________________
આત્મવિશુદ્ધિ કે ૬૫ મન બે પ્રકારનું છે : એક દ્રવ્ય મન, બીજું ભાવ મન. પુદ્ગલનાં પરમાણુઓનું બનેલું મન તે દ્રવ્ય મન છે, જેમાંથી અનેક આકૃતિઓ બંધાય છે અને આંતર્ દૃષ્ટિથી તે જોવામાં પણ આવે છે. અનેક પ્રકારના વિકલ્પો અને કલ્પનાઓ તે પણ દ્રવ્ય મન છે. ભાવ મન આત્માના ઘરનું છે. તે ઉપયોગરૂપ છે. ઉપયોગ શુભ, શુદ્ધ, અશુભ અને અશુદ્ધ એમ અનેક પ્રકારે છે. શુદ્ધ ઉપયોગ જે કેવળ સહજ સ્વરૂપ નિર્વિકલ્પ રૂપ છે. વીતરાગ દશામાં સાકાર અને નિરાકારરૂપ ઉપયોગ છે. જેમાં કર્મમળનો અભાવ છે તેવા શુદ્ધ ઉપયોગ સિવાયનો શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગ છે તે મલીનતાવાળો છે.
આ ભાવ મન કે જે શુભાશુભ ઉપયોગરૂપ છે, તેને આત્માની મલીનતાવાળી સ્થિતિ કહો તો પણ એક જ વાત છે, આ આત્માને અથવા આ ભાવ મનને શુદ્ધ કરવાની જરૂર છે. આત્માનું કલ્યાણ ઇચ્છનારાઓએ પ્રથમ આ મનને શોધવું જોઈએ, તેમાં રહેલા. મળને દૂર કરવો જોઈએ, જેમ રોગી માણસને મળ શુદ્ધિ કર્યા વિના શરીરની પુષ્ટિ કરનારું રસાયણ પણ કાંઈ ઉપયોગી થતું નથી, તેમ મન શુદ્ધિ કર્યા વિના આત્મજ્ઞાન ફાયદો આપતું નથી. રોગીને પ્રથમ વૈદ્ય લોકો જુલાબ આપી તેનો કોઠો સાફ કરે છે પછી દવા કે રસાયણ જે આપે છે તે તેને ફાયદાકારક થાય છે. તેમ જ્ઞાની ગુરૂઓ રૂપ વૈદ્યો પ્રથમ મનને શુદ્ધ કરવા શુભ કાર્યમાં મનને અખંડ પ્રવૃત્તિ કરાવવા રૂપ