Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 128
________________ આત્મવિશુદ્ધિ જ ૧૧૩ હું એકલો છું, મારું કોઈ નથી. હું પણ કોઈનો નથી એમ દીનતા રહિત ચિત્તવાળો થઈ એટલે પ્રસન્ન ચિત્ત આત્માને શિખામણ આપે. - જ્ઞાન દર્શન કરી સહિત અને શાશ્વતો એવો મારો આત્મા એકલો છે રાગાદિ પરભાવથી રહિત છે. બાકીના જે સંયોગ લક્ષણવાળા જે ભાવ છે એ તો સર્વ મારા સ્વરૂપથી બાહ્ય છે. શરીર, ધન, કુટુંબ વગેરેનો જે સંયોગએ સંયોગ છે. મૂળ કારણ જેનું એવી દુઃખ પરંપરા આ જીવે અનેક ભવોમાં પ્રાપ્ત કરી છે તેથી દુઃખ પરંપરાના કારણભૂત સર્વ પ્રકારના સંયોગ-સંબંધને હું ત્રિવિધે વોસિરાવું છું. મારી જિંદગી પર્યત અરિહંત એ જ મારા દેવ છે, સુવિહિત સાધુ મુનિરાજ એજ મારા ગુરુ છે, જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલું તત્ત્વ એ જ મારો ધર્મ છે, આ પ્રમાણે મેં યાવજીવ સુધી સમ્યકત્વ અંગીકાર કર્યું છે. હે આત્માઓતમે સઘળા ખમીને અને ખમાવીને મારા પ્રત્યે પણ ખમજો. સિદ્ધ ભગવંતની સાક્ષીએ હું આલોયણા લઉં છું. મારે કોઈ સાથે વેરભાવ નથી. સર્વ જીવો કર્મને વશ થઈને ચૌદ રાજલોકમાં ભટક્યા કરે છે. એ સર્વને મેં ખમાવ્યા છે. તેઓ પણ મારા પ્રત્યે ક્ષમા કરજો. મેં જે જે પાપ કર્મ મનથી બાંધ્યું હોય, વચનથી બોલાયું હોય, દુષ્કૃત્ય કાયાથી કરેલ હોય–તે સર્વ પાપકર્મ મિથ્યા હો.

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132