________________
આત્મવિશુદ્ધિ જ ૧૧૧ આવા જીવોએ આત્મભાનને જાગૃત કરાવે તેવા સદ્ભરૂનો આશ્રય કરી તેઓ જે રસ્તો બતાવે તે રસ્તે આજ્ઞારુચિ થઈને ચાલવું. પોતાનું ડહાપણ ન કરવું. તેથી તેમની લાયકાતમાં વધારો થશે અને તે જ્ઞાની ગુરુની નિશ્રાએ અને આજ્ઞાએ રહેતા હોવાથી, તેમના કહેવા પ્રમાણે જ વર્તન કરતાં તેઓની સદ્ગતિ થશે અને અનુક્રમે જ્ઞાની પુરુષોએ સેવેલો આ મહાન્ પવિત્ર માર્ગ તેમના હાથમાં પણ આવશે. આ અનુક્રમવાળા કિટિકા ગતિવાળા માર્ગે પ્રવૃત્તિ કરતાં એક વખત એવો પણ આવશે કે તે મહાન્ પુરુષોની માફક આ આકાશી વિહંગમ માર્ગ માટે પણ લાયક બનશે અને આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરી શકશે. इतिश्री तपागच्छिय गच्छाधिपति श्रीमान् मुक्तिविजयगणि शिष्य आचार्य महाराजश्री विजयकमलसूरीणां शिष्येन आचार्यश्री विजयकेशरसूरिणा संकलितो सुसंस्कारितो आत्मविशुद्धि नामकग्रंथः विक्रिमिय संवत एकोनविंशति सत व्यशितिसंवत्सरे मार्गशिर्ष शुक्लतृतीयायां भावनगर बंदरे समाप्तः लेखक वाचकयोः शुभंभवतु । ॐ शान्तिः शान्तिः शान्तिः