Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 127
________________ ૧૨ આત્મવિશુદ્ધિ સંથાશ પીઠ્ઠી આ રાત્રિને વિષે જો મારા આ દેહ સંબંધી પ્રમાદ મરણ થાય તો અત્યારથી અનશન વગેરે, ચાર પ્રકારનો આહાર, ઉપધિ, શરીર એ સર્વને ત્રિવિધે એટલે મન, વચન અને કાયાથી હું વોસિરાવું છું. મારે ચાર માંગલિક છે –એક શ્રી અરિહંત માંગલિક છે, બીજા સિદ્ધ માંગલિક છે, ત્રીજા સાધુ માંગલિક છે અને ચોથો કેવલી ભગવંતે પ્રરૂપેલો શ્રુતચારિત્રરૂપ ધર્મ માંગલિક છે. લોકમાં ચાર વસ્તુ ઉત્તમ છે. લોકમાં અરિહંત ઉત્તમ છે, લોકમાં સિદ્ધ ઉત્તમ છે, લોકમાં સાધુ ઉત્તમ છે, લોકમાં કેવલી ભગવંતે પ્રરૂપેલો ધર્મ ઉત્તમ છે. હું ચાર શરણને અંગીકાર કરું છું. શ્રી અરિહંતના શરણને અંગીકાર કરું છું, શ્રી સિદ્ધના શરણને અંગીકાર કરું છું, સાધુ-મુનિરાજના શરણને અંગીકાર કરું છું અને કેવલી ભગવંતે પ્રસ્પેલા ધર્મના શરણને અંગીકાર કરું છું. જીવહિંસા, અસત્ય વચન, ચોરી, મૈથુન, દ્રવ્યની મૂચ્છ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (પરને આળ દેવું), પૈશૂન્ય(ચાડી ખાવી), રતિ, અરતિ, પરપરીવાદ, માયા મૃષા, મિથ્યાત્વશલ્ય–આ અઢાર પાપસ્થાનક મોક્ષમાર્ગનો સંસર્ગ મેળવવામાં વિદનભૂત છે અને નરક નિગોદાદિ દુર્ગતિના કારણ છે. માટે હે જીવ! એ અઢાર પાપસ્થાનકને તું વોસિરાવ એટલે ત્યાગ કર.

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132