________________
૪ આત્મવિશુદ્ધિ
ઓરડામાં મૂકી, ઓરડો ઘરની અંદર આવ્યો છે ત્યાં તાળુ વાસ્યું. હવે વિચાર કરતાં સમજાશે કે રત્નની ઉપર ઘણાં આવરણો આવેલાં છે છતાં રત્ન જ્યાં છે ત્યાં તો જેમ છે તેમ જ છે, નથી તેમાં ઘટાડો થયો કે નથી તેમાં ફેરફાર થયો. જેવું પ્રથમ પ્રગટ હતું તેવું જ બંધન તે વખતે પણ છે; તેમ જ આત્મા સત્તાગતે જેવો છે તેવો જ પ્રગટ થાય છે
ત્યારે પણ છે. ફેરફાર એટલો થાય છે કે જેવું બહાર પ્રગટ રત્ન દેખાય છે તેવું આ દૃષ્ટિએ સત્તામાં પડેલું દેખી શકાતું નથી. એટલા માટે જ રત્ન ઉપરનાં આવરણો દૂર થાય તો પ્રત્યક્ષ અનુભવ અને ઉપયોગ થઈ શકે છે. તેમ જ સત્તાગત આત્મા પ્રગટ થાય તો આનંદરૂપે તેનો અનુભવ થાય છે અને કર્મબંધનોને લઈને વારંવાર અશાંતિ, જન્મ-મરણ કરવાં પડે છે તે બંધ થઈ જાય છે.
સાત ધાતુના બનેલા આ અચેતન દેહની અંદર રહેવા છતાં કર્મનાં આવરણો દૂર થતાં આત્મા આ વિશ્વને જાણે છે, જુવે છે. જન્મથી માંડીને થયેલા અનુભવો તે સર્વને જે જાણે છે, સંભારે છે, જુવે છે, તે કર્મથી બંધાયેલો છતાં હું આત્મા છું; ત્રણે કાળમાં રહેલી જડ ચૈતન્ય વસ્તુને જે જાણે છે, જુવે છે તે જ્ઞાન સ્વરૂપ હું આત્મા છું. | સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપ સમુદ્રનું મંથન કરવાથી છેવટે આજે શુદ્ધ ચિતૂપ આત્મરત્નની પ્રાપ્તિ થાય છે.