________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુલ છે. અમેરીકામાં વિખ્યાતી પામેલાં પ્રાણવિનિમય, હીપ્નોટીઝમ, ચાટ-રીડીંગ ( વિચાર વાચન ) વગરે શાસ્ત્રા તે આત્મિક શક્તિ આગળ કાંઈ હીસાબમાં નથી. આત્મિક શક્તિરૂપ વૃક્ષના તે ગા સમાન છે. ઇન્દ્રિયાના પ્રત્યાહાર કરી મનને કાબુમાં રાખનાર તે ખેલે ઘણી સહેલાઇથી કરી શકે. તેમાં કાંઈ ચમત્કાર નથી, તે સઘળું સ્વાભાવિક છે, પણ આપણે ધર્મગ્રન્થાના અભ્યાસ કરતા નથી, તે જાણવાની આતુરતા અતાવતા નથી, અને તેથી ખીજાઓના ચમત્કાર જોઇ આપણી બુદ્ધિ વ્યામોહ પામી જાય છે. હાલમાં ઉદ્દાત જણાતા નથી, તેનું કારણ આપણી અજ્ઞાનતા અને તે સંબંધી પુરૂષાર્થ કરવાની ખામી છે. પરમાટષ્ટિ રાખવી અને બીજાની ઉન્નતિ કરવામાંજ આપણી ઉન્નતિ સમાયેલી છે, એ વિસરવું નહિ. વીર ભગવાને પ્રરૂપેલાં તત્ત્વના ફેલાવા કરવા એ ઘણુંજ આવશ્યક કાય છે, અને જે માણસો તે કાર્ય કરવામાં પ્રયાસ કરશે તેને અનંતગણું પુણ્ય હાંસીલ થશે. જેઓ નિન્દાખાર છે, ક્ષુદ્ર વિચારના છે, અને ઉચ્ચ આશયરહિત છે, તે કશું કરી શકવાના નથી. ઉદ્યમથી સર્વ માખતા સિદ્ધ થાય છે.~~
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ॥ नहि सुप्तस्य सिंहस्य मुखे प्रविशन्ति मृगाः ||
દરેક કાર્ય દ્યમથી સિદ્ધ થાય છે, કેવળ મનારથથી સિદ્ધ થતું નથી, સુતેલા સિંહના મુખમાં આવીને મૃગલાં પડતાં નથી, માટે પુરૂષાની પરમ જરૂર છે. જાણકાર અને ધર્મની રૂચિવાળા પુરૂષોની જરૂર છે. કારણ કે આત્માની સાથે આવનાર જ્ઞાન છે. જ્ઞાન એજ ઉચ્ચ ગતિને આપનારૂ છે. જૈનધર્મ દશે દિશાએ ગાજી રહે તેવા પુરૂષાર્થની પરમ જરૂર છે.
For Private And Personal Use Only