________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्येतव्यं तदध्यात्म-शास्त्रं भाव्यं पुनः पुनः अनुष्ठेयस्तदर्यश्च देयो, योग्यस्य कस्यचित् ॥२४॥
ભાવાર્થ-કામરસ ગવવાની અવધિ પર્યત છે, મિષ્ટ ભેજનને રસ જમવાના કાલ પર્યત છે, અને અધ્યાત્મ શાસ્ત્રની સેવાનો રસ્તે નિરવધિ છે. અથવા તેને અંત નથી. કુતર્કગ્રંથને સર્વસ્વ અહંકાર તે રૂપ તાવથી વિકાર પામેલી દષ્ટિ છે તે અયાત્મ ગ્રંથરૂપ ઔષધથી નિર્મલ થાય છે. ધનવંત પુરૂષોને પુત્ર સ્ત્રી વિગેરે જેમ સંસારની વૃદ્ધિ માટે થાય છે, તેમ અભિમાની પંડિતને અધ્યાત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે થાય છે. માટે અધ્યાત્મશાસ્ત્રને વારંવાર ભણવું જોઈએ. તેમ પુનઃ પુનઃ અધ્યાત્મશાસ્ત્રને હૃદયમાં ભાવવું તેમજ અધ્યાત્મશાસ્ત્રથી આત્મવર્તન ઉગ્ન કરવું, અને એગ્ય એવા પુરૂષને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન આપવું. ચોગ્યતાવિના અધ્યાત્મશાસ્ત્ર ફલ આપતું નથી. કેઈ પુરૂષે બાજરીના દાણુ સમુદ્રમાં ના
ખ્યા પણ તે નકામા ગયા. તેમજ કેઈ પુરૂષે બાજરીના દાણું તળાવના જલમાં નાખ્યા. પણ તે નકામા ગયા. તથા કઈ પુરૂષે બાજરીના દાણા ઉનાળાની રૂતુમાં વાવવા માટે ખેતરમાં નાખ્યા પણ તે દાણુઓને પંખી ખાઈ ગયા. તેમજ કેઈ પુરૂષે બાજરીના દાણા ખારાપાટની જમીનમાં નાખ્યા, પણ તે નકામા ગયા. તેમજ કોઈ પુરૂષે બાજ રીના દાણા ઉખર ભૂમિમાં નાંખ્યા તે પણ નકામા જેવા થેચા. તેમજ કઈ પુરૂષે બાજરીના દાણા કાંટાવાળી ભૂમિમાં નાખ્યા તે પણ યથાર્થ ફળને આપનારા થયા નહીં. તેમજ કેઈ પુરૂષે વષરૂતુમાં કાંટા વિગેરે કાઢી નાખી ભૂમિ શુદ્ધ કરી બાજરીના દાણા વાવ્યા અને તેની સંભાળ રાખી ત્યારે તે યથાર્થ ફળને આપનારા થયા, તેવી જ રીતે એગ્ય પુરૂષને અધ્યાત્મજ્ઞાન આપવાથી તેની વૃદ્ધિ થાય છે. શ્રી મુનિસુંદરસૂરિ પણ કહે છે કે –
For Private And Personal Use Only