________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
સવરની પ્રાપ્તિ થઇ, અને જડ વસ્તુ અને આત્મા વચ્ચેના ભેદ જણાતાં જડ ઉપરથી ભાવ ઉઠી ગયા અને કેવળ જ્ઞાન તેને પ્રાપ્ત થયું. તમે પણ આ રીતે તેવું પદ પામી શકે, પણ જ્ઞાનના અભાવ છે. ગુરૂવચન ઉપર તમને વિશ્વાસ નથી, કોઈએ કરેલા ઉપકારનું તમને સ્મરણ રહેતુ નથી. વીરપ્રભુએ કર્મમલને ખપાવવા ખાર વર્ષ તપ આદર્યું. યાગની આઠ સ્થિતિપર ચઢવાનુ એકદમ બની શકે નહિ તે બનવા જોગ છે, પણ સતત પ્રયાસ અને અભ્યા સથી તમે પણ કાર્યસિદ્ધિ કરી શકશે. ગુણાનુરાગ કરવા જોઇએ, અને જાતિલિંગ કે વય ઉપર આધાર ન રાખતાં ગુણી પુરૂષોનું બહુમાન કરવુ' જોઇએ. આત્મા જાતિરહિત છે. < અલ્પજ્ઞાન ને અતિહાન ’ વનરાજ ચાવડામાં જે દેડકાનું દૃષ્ટાન્ત આપ્યું છે, તે ગમે તેવા આશયથી આપવામાં આવ્યુ હોય, પણ તેમાંથી એ બેધ લેવા જોઇએ કે જીવદયાના કદાપિ ઉંધો અથ કરવા નહુિ, આશય સમજી કાર્ય કરવુ' જોઇએ. જે માણસો બીકણુ છે; પાતાના આત્મામાં જેમને વિશ્વાસ નથી, તે કાંઇ પણ કરી શકવાના નથી. જો શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે કુમારપાળને પ્રતિએધ આપી જૈનમાર્ગમાં ન વાળ્યે હોત તે તેમણે કરેલાં કાર્યા કદાપિ તે કરી શકત નહિ. ધર્મને માટે કાર્ય કરવાં એ ઉપાધિ નથી, પણ ગુરૂગવિના જ્ઞાન નહિ માટે આથી વિરૂદ્ધ વિચાર જણાવવામાં આવે તે તેમાં બિચારા પ્રાણીઓના દોષ નથી. તેઓનુ` અજ્ઞાન ક્ષમાપાત્ર છે. હજારો માણસાને જ્ઞાનીએ જૈન ધર્મ તરફ વાળી શકે, પણ હાલમાં જૈનધર્મના અભ્યાસકોની મહુ ખામી છે. જ્યાં સુધી તમને તે ધર્મના સિદ્ધાંતોની અહુ મૂલ્યતા સમજવામાં આવી નથી ત્યાં સુધી શું કહી શકા ! માટે નિરતર અભ્યાસ કરી, અને પછી તદનુસાર વર્તન રાખા, જાણકાર માણસે જો બેધ આપે તે બીજાની તેના તરફ રૂચિ થયા વિના રહેજો નહિ. માટે
For Private And Personal Use Only