________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણામાં હાલ ખરા અભ્યાસકે નથી. તેવા અભ્યાસકે ઉત્પન્ન કરવાનું કામ એક બેથી થાય નહિ. સંપથી વિશેષ કાર્ય થઈ શકે, આ હીલચાલ મુનિની મહત્વતા માટે નથી. સ્વાથી વિચારથી આ મંડળને મેળાવડે નથી. આ મંડળ ૧૪ લાખ જૈનનું છે. સર્વ તેના સભાસદે છે, આ પંથ નથી. જેમાં જાગૃતી લાવવા માટે અને આત્મજ્ઞાનનાં પુસ્તક તરફ જૈનપ્રજાની રૂચિ કરાવવાને આ મંડળને ઉદ્દેશ છે. જે તમને વાળવાના હોય તે મેક્ષનગરભણી વાળવાના છે. જે તમારે મોટાઈ જોઈતી હોય તે જ્ઞાનદશન ચારિત્રની મિટાઈ પ્રાપ્ત કરે. સેન્ડ અને રામમૂર્તિ ૯૦ મણના પત્થર
ઉપાડે છે. પુરૂષાર્થીને કશું અસાધ્ય નથી. એકદમ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત ન કરીએ એ સ્વાભાવિક છે, પણ તે સારુ ઉધમ તે જરૂર કરે જોઈએ. આત્મધ્યાનથી મેરૂપર્વત પણ હાલી શકે એ સર્વ લબ્ધિઓ તમને ચમત્કારી લાગે છે? ના, તેમ નથી. તે શક્તિએ સર્વ માં તિરહિત રહેલી છે, તેને પ્રકટ કરવી એ દરેકનું કર્તવ્ય છે. એક ભવમાં તે સંપૂર્ણ પ્રાપ્ત ન થાય તે ફકર નહિ. જરાપણ હિમ્મત હારશે નહિ. થડા સમય પર થઈ ગયેલા આત્મતત્વજ્ઞાનીઓ ચિદાનંદજી, યશોવિજયજી બનારસીદાસ વગેરેમાં કેટલું બધું સામર્થ્ય હતું તે પછી પૂર્વના આચાર્યોમાં તેથી પણ વિશેષ સામર્થ્ય હોય તે તે અસંભવિત નથી. આ રીતે શ્રી તીર્થકરોમાં અદ્દભુતશકિતઓ પ્રાદુભૂત થયેલી જણાય તે તે સ્વાભાવિક છે. પ્રયને સર્વ બાબતે સિદ્ધ થઇ શકે છે. પક્ષમ શકિત વધારતાં ઉચ્ચસ્થિતિ પ્રાપ્ત થતી જાય છે. જેનોગ્રાફ, ઈજીન, તાર વગેરે આપણને વરાળ, વિજળી વગેરે શકિતઓનું ભાન કરાવે છે. આટલી સામાન્ય શક્તિ આવું કામ કરી શકે તે આત્માની ખીલેલી શક્તિઓથી શું ના થઈ શકે ? માટે તે શક્તિઓ નિરંતર આત્મહિતાર્થે વાપરવી જોઈએ, એજ કહેવા હેતુ છે.
For Private And Personal Use Only