________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭
ભિગમસૂત્ર, ઉત્તરાધ્યયન, પનવણુસૂત્ર વિગેરેથી જાણ લેવું.જે આત્માઓ કર્મક્ષય કરીને મુક્તિમાં ગયા છે, તેવા આત્માઓ અનંત છે. તે સિદ્ધાત્માઓ ધ્યાન કરવા લાયક છે. પૂજ્ય છે, સ્તુત્ય છે. કર્મક્ષય કરવામાં તેમનું જ્ઞાન તથા ધ્યાન પુષ્ટાલ બને છે. આત્મદ્રવ્યનું સાતનય તથા સપ્તભંગીથી જ્ઞાન થતાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા એ આત્મદ્રવ્યના ત્રણ ભેદ કહ્યા છે. તેનું વિશેષ સ્વરૂપ સમાધિશતકમાં અમાએ કર્યું છે તેમજ આત્મસ્વરૂપ નામના ગ્રંથમાં પણ વિશેષતઃ વર્ણન અમે એ કર્યું છે. આત્માને સમ્ય જાણવાથી અધ્યાત્મજ્ઞાન થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ તે મહા પુણ્યને સદ્ગુરૂસંગતિથી થાય છે. અમ્પા સે પરમપા આત્મા એજ પરમાત્મા છે. એમ અધ્યાત્મજ્ઞાન બતાવે છે. કલિકાલમાં મહાજ્ઞાની શ્રીદેવચંદ્રજી મહારાજે વર્તમાનચોવીશી તથા વિહરમાનની વિશીમાં ષ ના પૂર્ણ જ્ઞાન સાથે અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ વર્ણ
વ્યું છે. દ્રવ્યાનુગદ્વારા અધ્યાત્મજ્ઞાન જે પ્રાપ્ત થાય છે તે અધ્યાત્મજ્ઞાની પાછો પડતો નથી. કારણ કે ષડ્રદ્રવ્યના જ્ઞાનીને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને તે મિથ્યાત્વદશામાં પ્રાયઃ પડતું નથી. સામાન્ય આત્મા છે એમ જ જે જ્ઞાન થાય છે તે જ્ઞાનથી આત્મસાધન બરાબર સધાતું નથી, માટે દ્રવ્યાનુયોગ સહીત અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. શ્રીઆનંદઘનજી મહારાજ કે જે “સત્તરમાં સકામાં અધ્યાત્મજ્ઞાનિમુકુટમણિરૂપ થઈ ગયા છે તેઓએ વીશી તથા બહોતેરીની રચના કરી છે. તેમાં પણ આત્મદ્રવ્યનુંજ મુખ્યતાએ વર્ણન છે અને તેમના રચેલા ગ્રંથથી મનુધ્ય આત્મરુચિવાળે થઈ શકે છે–આત્મજ્ઞાનની ખુમારીમાં મનુષ્ય બાહ્યઝંઝાળને ભૂલી જાય છે. અને આત્મજ્ઞાનીને આત્માસ્તિત્વને નિશ્ચય થવાથી પરભાવ રમણતાથી દૂર રહે વાને માટે રૂચિ ઉત્પન્ન થાય છે.
For Private And Personal Use Only