________________
આત્મવિશુદ્ધિ જ ૧૦૯ કહેવામાં આવી છે. અને બાહ્ય આલંબનની અપેક્ષાએ આમાં નિરાલંબનતા જણાવી છે, નહિતર હું શુદ્ધ ચિતૂપ છું' આ વાક્યનું સ્મરણ મનન તે પણ આલંબન જ છે.
અનુક્રમનો, ક્રિયાની મુખ્યતાવાળો અને આત્મ લક્ષ સાથેનો કિટિકાગતિવાળો માર્ગ સુગમ છે. એટલે દરેક જાતના જીવો આ માર્ગમાં ચાલી શકે છે, છતાં લાંબો તો છે. એટલે લાંબે કાળે પહોંચી શકાય. આ માર્ગે અનંત જીવો મોક્ષે પહોંચ્યા છે.
જે સંસારથી ઉદ્ધજીત થયેલા અને મોક્ષની રૂચિવાળા જીવો હોય છે તેને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય સુગમ થઈ પડે છે. “હું જ્ઞાન–સ્વરૂપ છું એ વાક્ય લઈને તેમાં અખંડ - ઉપયોગ રાખી સતત્ પ્રયત્ન કરી આગળ વધવાનું વિષમ કાર્ય કોઈ કોઈ નિકટ ભવીને જ પ્રાપ્ત થાય છે.
શુદ્ધ ચિતૂપમાં લય પામનારા નિર્વિકલ્પ દશાવાળા યોગીઓને કર્મનો ક્ષય અને તાત્ત્વિક સુખ એક સાથે પ્રાપ્ત થાય છે. હું શુદ્ધ ચિતૂપ છું શુદ્ધ આત્મા છું' “સોહે, જે પરમાત્મા તે હું છું.” આ સ્મરણ કરવાથી બીજા રાગદ્વેષાદિ ભાવથી મુક્ત થવાય છે તો આ ભાવના શા માટે ન કરવી? આ ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. શુદ્ધ ચિતૂપના ચિંતનથી ક્ષણે ક્ષણે આત્મા કર્મનાં બંધનોથી છૂટતો જાય છે, અને તે સિવાય પુદ્ગલિક વસ્તુના ચિંતનથી બંધાતો જાય છે તેમાં જરા પણ શંકા જેવું નથી.