________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
માં કર્યું છે. આત્મા છે એમને પ્રીતિ વિગેરે લેકે પણ સ્વીકારે છે પણ તેથી શ્રીવીર પ્રભુ કેવલજ્ઞાનથી કહે છે કે આત્મ નિત્ય છે, ત્રણે કાલમાં છે. આત્માને કદી નાશ થતું નથી. આમાનું નિયત્વ પ્રતિપાદન કરવાથી જે લોકે પુનર્જન્મ માનતા નથી તેમને આત્માનું નિત્યપણું માનવું જોઈએ. એમ સર્વજ્ઞાની ઉપદેશે છે. આત્માનું નિત્યત્વ માન્યાવિના પુણ્યપાપની સિદ્ધિ થતી નથી. તેમજ ધર્મ કરવાની વા ઈશ્વરની ભક્તિ કરવાની વાત સિદ્ધ થતી નથી. જે આત્મા આ દેહ છોડને બીજા દેહમાં જાય છે, એમ માનવામાં આવે તે પુણ્ય પાપ તથા ધર્મ કૃત્ય તથા ઈશ્વરની ભક્તિ વિગેરે કૃત્યની સિદ્ધિ થાય. ગી લોકેએ તથા હાલના પશ્ચિમના કેટલાક શેધક વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે, આત્મા એક દેહમાંથી શુભાશુભ કમનાયેગે બીજું શરીર ધારણ કરી શુભાશુભ કર્મ ભગવે છે. વેદાંતમાં પણ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, અને ક્રિયમાણ કર્મ આ ત્રણ પ્રકારનાં કર્મ પ્રતિપાદન કયાં છે, પણ ત્રણ પ્રકારનાં કર્મની સાબીતી આત્માને નિત્ય માને તે કરી શકે છે. શ્રી વીર પ્રભુ કહે છે કે, આ ત્માને નિત્ય જે લેકે નથી માનતા તે લેકેની ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. નિત્ય આત્મા માનવામાં આવે તે જ ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકે છે. આ શરીરમાં રહેલો આત્મા પંચભૂતથી ઉત્પન્ન થએલે છે અને પંચભૂતના આત્માને પણ વિલય થાય છે એમ કેટલાક લોકો માને છે. પણ એમ તેમનું માનવું યુક્તિ યુક્ત નથી. પંચભૂતને નાશ થતાં આત્માને નાશ થતું નથી. આમા પંચભૂતના સંબંધમાં આવનાર આત્મામાં ચિતન્યશક્તિ રહેલી છે, એમ સર્વ વિદ્વાને કબુલ કરે છે. પશ્ચિમાત્ય દેશમાં પણ આત્માની પ્રેતાનિમાં સ્થિતિની સિદ્ધિ થવાથી જડવાદને નાશ થાય છે અને તે જાય છે અને શરીરમાં
For Private And Personal Use Only