________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, તે સત્ય આનંદ મેળવી શકતું નથી. તે શાસ્ત્રને બતાવનારા સદ્દગુરૂઓ હાલ પણ વિચરે છે.
ગીતાર્થ મુનિરાજે પિતાની શક્તિના પ્રમાણમાં અને શ્રોતાવર્ગની શક્તિના પ્રમાણમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારી જ્ઞાન આપે છે. અધિકારી જોઈ ગીતાર્થ મુનિરાજે સજ્ઞાનને બંધ કરે છે. જૈન ધર્મમાં દરેક વિષયને લગતા અનેક ગ્રન્થ વિદ્યમાન છે. અધ્યાત્મ, ગ, નવતત્વ, કર્મ સંબંધી અનેક ગ્રન્થ લખાયેલા છે. કેટલાક ગ્ર વર્તનને–ચારિત્રને લગતા છે. કેટલાક જ્યોતિષ, વૈદક, વ્યવહારને લગતા છે. આ રીતે ગ્રન્થની ખામી નથી, પણ જૈનકોમ વ્યાપારી હેવાથી, અને આ રીતે વિદ્યામાં પાછળ પડેલી હોવાથી, જેને તેવા ઉત્તમ પુસ્તકોને અ
ભ્યાસ કરતા નથી, અને તેથી કેટલાક જૈને પણ ઉચ્ચ તત્વજ્ઞાનને હસી કાઢે છે. જે માણસ તત્ત્વદષ્ટિથી નિહાળે તે સર્વ ધર્મમાંથી સાર ખેંચી કાઢી શકે, એકાંતનય એજ મિથ્યાત્વ છે. સાપેક્ષવૃત્તિ રાખી સત્ય શોધવું અને તેને અનુસરવું એજ સમકિતધર્મ છે. જૈને હમેશાં માધ્યસ્થવૃત્તિ રાખી સત્યની ગષણા કરનાર છે. આત્મા છે, અને તે નિર્લેપ છે, અને કર્મથી ભિન્ન છે એમ જે કહેવાય છે તે નિશ્ચયનયને આધારે છે, પણ નિશ્ચયનયની સાથે વ્યવહારને વિસર જોઈને નથી. દેવ ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણવું અને તે પ્રમાણે
વ્યવહરવું તે વ્યવહારને લીધે છે. વ્યવહારધર્મ બહુ ઉ. પગી છે, પ્રારંભમાં તેના સિવાય એક પણ પગલું આ ગળ ભરી શકાય તેમ નથી. પણ વ્યવહારમાં જ સર્વ સમાયેલું છે, એમ જણાવી જેઓ નિશ્ચયનયને અનાદર કરે છે, તેઓ એક મોટી ભુલ કરે છે. શુદ્ધ આચરણ રાખનારા બહુ ચેડા મળી આવે છે. રાગદ્વેષને જેથી ત્યાગ થાય તે માર્ગનું અવલંબન લેવું એ ઉત્તમોત્તમ માર્ગ છે.
For Private And Personal Use Only