________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મજ, વીતરાય કર્મને નાશ થવાથી અનંત વિર્યગુણને ભોકતા આત્મા થાય છે, આત્માના અનંતગુણ સત્ છે, તેથી અનંતગુણે અનાદિકાળથી આત્મામાં જ રહેલા છે. સહભાવિ ગુણઃ ક્રમભાવિ પર્યાય સહભાવી તે ગુણ છે, અને સમયે સમયે જુદી જુદી ગુણની પ્રવૃત્તિ થાય છે તે પર્યાયિ જાણવા, ગુણપર્યાયનું ભાજન દ્રવ્ય કહેવાય છે. શ્રી યશોવિજયજી કહે છે કે, गुण पर्याय तणुं जे भाजन, एकरूप त्रिहुं कालेरे; तेह द्रव्य निवजाति कहीए, जस नहि भेद विचालेरे.
ષટ્ દ્રવ્યનું આ પ્રમાણે લક્ષણ જાણીને છ દ્રવ્યમાં એક આત્માજ ઉપાદેય જાણ. કારણ કે સર્વ દ્રવ્યને પ્રકાશ કરનાર અને દર્શનચારિત્ર સુખદિગુણેને આધાર આ ત્મા છે. આત્મા વિના બાકી પાંચ દ્રવ્ય તે આમાથી ભિન્ન છે, માટે આત્માને વિચારવું જોઈએ કે, પારદ્રવ્યમાં અહં. મમત્વભાવ કરે તે યુક્તિયુક્ત નથી; પરવસ્તુમાં પિતાના પણાની બુદ્ધિ તેજ મિથ્યાજ્ઞાન છે. છીપમાં રૂપાની ભ્રાંતિથી કાંઈ કાર્ય સરતું નથી, તેમ જડવતુમાં આત્મબુદ્ધિથી કંઈ આમહિત થતું નથી. જડવસ્તુના સંગથી આત્મા અનેક પ્રકારનાં દુઃખ પામે છે, જડ વસ્તુને સંગ ત્યાગ કરે દુષ્કર છે, આત્મા અનાદિકાળથી પરવસ્તુમાં ઈષ્ટબુદ્ધિ ધારણ કરે છે, જોકે ઈષ્ટબુદ્ધિ અજ્ઞાનથી થાય છે, પણ અંતે જ્ઞાનદશા થતાં યુગલની મમતા ટળે છે. આત્મજ્ઞાની થયા બાદ અધ્યાત્મચારિત્ર સ્વીકારવાની જરૂર રહે છે, અઅ યાત્મજ્ઞાનીના હૃદયમાં અપૂર્વ આનંદની ખુમારી સદાકાળ વર્તે છે, શ્રી અધ્યાત્મ સારમાં કહ્યું છે કે, श्लोक ॥ कांताधर सुधास्वादा, यूनां यज्जायते सुखं;
बिंदुः पार्थे तदध्यात्म, शास्त्रस्वादसुखोदः ॥ १॥ अध्यात्मशास्त्र संभूत, संतोषसुखशालिनः गणयंति न राजानं न श्रीदं नापि वासवम् ॥२॥
For Private And Personal Use Only