________________
પ્રસ્તાવના
સાતસો-આઠસો વર્ષ પૂર્વે ચૂર્ણિ તથા હારિભદ્રીવૃત્તિની શુદ્ધ પ્રતિઓ પ્રાયઃ હશે જ. સમય જતાં, વૂ તથા હ૦ ના પાઠોમાં અનેક સ્થળે કંઈક કંઈક પરિવર્તન આવી ગયું છે. તેથી અનેક સ્થળે અશુદ્ધ પાઠોની સંભાવના છે. આચાર્યશ્રી મલયગિરિ મહારાજે તથા કર્મગ્રંથટીકાકાર આચાર્યશ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે જે પૂ. ર૦ ની પ્રતિઓનો ઉપયોગ કરેલો તેમાં અને આજે મળતી પ્રતિઓમાં કેવો તફાવત છે તે જાણવા માટે જુઓ પૃ૦ ૩૮૯, ૪૩૬, ૫૫૨ અને તેની ટિપ્પણીઓ.
પૂ૦ ના સંપાદનમાં અમે તાડપત્ર ઉપર લખેલી સાત પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. છતાં તેમાં મુખ્યતયા બે જ વર્ગ છે. એક વર્ગમાં ઝેર પ્રતિ છે. બીજા વર્ગમાં લગભગ બાકીની બધી પ્રતિઓ છે. કેટલાક પાઠો બધામાં એક સરખા અશુદ્ધ છે. તે ના સંપાદનમાં આધારભૂત ખરેખર એક જ તાડપત્ર ઉપર લખેલી પ્રતિ છે. બીજી બે કાગળ ઉપર લખેલી પ્રતિ તેની જ પ્રતિકૃતિ જેવી જણાય છે. આનો અમે નેર સંકેત રાખેલો છે. આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે એક સ્થળે ૨ નો પરિચય પોતાના હસ્તાક્ષરમાં સંક્ષેપમાં લખેલો છે. તે ઉપયોગી હોવાથી અહીં જણાવીએ છીએ- “1 પ્રતિ. અનુયોગદ્વાર હારિભદ્રીયા વૃત્તિ. પત્ર ૬૭ થી ૧૬૩.
a x ૨ લ. x ૫. (=લંબાઈ x પહોળાઈ). ત્રણ વિભાગમાં લખાયેલી. સુંદર લિપિ. લાઈન ત્રણથી પાંચ. મોટે ભાગે ચાર લાઈન લિપિના આધારે ચૌદમી સદીના પૂર્વાધિમાં અથવા તેની નજીકના સમયમાં લખાયેલી છે. પરિમા-પરિણામ જેવા પાઠો ઘણા જતા કાર્યા છે. જે ચૂર્ણિને આધારે શુદ્ધ કરવામાં આવ્યા છે. તના-તતા વગેરે પાઠો પણ તેવા છે. કર્ણ પાઠ જ બધે મળે છે. બે પ્રતિની (પાટણ તથા જેસલમેરની) તુલના- જેસલમેરની પ્રતિ એ મૌલિક પ્રતિ છે, જેમાં શોધકે કેટલાક પાઠો ભ્રમથી બદલ્યા છે. વિકૃત રીતે સુધાર્યા છે. છતાં, શોધકના તેવા પાઠો અમે મૂળ સ્વરૂપે કાયમ જ રાખ્યા છે. લિપિવિકાર લિપિભ્રમનું પૃથક્કરણ સમજ ન હોવાના કારણે ઘણા પાઠો કાયમી રાખ્યા છે. અને કેટલાક વિકૃપણ કર્યા છે”
હા માં પણ અનેક સ્થળે અશુદ્ધ પાઠો છે. ટૂ ની બધી પ્રતિઓમાં તથા દાવ ની ત્રણેય પ્રતિઓમાં જે પાઠ સ્પષ્ટ રીતે અમને અશુદ્ધ લાગ્યો છે તે ટિપ્પણમાં 50 = એવા સંકેતથી આ બીજા વિભાગમાં અમે જણાવ્યો છે. • બધી પ્રતિઓમાં મળતો અશુદ્ધ પાઠ. પરંતુ પ્રથમ વિભાગમાં રં૦ = એવા સંકેતથી અમે જણાવ્યો છે. હૃ૦ એટલે બધી હસ્તલિખિત આદર્શોમાં મળતો પાઠ.
ચૂર્ણિમાં પૃ. ૨૩ તથા ૨૮ વગેરેમાં કેટલીક ગાથાઓ જોવામાં આવે છે. આ જ ગાથાઓ હારિભદ્રી વૃત્તિમાં પણ પૃ. ૨૫, ૨૯ વગેરેમાં જોવામાં આવે છે. આ ગાથાઓ ચૂર્ણિકારે સ્વયં રચેલી છે કે બીજા કોઈ ગ્રંથમાંથી ઉદ્ભૂત કરેલી છે તે અમે નક્કી કરી શકતા નથી. અમે “આવી ગાથાઓ ઉદ્ભૂત કરેલી છે' એવી સંભાવનાથા આવી ગાથાઓ પછી [ ] આવું ચોરસ કોષ્ટક મૂકેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org