Book Title: Adhyatma Vaibhav1
Author(s): Rajkumar Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧. ભગવાન આત્મા Tછે (1) છે. Apr (૧) સમયસાર કહેતા ભગવાન આત્મા જિનરાજ છે. જિનરાજ પર્યાય જે થાય છે તે જિનરાજ-સ્વરૂપમાંથી થાય છે. અહીં તો કહે છે કે આત્માનું સ્વરૂપ જ જિનરાજ છે. (૧-૮) (૨) પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા તો પૂર્ણાનંદનો નાથ છે. પર્યાય તરફના વલણને-લક્ષને છોડીને એક સમયની પર્યાયથી પણ અધિક અને રાગની પર્યાયથી પણ અધિક (ભિન્ન) એવા આત્મ-ભગવાનનો આશ્રય કરવો, એને ઉપાદેય કરવો એ એને નમસ્કાર છે. (૧-૧૦) અરેરે ! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુઃખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો-રાંકો થઈને રખડે છે. પોતાની બાદશાહી શક્તિની ખબર નથી. પોતે બાદશાહ? હા, ભાઈ ! ભગવાન પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો જે સ્વીકાર કરે તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખસ્વરૂપ પર્યાય પ્રગટે છે. (૧-૧૬) (૪). આ પ્રગટ થયેલ શુદ્ધાત્માનાં નામ છે. આ શુદ્ધ ચૈતન્ય ભગવાન નિત્ય “નિરંજન” છે. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયમાં ‘નિરંજન' છે. અંજન કહેતાં મેલ જેમાં નથી તે “નિરંજન' કહેવાય છે. સર્વજ્ઞ વીતરાગ પર્યાયમાં “નિષ્કલંક ' છે, એમ ભગવાન આત્મા વસ્તુપણે “નિષ્કલંક' છે. સર્વજ્ઞ ભગવાન પર્યાયપણે ક્ષય ન પામે એવી “અક્ષય' ચીજ છે, તો આત્મા પોતે સ્વરૂપથી અક્ષય ” છે. | સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ “શુદ્ધ' છે, એ ઇષ્ટદેવ છે. ભગવાન આત્મા પરમાર્થે શુદ્ધ' છે, અને એ જ આત્માને ઈષ્ટ છે. સર્વજ્ઞ પરમાત્મા પર્યાયમાં “બુદ્ધ' છે. એક સમયમાં જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થતાં પોતે અને આખું લોકાલોક જ્ઞાનમાં આવ્યું એવા ભગવાનને “બુદ્ધ' કહે છે. આ ભગવાન આત્મા દ્રવ્ય “બુદ્ધ” છે, જ્ઞાનસ્વરૂપ બુદ્ધની મૂર્તિ છે. સર્વજ્ઞ પરમેશ્વર “અવિનાશી” છે, એમ આ આત્મા પણ અવિનાશી ” છે. એક સમયમાં સર્વજ્ઞદશા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 492