________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
અત્રે ભેગા થવાના હેતુ કાઇની નિન્દા કરવાના નથી, પણ આ શરીરમાં રહેલા આત્માનું સ્વરૂપ જાણવાના છે. અને તે સ્વરૂપ જાણી પરમશાંતિ પ્રાપ્ત કરવાના છે. અધ્યાત્મ જ્ઞાન અને યાગજ્ઞાન સબધી કેટલાક વિષયે અત્રે ચર્ચવામાં આવશે, અને આવશ્યકાદિ ક્રિયાના હેતુ સમજાવવામાં આવશે. અને તેવા હેતુથીજ અત્ર આપણુ સવ એકત્ર થયેલા છીએ. આવાજ કાંઇક ઉદ્દેશથી વાદ્રામાં શ્રેય સાધક અધિકારીવર્ગ કાર્ય કરે છે. તેવા મંડળની આપણામાં પણ જરૂર છે, એમ કેટલાક સ્વીકારતા થયા છે. જે કામ એક માણસથી થઈ ન શકે તે સામટા મળેલા ઘણા મનુષ્ય ઘણીજ ત્વરાથી પૂર્ણ કરી શકે છે. મડળને લીધે ભ્રાતૃભાવની વૃદ્ધિ થાય છે, ખીજામાં રહેલા સારા ગુણે; જોઈ આપણે પણ તેવા પ્રકારના ગુણા રાખવાને દોરવાઈએ છીએ. અને આ રીતે થાડા પ્રયાસે ઉત્તમ દાખલા વડે આપણે પરોપકાર, દયા, ક્ષમા, નમ્રતા, વિનય આદિ અસાધારણ ગુણ મેળવી શકીએ છીએ. ગુણાનુરાગ થવા એજ ગુણ મેળવવાના ઉમદા મા છે. જૈન ધર્મ સર્વ વાતે સંપુર્ણ છે, તેમાં કાંઇ ન્યૂનતા નથી, પણ જમાનાને અનુસરી કેટલાક ગ્રન્થા લખાવવાની જરૂર છે. સાયન્સની સહાયતાવડે ધર્મસિદ્ધાંતાની સત્યતા પુરવાર કરી આપવી જાઇએ. આવા કામ માટે સાધુ અને શ્રાવક બંનેની જરૂર છે. તત્ત્વાર્થ સૂત્ર કહે છે કે પરરપપ્રો નીવાનામ્ જીવો એક બીજાને સહાય કરવા વાસ્તે છે. છપાવવાનું, પ્રસિદ્ધ કરવાનું, ફેલાવવાનું કામ શ્રાવકે કરે, અને તેવા ગ્રન્થા રચવાનુ કામ સાધુઓ અને વિદ્વાન્ શ્રાવા કરી શકે.
જૈનધર્મ નાના જતુએની દયા કરવામાંજ સમાયેલે છે, એવા આક્ષેપ કેટલાક જૈન તત્ત્વાના અજ્ઞાનના ત. રફથી જૈન ધર્મ પર મુકવામાં આવે છે. આ તેમની માટી
For Private And Personal Use Only