________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃકબાલને દિવ્યદ્રષ્ટિ થઈ દિવાકર દેખાય; કુટુંબ આગળ સત્ય કહે પણુ, ગાંડુ તેહ ગણાય, બુદ્ધિસાગર તેવુ રે, મારા તે મને સમજાયું-અલખ.
અધ્યાત્મદષ્ટિને પ્રકાશ કરવા માટે અધ્યાત્મશાસ્ત્ર કરતાં પણ અધ્યાત્મજ્ઞાનિયેની સંગતિ વિશેષ ફાયદાવાળી છે, અનેક અધ્યાત્મશાસ્ત્રના ગ્રંથ વાંચીને જેણે શુદ્ધ અધ્યાભરસ પ્રાપ્ત કર્યો છે, તેવા સશુરૂઓના ભક્ત લીલામાત્રમાં અચાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. સદગુરૂની ભક્તિ કરીને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે અયાત્મજ્ઞાન, મેક્ષરૂપ ફળને ત્વરિત આપે છે. પત્થર વા લોઢા ઉપર પાડેલા અક્ષરે જેમ જતા નથી તેમ ભક્તિથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે કદી તેની ખુમારી ટળતી નથી. વિનય અને ભક્તિથી જ્ઞાનાવરણીયકર્મનાં દળીયાં ખરે છે, અને આવરણ ટળતાં સ્વાભાવિક આત્મજ્ઞાન પ્રકાશે છે અને તેથી સ્વપરને સાચે વિવેક પ્રગટે છે. માસતુષરૂષિને વિનયથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું. આત્મા જે વીર્યશક્તિના ઉલ્લાસથી પિતાના સ્વરૂપમાં રમે તે સહજવારમાં ક્ષાયિકભાવે આત્મસુખને પ્રાપ્ત કરે છે. અને ધ્યાત્મજ્ઞાનથી જ અધ્યાત્મચરણની પ્રાપ્તિ થાય છે. શુદ્ધચેતના રંગી થએલ આત્મા સિદ્ધ બુદ્ધ આત્મા કહેવાય છે. અનંત ક્ષાયિક ભાવની નવ લબ્ધિને ભોક્તા અધ્યાત્મજ્ઞાની બને છે. પરમ શુદ્ધ ચિતન્ય શક્તિને પ્રકાશી સહજ સ્વરૂપી આત્મા આદિ અનંતમા ભાંગે વર્તે છે. અધ્યાત્મજ્ઞાનિનાં આચરણ સંસારથી વિચિત્ર હોય છે. તેથી જગતના છે અધ્યાત્મજ્ઞાનિને ઉન્મત્ત માને છે. ત્યારે અચાત્મજ્ઞાની જાણે છે કે, જગત્ આંધળું છે. કહ્યું છે કે –
ના વાળે ઉન્મત્ત ગો, ગો ના નગંધ,
ज्ञानि युं जगमें रह्यो, यु नहि कोइ प्रबंध. ॥१॥ કેપ્ટન જેમ આગબેટને ઈચ્છીત નગરે લઈ જાય છે, તેમ
For Private And Personal Use Only