________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માણસા ખાતે અપાયેલી આત્મજ્ઞાનની વ્યાખ્યાનમાળા.
ગુરૂરાજ અધ્યક્ષ મુનિશ્રી બુદ્ધિસાગરજીનું પ્રથમ દિવસ શનિવારના મધ્યાન્હનું પ્રારંભનું વ્યાખ્યાન.
अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥१॥
શ્રી વીરભગવાને કહેલાં ત માગે અને ઉપદેશે આત્માને અનંત લાભ આપનાર છે. આત્મિક ધર્મ શું છે, અને આત્મા અને જડ વસ્તુ વચ્ચે કેવા પ્રકારને સંબંધ છે, એ સત્ય વીતરાગપ્રભુએ પોતાના કેવળ જ્ઞાન દ્વારા જાણીને તેને બંધ જગજનના કલ્યાણ અર્થે આપેલ છે. તેમણે જણાવેલ માર્ગ અસત્ય હોય નહિ, કારણ કે તેઓ રાગદ્વેષરહિત છે. તેઓએ સાતનય, નવતત્વ, સંવર અને આશ્રવનાં કારણે જણાવેલાં છે, અને આ રીતે આ સંસારસમુદ્રમાંથી મુક્ત થવાને માર્ગ દાખવ્યું છે. કેવળ જ્ઞાનીનાં વચન અગમ્ય છે. હાલમાં મનુષ્યજાતિને માટે ભાગ બાહ્ય પ્રવૃત્તિમાં વિશેષ પડેલે છે, બાહ્ય ઉન્નતિને અધિક હોય છે, અને તેથી પોતાનું ખરૂં કર્તવ્ય શું છે, તે સમજતો નથી; તેવા અજ્ઞાનમાં ગોથાં ખાતાં પુરૂને હાલના જમાનાને અનુસરી બોધ આપવાની ખાસ જરૂર છે. પંચમકાલમાં કેવળજ્ઞાની પુરૂષના અભાવે તેમની વાણું, અને તે વાણુને પ્રરૂપનારા ગુરૂએ જ આધારભૂત છે, માટે જે મનુષ્ય તે આગમને અભ્યાસ કરી અથવા ગુરૂ મુખે તે સાંભળી હેય અને ઉપાદેય શું છે તે જાણ
For Private And Personal Use Only