________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીશું. કારણ કે તેના જ્ઞાનથી બહિરાત્મભાવને ત્યાગ થાય છે, અને અંતરાત્મસ્વરૂપ જાણવામાં આવે છે. તે ષટુ સ્થાનક નીચે પ્રમાણે છે. આત્મા છે, તે નિત્ય છે, કમને કર્તા છે, કર્મને ભક્તા છે, મક્ષ છે, અને મોક્ષના ઉપાય છે. આત્મા ત્રણે કાળમાં નિત્ય છે, શાશ્વત છે, અમર છે, એથી શું સિદ્ધ થાય છે! તે પ્રાપ્ત કરવા, તેનું સ્વરૂપ જાણવા કરેલ આપણે પ્રયત્ન અંતે સિદ્ધ થયા વિના રહેશે નહિ. આથી આત્માને ક્ષણિક માનનારાના મતને પરિહાર થાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. માટે આત્મા વસ્તુતઃ નિત્યાનિત્ય છે. એકાંત નિત્ય માનવાથી કર્મ લાગી શકે નહિ, એકાંત અનિત્ય માનવાથી એક કાળમાં કેઈએ કરેલા કાર્યનું ફળ બીજાને ભોગવવાને પ્રસંગ આવે, તે પણ છે. માટે નિત્યાનિત્ય માન એજ શ્રેયઃકારી છે. આત્મા પુણ્ય પાપને કર્તા છે. કર્મના ચાર વિભાગ જેને માને છે. સત્તા, બંધ, ઉદય અને ઉદીરણું. એ સંબંધમાં વિશેષ વિવેચન કરવાને આ સમય નથી. આ ત્મા પિોતેજ કર્મને કર્તા અને પિતેજ કર્મને ભક્તા છે. અને કર્મથી છવ મુક્ત થઈ શકે છે, અને મુક્ત થવાના માર્ગ છે. ભેદ જ્ઞાનની પ્રાપ્તિ એજ ઉત્તમ ઉપાય છે. તે ભેદ જ્ઞાનને જ વિવેક કહેવામાં આવે છે. ભેદ જ્ઞાનવાળા જ ચિગ કરી શકે છે, મનને અંતર્મુખ વાળી શકે છે, અને સંસારમાં વસવા છતાં અંતરાત્મવૃત્તિ રાખી શકે છે. વિવેક થતાં નવાં કર્મ બંધાતાં નથી. પ્રારબ્ધ કર્મથી રચાયેલા શરીરદ્વારા શાતાશાતા વેદનીય તે ભેગવી લે છે; છતાં તે સુખદુઃખમાં નહિ લેપાતાં સાક્ષીભૂત રહે છે.
દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધા થવી તે વ્યવહાર સમકીત, અને આત્માની શ્રદ્ધા થવી તે નિશ્ચય સમકત જણવું. આત્માની પરિણતીએ ચિાદ વિભાગ પાડવામાં આવે
For Private And Personal Use Only