________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગવા માંડશે. તે વખતને તેને આનંદ કેટલે હશે તે અવર્ણનીય છે. ઘુવડ જ્યારે પિતાના માબાપને મળવા ગયે, ત્યારે તેના પિતા અને માતાએ તેને ગાંડો ગણી કાઢયે, તેને ચિત્તભ્રમ વાયુ થયું છે એમ જણાવ્યું. કહ્યું છે કે.
છૂક બાળને દિવ્ય દષ્ટિ થઈ, દિવાકર દેખાય, કુટુંબ આગળ સત્ય કહે, પણ ગાંડુ તેહ ગણાય.
તેમ હંસરૂપ જ્ઞાની પુરૂષોને જે અનુભવ થાય, તેને સામાન્યજન હસી કાઢે છે. તેમને આત્માની શક્તિમાં વિશ્વાસ નથી. બાહ્યદષ્ટિવાળે આત્મિક ઉન્નતિની બાબતે શી રીતે દેખી શકે, અને દેખે નહિ તે માને પણ શી રીતે ! આ રીતે અજ્ઞાનમાં માણસો ગોથાં ખાય છે. આત્મા છે, તે અસંખ્યાત પ્રદેશ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ જીવનાં લક્ષણ છે. આ સર્વ બાબતે નવ તત્વમાં આવી જાય છે, પણ બાહ્યપદાર્થોમાં જ પરમ આનંદ માનનારા છે તે જોઈ કે અનુભવી શકતા નથી. તે બાબતને અભ્યાસજ ન કરે તે પછી જોવાની કે અનુભવવાની તે વાતજ ક્યાં રહી ? ગુણ અને ગુણને નિત્ય સંબંધ છે. માટે જે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણ મળે છે તે આ ત્માની રિદ્ધિઓ છે, અને સર્વ કાળને વાસ્તે આપણને ઉપગી થશે. માણસને જ્યાં સુધી આત્મામાં શ્રદ્ધા નથી, પુનર્જન્મને માનતું નથી, અને કર્મના નિયમમાં પ્રતીતિ નથી, ત્યાં સુધી માણસનાં આચરણ ઉત્તમ પ્રકારનાં થવાં અસંભવિત લાગે છે. આત્મા જ્ઞાનઘન છે. “આત્માને શોધે. શેઠે ” એમ વીર ભગવાન સૂયડાંગજીમાં કહે છે, ચિલાતીપુત્રે શેઠની પુત્રીનું શિર કાપી નાખ્યું. હતું, પણ ઉપશમ, સંવર અને વિવેક આ ત્રણ શબ્દનું જ્ઞાની ગુરૂ પાસેથી શ્રવણ થતાં, તે ઉપર મનન કરતાં, તદનુસાર મનના પરિણામ થતાં તે કેવળ જ્ઞાન પામ્યા. રાગ અને દ્વેષને ઉપશમાવવાથી તેને વૈરાગ્ય છે એટલે
For Private And Personal Use Only