________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
પ્રાપ્ત કર્યો, તે તે આનંદને લાભ બીજાને કેમ નહિ આપે ? ક્ષણિક નિધાનને દેખાડનારે ઉપકાર છવ માને છે, તે આત્મરૂદ્ધિ દેખાડનારાને તે જેટલે ઉપકાર માને તેટલે ઓછો છે.
આત્મરિદ્ધિ અખૂટ છે, અપરિમિત છે. તેવા આત્મરિદ્ધિ દેખાડનારને અનતિવાર નમસ્કાર હેદરેક આત્માને તે લાભ આપવાનો છે. તે આનંદ ખુટી જાય તેમ નથી, આપવાથી વૃદ્ધિ પામે છે. જ્ઞાની ગુરૂઓએ તેને જનકલ્યાણ સારૂ પ્રકાશ કરવાનું છે. અપેક્ષાએ બોલાયેલાં સઘળાં વાક્યમાં ધર્મ છે. એક બાળકને નવ વિનાને વિષય નીરસ લાગે, પણ તેની પુતળી તેને પ્રિય લાગે, તેજ રીતે બાહ્યદષ્ટિ જીને આત્મિક વિષય નીરસ ભાસે છે. જે ખરે આત્મપ્રેમી છે, તેને તેવાં સાધને મળી આવે છે. નિષ્કામઆત્મપ્રેમ જગાડે જોઈએ. ધર્મનાં ત જનમનરંજન સારૂ નથી, પણ આમિક શાંતિ પ્રાપ્ત કરવા સારૂ છે. તેથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. નિયનિક્ષેપા પૂર્વક મેળવેલ સજ્ઞાન વધારે લાભકારી થાય છે. જે આપણે યથાર્થ ધર્મ સમજતા હોઈએ તે દાણચોરી કરીએ નહિ, જુઠું બોલીએ નહિ, પ્રપંચ સેવીએ નહિ, જુઠી વકીલાત કરીએ નહિ. તમારું વર્તન એવા પ્રકારનું રાખવું કે જેથી બીજા તમારા દષ્ટાન્ત અનુસાર પિતાનું વર્તન ઉચ્ચ પ્રકારનું રાખવાને દોરાય. દરેક કામ દ્રઢ સંકલ્પથી–વિચારબળથી થઈ શકે છે. તમે પણ આત્મજ્ઞાન મેળવી શકે. સર્વ જૈન બનાવી શકાય. જે સમ્યગ જ્ઞાન સમજે અને તે પ્રમાણ વર્તે તે સમકિતી થઈ શકે. સિદ્ધાચળના સંઘ કાઢનાર કરતાં પણ કઈ માનવ બંધુને સધર્મની પ્રતીતિ કરાવનાર વિશેષ કલ્યાણને જોતા બને છે. આ વચન ભાવ દયામય સમક્તિ ધર્મની પ્રાતિને ઉદેશી સમજવું. જ્ઞાનીઓને ઉપકાર અનંત છે. જેમ નદીમાં ચંદ્રનું બિંબ પડેલું હોય, તેને બ્રાન્તિથી કઈ
For Private And Personal Use Only