________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિશ્રી બુદ્ધિસાગરજીનું વ્યાખ્યાન.
( રવિવાર પ્રાતઃકાળ) अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया॥ चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥१॥
આ જગતની અંદર દેખવામાં આવતા અનેક પદાર્થ માં બાહ્ય દષ્ટિથી જીવ સુખ માને છે, પણ તેમાં તેને શાંતિ પ્રાપ્ત થતી નથી. પરમ જ્ઞાનવિના શાંતિ મળે નહિ જ્ઞાનના બે પ્રકાર છે. પરમાર્થજ્ઞાન અને વ્યવહારજ્ઞાન. જગ
ના હુન્નર, સાયન્સે કરેલી છે, વિદ્યા, બુદ્ધિવિષયક જ્ઞાન તે સર્વને વ્યવહારજ્ઞાનમાં સમાવેશ થાય છે. કેવળ જ્ઞાનની દ્રષ્ટિથી જે પદાર્થો જેવાય તે સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરવું તે પરમાર્થ જ્ઞાન કહેવાય છે. પણ આવી બાબતોનું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણુવડે થઈ શકે નહિ. આત્મજ્ઞાન અંતરના વિકારે નાશ કરવા સારૂ બહુ જરૂરનું છે. જેમ બાહ્ય ટાળવાને ઔષધાદિની જરૂર છે, તેમ અંતરના રોગોનું ઉપ શમન કરવા માટે અંતરજ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ઔષધની આવશ્યકતા છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં કેટલું અંત૨ છે તે કેટલા છેડા સમજે છે? બન્નેને બાહ્યરોગ થાય, પણ જ્ઞાની તે સમભાવથી ભેગવી લે છે, ત્યારે અજ્ઞાની તે ભેગવતાં ભગવતાં નવાં કર્મ ઉપાર્જન કરે છે. બાહ્યજ્ઞાની અને અંતરજ્ઞાનીમાં બહ માટે ભેદ છે. તે ઉપર એક ઘુવડનું જ ટુંક દષ્ટાન્ત વિચાર કરવા લાયક છે. ઘુવડ હમેશાં રાત્રિએ જ જુએ છે, દિવસમાં સૂર્યના પ્રકાશમાં તેની ચક્ષુ સર્વદા મિંચાયેલી રહે છે. જે હંસ પુરૂષ છે, મતીને ચારે ચરનારા છે તેની સોબત ઘુવડને ગમતી નથી. પણ હંસ પુરૂએ દયા લાવી તે ઘુવડને પિતાનું એક મેતી ખવરાવ્યું, તેથી તેને અંતરમાં શાંતિ વળી, તેની અજ્ઞાનચક્ષુ જરા ઉઘડી, અને સૂર્યને કાંઈક આભાસ તેને
For Private And Personal Use Only