________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તે તે થાય છે. ભમરીનું ધ્યાન ધરવાથી યેળ ભમરી થાય છે. માટે પરમાત્માનું ધ્યાન કરવાથી માણસ પરમાતમા બને છે. ત્રીજો યાગને ભેદ આસન છે. આસન વાયુને ઠેકાણે લાવવા સારૂ શાસ્ત્રમાં પ્રર્યું છે સર્વ આસનમાં સિદ્ધાસન મુખ્ય છે. પતંજલી અને હેમાચાર્ય તેમાં નિપુણ હતા, અને મહાવીર ભગવાને ઊત્કટ આસનથી ધ્યાન કર્યું હતું અને કેવળજ્ઞાન મેળવ્યું હતું. પ્રાણાયામ એ ચોથું અંગ છે. શ્વાસપ્રશ્વાસગતવિંછેદઃ શ્વાસ અને ઊધાસની ગતિને નાશ તે પ્રાણાયામ, શરીરમાં પાંચ પ્રકારના વાયુ રહેલા છે. પ્રાણ, અપાન, ઊદાન, વ્યાન અને સમાન. જુદા જુદા શરીરના ભાગમાં આ સર્વ રહેલા છે. તેમના જયસારૂ રેચક, પુરક અને કુંભકની ક્રિયા કરવાની જરૂર છે. તે ક્રિયાથી શરીરની આરેગ્યતા વધે છે, જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે અને સત્વ, રજસ અને તમે ગુણની સામ્યતા થાય છે. પ્રાણાયામથી યેગીઓ આકાશમાં રહી શકતા હતા. તે ઉપર હેમાચાર્યનું દષ્ટાંત મજુદ છે. પાટણમાં શ્રી હેમાચાર્ય એકવીસમી પાટ ઉપર બેસી અને નીચેની પાટો કાઢી નંખાવી વ્યાખ્યાન વાયું હતું. આકાશમાં અધર રહી વ્યાખ્યાન વાંચી પ્રાણાયામની અપુર્વસિદ્ધિ દેખાડી હતી, માણસ મેસમેરીઝમથી થોડું ઘણું કાર્ય કરી શકે છે, તે પ્રાણાયામથી તે વધારે કામ કેમ ન કરી શકે? સંધ્યા કરતી વખતે બ્રાહ્મણે નાસિકા દ્વારા શ્વાસોશ્વાસ લે છે, તેમજ પ્રાણાયામ પણ કરે છે. બાધધર્મમાં પણ તે બાબત નિવેદન કરેલી છે, તેથી વીર્યનું સંરક્ષણ થાય છે અને ને બુદ્ધિ સતેજ થાય છે
રજોગુણ, તમે ગુણ અને ચીયા સ્વભાવના નાશ સારૂ પ્રાણાયામની ખાસ જરૂર છે. તેનાથી શરીર હલકું બનાવી જળમાં ગીઓ તરી શકે છે. લોકે હેતુઓ સમજતા નથી તેથી આ માર્ગ તરફ તેઓની અરૂચિ થાય છે.
For Private And Personal Use Only