છે. સ્થાનાંગસૂત્રની અભયદેવસૂરિવિરચિત ટીકામાં પણ સમસ્થાનકના ત્રીજા ઉદ્દેશામાં એવો જ પાઠ છે. એટલે અમે એવો જ પાઠ મુદ્રિત કરેલો છે.
ઉષ્કૃત પાઠોનાં મૂળસ્થાનો શોધવા માટે અમે ઘણો પ્રયત્ન કર્યો છે, છતાં અનેકનાં મૂળસ્થાનો અમને મળ્યાં નથી. વાચકોના ખ્યાલમાં આવે તો અમને કૃપા કરીને જણાવે. પ્રુફો જોવામાં દષ્ટિદોષથી, પહેલા ભાગમાં કેટલાક અશુદ્ધ પાઠો રહી ગયા છે, જે પાછળથી અમારા ધ્યાનમાં આવ્યા છે. તેથી આ દ્વિતીય વિભાગમાં તેનું શુદ્ધિપત્રક આપેલું છે, તે જોઈને તે તે પાઠો સુધારી લેવા વાચકોને ખાસ વિનંતિ છે.
યાકિનીમહત્તરાધર્મસૂનુ આ.મ.શ્રી હરિભદ્રસૂરિમહારાજના સમય વિષે આજ સુધી ઘણી ઘણી ચર્ચાઓ થઈ ગઈ છે. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈથી પ્રકાશિત થયેલા સટીક ધર્મબિન્દુ પ્રકરણની પ્રસ્તાવનામાં પૃ૦ ૨૦ થી ૨૫ માં હરિભદ્રસૂરિજી મહારાજના સમય વિષે જે જુદા જુદા મતો ચાલે છે તે અમે દર્શાવ્યા છે. ત્યાં જોઈ લેવું. તેમાં થોડી વિશેષતા એ ઉમેરવાની છે કે જેસલમેરની એક તાડપત્ર ઉપર લખેલી પ્રતિમાં લઘુક્ષેત્રસમાસની વૃત્તિમાં અંતે આવો ઉલ્લેખ મળે છે.
इति क्षेत्रसमासवृत्तिः समाप्ता । विरचिता श्री हरिभद्राचार्यैः ।
लघुक्षेत्रसमासस्य वृत्तिरेषा समासतः । रचिताऽबुधबोधार्थं श्री हरिभद्रसूरिभिः ॥१॥ पञ्चाशीतिकवर्षे विक्रमतो व्रजति शुक्लपञ्चम्याम् । शुक्रस्य शुक्रवारे शस्ये पुष्ये च नक्षत्रे ॥२॥
આ ઉલ્લેખના આધારે વિક્રમ સંવત ૮૫ એટલે વિક્રમસંવત્ ૫૮૫ આવો અર્થ મુનિરાજશ્રી જયસુંદરવિજયજી મહારાજ જ્યોતિષના ગણિતના આધારે જણાવે છે. જ્યોતિષના ગણિત વિષે મારૂં કંઈ જ્ઞાન નથી. પણ જેસલમેરની એ પ્રતિના ઉલ્લેખનું જેસલમેરમાં મેં સ્વયં નિરીક્ષણ કર્યું છે. મને આ હરિભદ્રસૂરિ, યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિમહારાજથી જુદા કોઈ બીજા જ હરિભદ્રસૂરિમહારાજ લાગે છે.
એક કાળે સગવડ ખાતર હજાર-હજારના ભાગલા પાડીને તે પછી નવેસરથી અંક લખવાનો રિવાજ હતો. એટલે ૮૫ થી ૧૦૮૫ લેવા જોઈએ એમ મને લાગે છે. હરિભદ્રસૂરિ અનેક થયા છે. જેસલમેરમાં રહેલી ક્ષેત્રસમાસવૃત્તિના આગળ-પાછળના ભાગો જોતાં એના કર્તા હરિભદ્રસૂરિ કોઈ જુદા છે. એ યાકિનીમહત્તરાધર્મસૂનુ હરિભદ્રસૂરિ નથી એવી મારી લગભગ પાકી ધારણા બંધાઈ છે.
અનુયોગદ્દારની હારિભદ્રી વૃત્તિમાં પૃ૦ ૫૦૬ માં હરિભદ્રસૂરિમહારાજે નીચે મુજબ એક શ્લોક ઉષ્કૃત કરેલો છે.
रोलम्बगवलव्यालतमालमलिनत्विषः । वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः ॥
આ શ્લોક તેમણે જ રચેલા પર્ફનસમુય (શ્લો૰૨૦) માં પણ મૂળમાં જ છે. મહાનૈયાયિક જયંતભટ્ટવિરચિત ન્યાયમંજરીમાં બીજા આહ્નિકમાં (પૃ૦ ૧૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org