________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભયથી તેણે તે ઝુંપડી, સાધુને ઈજા ન આવે તેવી રીતે, પાડી નાખી. જે વિચાર કરશે તે તમને જણાશે કે આ બને આરાધક છે. કારણકે બન્નેના ભાવ શુદ્ધ અને નિર્મળ હતા. માટે સાધ્યની અપેક્ષા રાખી પ્રવૃત્તિ કરવી એ ઉત્તમ છે.
મેહરૂપી સર્પનું ઝેર ચઢતાં આત્મસ્વરૂપનું ભાન ભુલી જવાય છે. માટે તે ઝેરને ઉતારવાને સક્યુરૂના બોધરૂપ મંત્રની જરૂર છે. જો કે નિશ્ચય નથી કેઈ કેઈનું ઉપકારક નથી; પણ વ્યવહારમાં ઉપકારક અને ઉપકૃત બને રહેલા છે.
જ્ઞાનીના સંબંધમાં કહ્યું છે કે, જગ જાણે ઉન્મત્ત, એ જાણે જગ અધ;
જ્ઞાની યું જગમે રહયે, યું નહિ ઈ સંબંધ. આ બધા અપેક્ષિત વચને છે.
અબ તે હમ અમર ભયે નહિ મરેંગે, વિસર ગયે દુવિધા તન મનકી, અબ હમ કયમ મરેંગે.
કેટલાકને આ વાક્ય અભિમાનપૂર્ણ અને ઉત્સવ જણાય, પણ જે તેને બરાબર વિચાર કરીએ તે તે તેવું નથી. જ્યારે આમદશામાં આનંદઘનજી મહારાજ આવેલા ત્યારે તે તાનમાં તે વાક્ય લખાયું હશે એમ ભાસે છે. વળી આનંદઘનજી મહારાજ એક સ્થળે લખે છે કે–
ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદરભરણાર્થે નિજ કાર્ય કરતાં થકાં, મોહ નડીયા કલિકાળ રાજે.
આ વાક્યની સાથે ઉપદેશમાળામાં ધર્મદાસ ગણીએ કહેલું વાક્ય સરખાવે, તેઓ કહે છે એ “ જે સાધુ ગછમાં ન રહે તે જેન આજ્ઞાને વિરાંધક છે, અને જેએ ગુરૂના શરણે રહે તેને જ જ્ઞાન મળે. આ રીતે આ બે વાગ્યે
For Private And Personal Use Only