Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 60
________________ www.kobatirth.org ૫૧ અવસ્થાના ભાકતા થાય છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, અપનાણેણુ સુણી હોઇ નમુણી અરણ્વાસેણુ. આત્માના જ્ઞાનવડે મુનિપણુ' સ‘ભવે છે, પણ અરણ્યમાં વાસ કરવાથી મુનિપણું સંભવતું નથી. હસ્તમાં હથિયાર ધારણ કરવામાત્રથીજ વીરપણું પ્રાપ્ત થતું નથી પણુ વીરપણું બતાવવાથી વીર કહેવાય છે. આત્માનું ઉચ્ચજીવન અધ્યાત્મ જ્ઞાન કરી શકે છે, સંસારમાં રહેલા જીવા કરાગથી ચાર ગતિમાં પીડાય છે, તેમને માટે અધ્યાત્મજ્ઞાન પરમાષધ છે. બળઘાત, સ્ત્રીઘાત, ગોઘાત અને બ્રહ્મઘાત કરનારાઓની પણ ઉચ્ચિસ્થિતિ અધ્યાત્મજ્ઞાનથી થાય છે. ચિલાતીપુત્ર, ઉપશમ સવર અને વિવેકપૂર્વક આત્મસ્વરૂપ વિચારી સત્યસમાધિ પ્રાપ્ત કરી. તેમ ચદ્રશેખરવા રાજાએ પણ આત્ત્તવિવેચના કરી સત્યસમાધિનું સુખ પ્રાપ્ત કર્યું. તા પ્રત્યેક મનુષ્ય પણ અધ્યાત્મજ્ઞાનધ્યાનથી પરમપદ પ્રાપ્ત કરે એમાં કંઇ આશ્ચર્ય નથી. નરકગતિની સામગ્રી પણ આત્મા એકઠી કરે છે. તિયંચગતિની સામગ્રી પણ આત્મા એકઠી કરે છે અને તિર્યંચની ગતિમાં જાય છે. તેમજ મનુષ્યગતિની સામગ્રી પણ આત્મા એકઠી કરે છે, અને મનુષ્યગતિ પ્રાપ્ત કરે છે. તેમજ ચાર પ્રકારના દેવની સામગ્રી પણ આત્મા પ્રાપ્ત કરી દેવની ગતિમાં જાય છે. તેમજ મેક્ષગતિમાં પણ આત્માજ જઇ શકે છે. હવે વિચાર કરે કે, આત્મા જ્ઞાનબળથી ધારે તે મુક્તિપુરી પ્રાપ્ત કરી શકે કે નહી ? અવશ્ય કરી શકેજ ? તૃષાતુર મનુષ્ય જલતું પાન કરી તૃષા ટાળે છે, ક્ષુધાતુર મનુષ્ય અન્નનું પ્રાશન કરી ક્ષુધા ટાળે - છે તોપણ તેથી સદાકાળની તૃપ્તિ-શાંતિ થતી નથી, અને આત્મા સતેષ પામતા નથી. પણ જો સમતાજલ અને અધ્યાત્મજ્ઞાનરૂપ ભાજનથી આત્માને તૃપ્ત કરવામાં આવે તે આત્માને સદાને માટે પરમસતાષ મળે છે. આત્માન્નતિના ઉચ્ચ શિખરે ખિરાજમાન થવાના સરળ મુખ્ય Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105