________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ લા છે, તેને ધર્મશાસ્ત્ર ચંદ ગુણસ્થાનકના નામથી ઓળખે છે. ચેથા ગુણસ્થાનકે આવ્યા પછી તે ફરીથી લેવાતે નથી. જ્ઞાન પાર્ટ વિત્ત જ્ઞાનથી તે સંસાર પદાથની અનિત્યતા સમજી તે ઉપર વૈરાગ્ય ધારણ કરે છે. આ રીતે ઉત્તરેત્તર ચઢતાં ચઢતાં તેરમે ગુણ સ્થાનકે તે આવી પહોંચે છે, ત્યારે તે પરમાત્મા કહેવાય છે; ત્યાં અંતરાત્મ ભાવ પણ ટળી જાય છે. તે જગતના પદાર્થોને બીજાને બોધ આપી શકે છે. અંતરાત્મા કારણે, અને પરમાત્મા સાધ્ય અથવા કાર્ય છે. બહિરાત્મભાવ હેય ત્યાગ કરવા એગ્ય છે. પાન અને તરવાર, વસ્ત્ર અને શરીર તેમ શરીર અને આત્માને સંબંધ છે. જેમ જેમ માણસ અનુભવ લેતે જાય છે, તેમ તેમ શરીર ઉ. પરને તેને રાગ ઓછો થતો જાય છે, અને તેનું મન પરમાત્મા તરફ વળે છે. તે પરમાત્માની ભક્તિ કરવા દોડે છે. પરમાત્માની ભક્તિ કરવાને ઉદ્દેશ સુખ પ્રાપ્ત કરવાને છે. સર્વ પ્રવૃત્તિઓ આ જગતમાં સુખ સારૂ જ થાય છે. સામાન્યજનની સેવાથી પણ સુખ મળે છે, તે ત્રણ ભુવનના નાથની પરમભક્તિથી અત્યંત સુખ–આનંદ પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું ? તે ભક્તિના પગથીયાં પરોપકાર, રાગદ્વેષ ત્યાગ, ભ્રાતૃભાવ, શુભ ધ્યાન વગેરે છે સદાચાર એ મુખ્ય માર્ગ છે. દાન, શિયળ, ચેરી ત્યાગ, પરસ્ત્રી ત્યાગ એ સર્વ વિવિધ રસ્તાઓ છે. આત્મા સત્તાએ પરમાત્મરૂપ છે. તેને લાગેલે મેલ ધોઈ નાંખવો જોઈએ એટલે તે સુવર્ણ કે મણિની પેઠે પ્રકાશી નીકળશે. તે મેલ રાગદ્વેષ, ક્રોધ, માન, માયા અને લેભને લાગે છે. જ્યાં સુધી તે મેલ દૂર થયે નથી, ત્યાં સુધી પરમાત્મદર્શન કદાપિ થાય નહિ.
આત્માને દેખવાને અંતષ્ટિની જરૂર છે. જે મનુબે વિશ્વાસઘાતી છે પરોપકારી નથી, તેઓ કદાપિ તેવી
For Private And Personal Use Only