________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
પ્રમુખ તપ કરીને શરીરને બાળી નાખે છે, કાઈ અજ્ઞાની અગ્નિના ધૂમાડાનુ` પાન કરે છે, કાઇ નીચુ મુખ રાખી ઉપગ કરી ઝૂલે છે, કાઇ કાશીમાં કરવત લેઈ શરીરને છેડે છે, કેઇ સેવાળનું ભક્ષણ કરી કાયાને ગાળે છે. કાઈ આકડાનું પાન કરી તપ કરે છે, કોઈ દ્રવ્યથી સુનિવેષ લેઇ માહ્રક્રિયામાં મગ્ન રહે છે, પણ એવી અજ્ઞાનકૠક્રિયા કરવાથી મુક્તિ થતી નથી. જેમના હૃદયમાં જ્ઞાનકળા જગૃત થઈ હોય છે તેજ મુક્તિપદ પામે છે, પણ જેએ કેવળ ક્રિયા કરનારા છે તેઓ તે ભ્રમમાં ભૂલ્યા છે. હેભવ્યઆત્મા ! તું નિશ્ચયથી સમજ કે સમ્યક્ત્તાવિના માક્ષ નથી——
'
ज्ञानविना व्यवहारको, कहा बनावत नाच; रत्न कहो को काचकुं, अंत काचको काच
જેમ મનુષ્ય ફળ વિના ઉદ્યમ કરતા નથી તેમજ ચાઢા આત્મભાગ આપ્યા વિના જય મેળવતા નથી. દેહવિના પરમાર્થ થતા નથી, પ્રેમવિના રસની સ્થિતિ જણાતી નથી, અને યાનિવના મનની ગતિ દેખાતી નથી, તેમ આત્મજ્ઞાનવિના મુક્તિમાર્ગ સૂઝતા નથી. જ્ઞાન એ અનતપ્રકાશી દિવ્યવસ્તુ છે, જ્ઞાનના પરમપ્રભાવથી અધ્યાત્મજ્ઞા નના માર્ગ પ્રાપ્ત થાય છે, જ્ઞાનની જ્યેાતિથી પ્રકાશમાન થએલા જ્ઞાનિયાની સ્થિતિ અનિવચનીય છે, હૃદયમાં અધ્યાત્મāાતિથી નિર્મલવિવેક પ્રગટે છે. શ્રીવિજયલક્ષ્મી સરિ કહે છે કે
अध्यातम वण जे क्रिया, तेतो बालक चाल; तच्चारथथी पीछजो, नमो नमो क्रिया विशाल.
અધ્યાત્મજ્ઞાનથી તદ્વેતુ અને અમૃત ક્રિયાની પ્રાપ્તિ થાય છે તāતુ અને અમૃતક્રિયાથી કેવલજ્ઞાન પ્રગટે છે. કર્યુ છે કે—
For Private And Personal Use Only