________________
* પ્રસ્તાવના
સ્વ. પૂ. આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ કે જેમના ભગીરથ પ્રયાસથી આગમ આદિ વિશાળ જૈન સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે તેઓશ્રીને પણ આ પ્રસંગે ભાવપૂર્વક વંદન કરું છું.
મારા અતિવિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્ય સેવાભાવી મુનિરાજશ્રી પુંડરીકરત્નવિજયજી તથા તપસ્વી મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી આ કાર્યમાં રાત-દિવસ અતિસહાયક રહ્યા છે.
પાટણ સંઘવી પાડાના ભંડારના મૂળ વ્યવસ્થાપક સ્વ. સેવંતિલાલ છોટાલાલ પટવાના સુપુત્રી નરેન્દ્રભાઇ, બિપિનભાઈ, પ્રદીપભાઇ આદિના સૌજન્યથી સંઘવી પાડાનો ભંડાર અત્યારે પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં સોંપાયેલો છે. તેના મુખ્ય વ્યવસ્થાપક ડો. સેવંતિલાલ મોહનલાલના સૌજન્યથી સંઘવી પાડાના ભંડારની તેમજ શ્રી સંઘના ભંડારની તાડપત્રી આદિ પ્રતિઓ અમને સંશોધન માટે મળી છે.
- કચ્છ-માંડવીના શ્રીખરતરગચ્છના ભંડારની પ્રતિની ઝેરોક્ષ નકલ પણ માંડવીના ખરતરગચ્છના કાર્યવાહકોના સૌજન્યથી જ અમને મળી શકી છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મુંબઇના કાર્યવાહકોએ આના અત્યંત દ્રવ્યયસાધ્ય મુદ્રણની જવાબદારી ઉપાડી છે, અને અમને સદા પ્રોત્સાહન આપ્યું છે.
શ્રીસિદ્ધક્ષેત્ર પાલિતાણા નગરમાં વિક્રમ સંવત ૨૦૫૧, પોષ સુદિ દસમ બુધવારે ૧૦૧ મા વર્ષે તારીખ ૧૧-૦૧-૧૯૯૫ ના રાત્રે ૮-૫૪ મીનીટે સ્વર્ગસ્થ થયેલાં મારાં પરમ ઉપકારી પરમપૂજ્ય માતુશ્રી સંઘમાતા શતવર્ષાધિકાયુ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેઓ સ્વ સાધ્વીજી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા) નાં બહેન તથા શિષ્યા છે તેમના સતત આશીર્વાદ એ મારું અંતરંગ બળ તથા મહાનમાં મહાન સદ્ભાગ્ય છે.
મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય સ્વ. મુનિરાજશ્રીદેવભદ્રવિજયજી કે જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦ માં કાર્તિક સુદિ બીજે, રવિવારે (તા. ૬-૧૧-૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ થયો હતો તેમનું પણ આ પ્રસંગે ખૂબજ સદ્ભાવથી સ્મરણ કરૂં .
આ ગ્રંથના મુદ્રણ આદિમાં હમણાં અમદાવાદમાં રહેતા પણ મૂળ આદરિયાણાના વતની જીતેન્દ્રભાઈ મણીલાલ સંઘવી તથા માંડલના વતની અશોકભાઇ ભાઇચંદભાઇ સંઘવીએ ઘણો જ ઘણો જ સહકાર આપ્યો છે તે માટે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે.
જેસલમેર, પાટણ તથા ખંભાત ના હસ્તલિખિત પ્રાચીનમાં પ્રાચીન તાડપત્રીય પ્રતિઓના ફોટા તથા ઝેરોક્ષ લેવા માટે તે તે ગામના ટ્રસ્ટના કાર્યવાહકોએ અમને સંમતિ આપી અને અનુકૂળતા કરી આપી છે તે માટે તેમને ઘણા ઘણા ધન્યવાદ ઘટે છે.
આ પુણ્ય કાર્યમાં દેવ-ગુરૂકૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વેને મારા હજારો હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org