________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
નિર્મલ સહજાનંદી થઈ શકે છે. આત્માથી સર્વ કાર્ય થઈ શકે છે. આમાની શક્તિ પુલમાં ભળવાથી પુકલભાવની કરનારી થાય છે. અને તેવી જ રીતે આત્મશક્તિ પિતાના સ્વરૂપમાં વળતાં આત્માના અનંતગુણને નિર્મલ કરનારી થાય છે–જેમ જેમ આત્મા પિતાના સ્વરૂપમાં વળે છે, તેમ તેમ અનંત પુલસ્કોથી છૂટે થતું જાય છે. સ્વસ્વરૂપ સન્મુખ થએલી ચેતના અનંત સુખાદિ ગુણોની કરનારી થાય છે. જ્યાં સુધી લખ્યા પ્રમાણે આ વિષયને અનુભવ કર્યો નથી અને તે બાબતના પ્રયત્નમાં જોડાયે નથી, ત્યાંસુધી તેને આત્માની કહેલી સર્વબાબતે સુખી લુખી લાગશે અને આત્માની શક્તિ ઉપર વિશ્વાસ ખરેખરા અંતઃકરણથી બેસશે નહીં. પણ જ્યારે પ્રથમ આત્મજ્ઞાન વિષયને શ્રદ્વાળુ થઈને તે સંબંધી પ્રયત્ન કરશે, તે તેને કંઈ અનુભવ આવતાં આત્મસુખમાં રંગાશે. જેમ પ્રથમ કૃપ છેદતાં ધૂળ કાઢવી પડે છે, પરસેવે વળે છે તાપ લાગે છે, તેમજ થાક લાગે છે–એક બે હાથ કે કંઈ પાણીના લેટા ભરાતા નથી. પણ પાણી નીકળશે એવી શ્રદ્ધા રાખી દરરોજ ખેદ પડે છે. એમ કેટલાક દિવસ પ્રયત્ન કાયા બાદ ભેજ વાળી મટેડી આવે છે ત્યારે ખાત્રી થાય છે કે હવે થોડા વખતમાં પાણી નીકળશે. ખૂબ મહેનતથી જેસભેર દતાં પાણી નીકળે છે. પછે ઝરણું ખુટે છે. કૂવે પાણીથી ભરાઈ જાય છે ત્યારે સ્નાન વિગેરેથી આભા શાંત થાય છે. જલપાનથી તૃષાની નિવૃત્તિ થાય છે. અને ક્ષેત્રને પાક પણ પાકે છે. તેમજ આત્મજ્ઞાનની વાત કરી એટલે કંઈ સિદ્ધની પેઠે આત્માના સુખને સાક્ષાત્કાર થતો નથી. પણ પ્રતિદિન આત્મજ્ઞાન વંતની સંગતિ કરવી જોઈએ. નય પ્રમાણથી જડ અને ચેતનને ભિન્ન ભિન્ન કરી સૂક્ષ્મજ્ઞાન કરવું જોઈએ. પશ્ચાત્ ચેતનને પરભાવરમણતાની ટેવમાં વારતાં ચિત્તની સ્થિરતા થાય છે. મન
For Private And Personal Use Only