________________
પ્રસ્તાવના
સમૂહોને સૂચવવા માટે પદોની જે કુલ સંખ્યા હોય તે લખી દેવામાં આવે છે. જેમ કે અનુયોગદ્વારના ત્રીજા સૂત્રમાં પૂ૦ ૧૭ છેલ્લા પદોમાં માત્ર ૩ો ૪ એટલું જ હસ્તલિખિત આદર્શોમાં લખેલું છે. ત્યાં ખરેખર તો સમુ મg MT મyયો ય પવત્ત આવો પાઠ લેવાનો છે. આ૦ પ્રઢ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે તેમનાં સંપાદનમાં જુની પ્રાચીન પદ્ધતિ જ સ્વીકારીને સર્વત્ર પાઠો મુદ્રિત કર્યા છે. વિચક્ષણ અને વ્યુત્પન્ન અભ્યાસી તો આવા અંકોથી ક્યાં કેવો પાઠ લેવાનો છે, તે સમજી જાય. પરંતુ સામાન્ય નવા અભ્યાસીને આવા અંકો જોઈને કેવો પાઠ લેવાનો છે એ સમજવામાં મુશ્કેલી પડે એટલે અમે અભ્યાસીઓને સરળતા થાય તે માટે આવા સ્થળોએ જે જે પાઠ સમજવાનો હોય તે તે પાઠ સંપૂર્ણ પણે આપી દીધો છે. આ વાત અમે અમારા અનુયોગદ્દારસૂત્રના પ્રથમ વિભાગમાં પ્રથમ પાને જ ટિપ્પણના અંતમાં જણાવી દીધી છે. આ વાત મલધારીશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પણ અનુયોગદ્વારવૃત્તિ (પૃ. ૨૯ પં ૧૧) માં જણાવી દીધી છે. માત્ર દિનક્ષળનાન સૂવિત દ્વિતીયમરિ નામાવસિયં તિ પä દ્રષ્ટવ્ય, વમન્યત્રપિ યથાસમવમૂદી” . આ રીતે મૂલના જ ૨ અંકવાળા શબ્દો ટીકામાં પણ ટીકાકાર પ્રતીક રૂપે લેતા હોય છે. જેમકે અનુયોગદ્વારસૂત્ર ૨૬૪ માં છે વિં તે જોઇને ૨ પાઠ છે. પરંતુ અમે રે વિ ? ગોળો એવો સંસ્કાર કરીને છાપ્યું છે. (જુઓ પૃ૦ ૩૩ર ૫૦ ૧૧) હારિભદ્રી વૃત્તિમાં પૃ૩૪૧ ૫, ૭ માં છે જિં ૨ આવો પાઠ પ્રતીક રૂપે લીધેલો જોવા મળે છે. આ જ રીતે પૃ૦ ૩૪૨ પં. ૧, ૭ વગેરેમાં ૨ અંકવાળો જ મૂળનો પાઠ પ્રતીક તરીકે હારિભદ્રી ટીકામાં લીધેલો છે. અંકનિર્દેશવાળી પદ્ધતિ જ હસ્તલિખિત ગ્રંથોમાં વ્યાપક સ્વરૂપે જોવા મળે છે. અમે અભ્યાસીઓને સરળતા થાય તે માટે તે તે અંકથી ગ્રાહ્ય પાઠોને સંપૂર્ણ કરીને સૂત્રમાં મુદ્રિત કર્યા છે.
પ્રાચીન સમયમાં તે તે સંખ્યા માટે જુદા જુદા અંકોને બદલે અક્ષરો લખાતા હતા. એ જુની પરંપરાને સાચવી રાખવા માટે પૃ. ૨૪૦ વગેરેમાં ટ્ર, ના વગેરે અક્ષરો (૫૦ ૧૪, ૧૬ વગેરેમાં) આ૦ પ્રમુત્ર શ્રી પુણ્યવિજયજી મહારાજે તેમની ચૂટ ની પ્રેસકોપીમાં (પાડુલિપિમાં) રાખ્યા હતા. અમે તે પછી = આવી નિશાની કરીને તેનાથી લેવાની સંખ્યા પણ જણાવી છે. જેમકે ટ્રા = ૪, ના = ૧ વગેરે. પૂ. પુણ્યવિજયજી મહારાજે સ્વીકારેલી પરંપરાને અમે આ રીતે અહીં સ્વીકારી છે.
હવે સંસ્કૃતમાં હોવા છતાં, તૂ ના અનેક અનેક અનેક સંદર્ભોને લગભગ સમાનરૂપે અથવા અક્ષરશઃ હ૦ માં સમાવી લેવામાં આવ્યા છે. એટલે ચૂર્ણિમાં તથા હારિભદ્રી વૃત્તિમાં અનેક સ્થળે અશુદ્ધ તથા સંદિગ્ધ પાઠોને બંનેની પરસ્પર તુલના કરીને સુધારવા અમે પ્રયત્ન કર્યો છે. છતાં કેટલેક સ્થળે જેમ છે તેમ જ તે તે પાઠો અમે રાખ્યા છે. વાચકોએ ચૂર્ણિ તથા હારિભદ્દી વૃત્તિને વાંચતાં મલધારિશ્રીહેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિને સામે રાખીને તે તે પાઠો વાંચવા જેથી ફૂડ ફ્રા ના પાઠોને સમજવામાં ઘણી સરળતા થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org