Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/005935/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શી આભ વિશુદ્ધિ * લેખક ? આચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરિજી મહારાજ « પ્રસિદ્ધકર્તા * શ્રી જેના આત્માનંદ સભા ભાવનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી શ્રી આભ વિશુદ્ધિ .... જેમાં ...... (આત્માનું સ્વરૂપ, આરાધન, આત્મ પ્રાપ્તિના સાધનો વિગેરે આત્માના ઉચ્ચ આદર્શ બતાવેલ છે.) * લેખક * આચાર્ય શ્રીમદ્ વિજયકેશરસૂરિજી મહારાજ ક * સૌજન્ય : પૂ.સા.શ્રી પ્રમુદિતાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રીમતિ પ્રવીણાબેન હર્ષદરાય શાહ * છપાવી પ્રસિદ્ધ કર્તા * શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર તું વીર સં. ૨૫૩૯ આત્મ સં: ૧૧૮ વિ.સં. ૨૦૬૯ ૪જી Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન : શ્રી જૈન આત્માનંદ સભા ખારગેટ ભાવનગર૩૬૪૦૦૧ ફોન નં. : ૦૨૭૮ ૨૫૨૧૬૯૮ * સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન પ્રથમ આવૃત્તિ દ્વિતીય આવૃત્તિ તૃતીય આવૃત્તિ વિ.સં. ૧૯૮૩ વિ.સં. ૨૦૪૨ વિ.સં. ૨૦૬૯ પ્રત : ૧૦૦૦ મૂલ્ય: ૨૫=00 મુદ્રણસ્થાન સ્મૃતિ ઓક્સેટ સોનગઢ-૩૬૪૨૫૦ (જિ. ભાવનગર) ફોન : (૦૨૮૪૬-૨૪૪૦૮૧) Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रीमद् आचार्य महाराज श्री विजयकेशर सूरीश्वरजी. योगशास्त्र, ध्यानदीपीका, सम्यकदर्शन, गृहस्थधर्म, मलयसुंदरी, आनंद अने प्रभु महावीर, महावीर तत्त्वप्रकाश, आत्मविशुद्धि इत्यादिना कर्ता. जन्म सं. १९३३, दीक्षा १९५०, पं. पद १९६३, आचार्य पद १९८३, स्वर्गगमन १९८७ Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી જૈન આત્માનંદ સભા અનેક વર્ષોથી જૈન સાહિત્ય પ્રકાશન અંગેનું કાર્ય કરી રહી છે. આ આત્મ વિશુદ્ધિ ગ્રંથ કે જેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્માનું આરાધન, આત્મ પ્રાપ્તિના સાધનો, વિકલ્પોથી થતું દુઃખ, જીવનો પશ્ચાત્તાપ વિગેરે વિષયોથી ભરપૂર સારી, સરળ અને સમજાય તેવી ગુજરાતી ભાષામાં આ ગ્રંથ આચાર્ય શ્રીમદ્ વિજય કેશરસૂરિજી મહારાજ સાહેબે લખેલ છે. આ ગ્રંથ આત્મ સ્વરૂપની જાગૃતિ આપે તેવો છે. ગ્રંથ ઘણો નાનો છે છતાં ઉપયોગી વિષયોથી ભરપૂર છે. આ ગ્રંથના અઢાર પ્રકરણો છે. આ ગ્રંથનું આત્મ વિશુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. કેમ કે આ ગ્રંથની અંદર વસ્તુ તત્ત્વનો નિશ્ચય કરાવીને જીવને પોતાના ખરા કર્તવ્ય તરફ દોરવામાં આવે છે. માયાના ખરા સ્વરૂપને સમજીને જીવ તે તરફ પાછો હઠી પોતાના સત્ય સ્વરૂપ આત્મા તરફ વળે તે આ ગ્રંથનો ઉદ્દેશ છે. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ વિક્રમ સંવત ૧૯૮૩માં અને દ્વિતીય આવૃત્તિ વિ.સં. ૨૦૪રમાં શ્રી જૈન આત્માનંદ સભાભાવનગર દ્વારા પ્રકાશિત થઈ હતી. પણ હવે તેની પ્રતો અલભ્ય બનતાં, તેમજ ઘણા વાચક વર્ગ તરફથી તેની માંગ Page #7 -------------------------------------------------------------------------- ________________ (૪) થતા શ્રી જૈન આત્માનંદ સભાએ તૃતીય આવૃત્તિ પ્રગટ કરેલ છે. વાચકવર્ગ આ ગ્રંથનું પઠન-પાઠન કરી આત્મ વિશુદ્ધિ પ્રાપ્ત કરે તે જ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. આ ગ્રંથમાં શરતચૂક, પ્રેસ ભૂલ કે દૃષ્ટિ દોષને લઈને કોઈ સ્થળે કોઈ જાતની સ્કૂલના થઈ હોય તો તે માટે અમે ક્ષમા યાચીએ છીએ. (મા.મંત્રી) સં. ૨૦૬૯, ચૈત્ર માસ હર્ષદ કાંતીલાલ શાહ સને ૨૦૧૩, એપ્રિલ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર Page #8 -------------------------------------------------------------------------- ________________ ૐ મર્દનમ: II પ્રસ્તાવના આ વિશ્વમાં જ્યાં જ્યાં નજર કરવામાં આવે છે ત્યાં ત્યાં સર્વ સ્થળે જીવો ત્રિવિધ તાપથી તપેલા જોવામાં આવે છે. પછી તે સામાન્ય મનુષ્ય હોય કે મોટો રાજા મહારાજા હોય પણ કોઈને કોઈ દુઃખથી તે પીડાતો જ હોય છે, વધારે સંપત્તિ કે ઉપાધિવાળાને વધારે દુઃખ અને થોડી સંપત્તિ કે ઉપાધિવાળાને થોડું પણ દુઃખ હોય છે. આત્મા સિવાય એક એવી વસ્તુ છે કે જેની સર્વ જીવોને જરૂરીયાત મનાણી છે. અને તેને મેળવવા સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે. આ વસ્તુ મેળવતાં અને મેળવ્યા પછી તેનો ઉપયોગ કરવામાં કે તેનું રક્ષણ કરવામાં જીવને જીવનનો મોટો ભાગ તેની પાછળ ખરચવો પડે છે, છતાં તે વસ્તુથી છેવટે તો આ જીવ નિરાશ જ થાય છે, કેમ કે તે વસ્તુ તેનું રોગથી, વ્હાલાના વિયોગથી, વૃદ્ધાવસ્થાથી કે મરણથી રક્ષણ કરી શકતી નથી. છેવટે નિરાશ થયેલ જીવ આ સર્વ દુઃખથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, આ મુક્તિ આ વસ્તુઓની હૈયાતિથી મળતી નથી પણ તેનો ત્યાગ કરવાથી જ મળે છે. તેના તરફના મોહ મમત્વવાળા સ્નેહભાવનો ત્યાગ કરવાથી જ મળે છે, આ છેવટના નિશ્ચયવાળું જ્ઞાન છે. આ જ્ઞાન થયા પછી તે સર્વસ્વના ત્યાગ માટે તેને પુરૂષાર્થ કરવો પડે છે. આ ત્યાગ કાંઈ માથે Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ઉપાડેલો બોજો ફેંકી દેવા જેટલો સહેલો નથી. પણ યુક્તિ પૂર્વક ધીમે ધીમે પોતાની લાયકાત પ્રમાણે ત્યાગ કરવાની જરૂર પડે છે. આસક્તિ અને જરૂરીયાતો ઓછી કર્યા વિનાનો ત્યાગ રૂપાંતરે તેને ફસાવનારો, અને અજ્ઞાન તથા અભિમાન વધારનારો થાય છે. વસ્તુતત્ત્વના નિશ્ચય પછીનો ત્યાગ, પોતાના ખરા કર્તવ્યને સમજ્યા પછીનો ત્યાગ તેનો માર્ગ સરલ કરી આપનારો, વિઘ્નોને હઠાવનારો અને આત્માની નિર્મળતા કરાવી આપનારો થાય છે. આ ગ્રંથનો ઉદ્દેશ એ જ છે. અને એટલા માટે આ ગ્રંથનું આત્મ વિશુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. કેમ કે આ ગ્રંથની અંદર વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવીને જીવને પોતાના ખરા કર્તવ્ય તરફ દોરવામાં આવેલ છે. આ માયાના ખરા સ્વરૂપને સમજીને જીવ તે તરફથી પાછો હઠી પોતાના સત્ય સ્વરૂપ આત્મા તરફ વળે તે આ ગ્રંથનો ઉદ્દેશ છે. માયાના—પુદ્ગલના ત્યાગ વિના આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી. માયા, અજ્ઞાન, કર્મો, પુદ્ગલો, આસક્તિ વિગેરે જે કાંઈ આત્માને આવરણ રૂપ થઈને તેના ખરા સ્વરૂપને પ્રગટ કરવા દેતું નથી તેનો ત્યાગ કરવો જ જોઈએ, એ આ ગ્રંથનો વિષય છે. એટલા માટે જુદાં જુદાં સાધનો દ્વારા શુદ્ધ આત્માને પ્રગટ કરવાનું આ ગ્રંથમાં બતાવવામાં આવેલ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ (૭) આ ગ્રંથ ઘણો નાનો છે, છતાં ઉપયોગી વિષયોથી ભરપૂર છે. આ ગ્રંથનાં અઢાર પ્રકરણો છે. જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે તે શુદ્ધ આત્માનું પ્રતિપાદન કરનાર પ્રથમ પ્રકરણ છે. આ શુદ્ધ આત્મા જ આરાધવા યોગ્ય છે, બાકી વગર ઉપદેશે પણ જીવો માયાની આરાધના તો કરી રહ્યા જ છે એટલે શુદ્ધ આત્માના આરાધના કરવાનો ઉત્સાહ ઉત્પન્ન કરનાર બીજું પ્રકરણ છે. આ શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં ઉપયોગી સાધનોની જરૂરીયાત જીવોને હોય છે. તેના વિના આરાધના કેવી રીતે કરી શકાય? તેટલા માટે ત્રીજા પ્રકરણમાં આત્મપ્રાપ્તિનાં સાધનો બતાવવામાં આવ્યાં છે. આ સાધનોમાં મનના અનેક પ્રકારનાં વિકલ્પો આડે આવે છે. આ વિકલ્પો એ જ દુઃખનું બીજ છે તે સમજાવવા માટે ચોથું પ્રકરણ આપવામાં આવેલ છે. વિકલ્પો એ જ દુઃખનું બીજ છે એમ જ્યારે જીવને બરોબર સમજાય છે ત્યારે જીવ પોતાની પાછલી જીંદગી અને તેમાં કરેલાં સત્ય માર્ગથી વિરૂદ્ધ વર્તનો યાદ કરીને તેનો પશ્ચાત્તાપ કરે છે, તે બાબતને જણાવનારું પાંચમું પ્રકરણ છે. આમ પોતાના ખરા જીવનનો દુરૂપયોગ કરનાર પશ્ચાત્તાપ કરીને નિરાશ ન થઈ જાય પણ શૂરવીર થઈને થયેલી ભૂલોને સુધારે અને પ્રભુના માર્ગમાં આગળ વધે તેટલા માટે જાગૃત થયેલ આત્મા આગળ વધવા માટે આત્મસ્મરણની પ્રતિજ્ઞા કરે છે એ વાતને જણાવનારૂં છઠું પ્રકરણ આપવામાં આવેલ છે. આત્મસ્મરણની પ્રતિજ્ઞા કરનાર જીવ જો પોતાને કરવા યોગ્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) માર્ગનો અજાણ હોય તો આત્મસ્મરણથી પ્રગટ થતી શક્તિનો ઉપયોગ એક માર્ગે કરી બેસે, અથવા એકલા વ્યવહારને માર્ગે દોરવાઈ જઈ ખરૂં કર્તવ્ય ભૂલી જાય અથવા એકલા નિશ્ચયના માર્ગને જાણીને કર્તવ્ય કરતો અટકી બેસે તેટલા માટે નિશ્ચય અને વ્યવહાર માર્ગની સમજ આપનારું સાતમું પ્રકરણ આપવામાં આવ્યું છે. આ નિશ્ચય અને વ્યવહારને જડ વસ્તુની બનેલી વિવિધ આકૃતિઓમાં તથા ચેતન આત્મામાં બનતા વિવિધ ઉપયોગોમાં યથાયોગ્ય પણે મૂળ વસ્તુનું ભાન કાયમ રાખીને યોજવાની જરૂર છે. જો તેમ કરવામાં ન આવે તો નિશ્ચય વ્યવહારના એકલા જ્ઞાનથી વિશેષ લાભ થતો નથી એટલા માટે આઠમા પ્રકરણમાં જડ ચેતનનો વિવેક બતાવવામાં આવ્યા છે. આમ જડચેતનના વિવેકનું જ્ઞાન કરનાર જીવે મોહનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જો મોહનો ત્યાગ કરવામાં ન આવે તો જડ ચેતનનો વિવેક નકામો છે એ બતાવવા માટે નવમાં પ્રકરણમાં મોહનો ત્યાગ કરવા સંબંધી વિવેચન કરવામાં આવેલ છે. મોહનો ત્યાગ કરનાર જરૂર અહંકારનો ત્યાગ કરે, કેમ કે અહંકાર એ ભવ વૃક્ષનું બીજ છે. અહંવૃત્તિ કામ ક્રોધાદિ મોહના બધા સુભટોનું જીવન છે, તે હોય તો જ તેમની હૈયાતિ છે. અહંકારમાંથી તેમને પોષણ મળે છે માટે દશમા પ્રકરણમાં અહંકારનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે. વ્યવહારમાં મોહ તથા અહંકાર વિગેરેનો ત્યાગ કરનારા મળી આવે છે પણ તેઓ આત્મ તરફ પ્રવૃત્તિ કરતા Page #12 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ન હોવાથી આત્માની ઉજ્વળતા પ્રગટ કરી શકતા નથી. આત્માની ઉપાસના વિના આત્માની નિર્મળતા પ્રગટ થતી નથી એ બતાવવા માટે આત્માની ઉપાસના કરનારા જીવો કોઈક જ હોય છે તે બાબતનું અગીયારમું પ્રકરણ છે. આત્માની ઉપાસના તેના ગુણો દ્વારા બની શકે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણો છે તેની ઉપાસના કરવા માટે જ્ઞાનાદિ રત્નત્રયના સ્વરૂપને બારમા પ્રકરણમાં બતાવવામાં આવેલ છે. જ્ઞાનાદિ રત્નત્રયમાં પ્રવેશ કરવા માટે સાધનોની જરૂર છે. કેમ કે સાધન વિના આત્માની નિર્મળતા થવી મુશ્કેલ છે એટલે તેરમા પ્રકરણમાં વિશુદ્ધિનાં અનેક સાધનો બતાવવામાં આવ્યાં છે; આ સાધનોનું સેવન કરવા છતાં પોતાનું મૂળ સાધ્ય સાધકોએ ભૂલવું ન જોઈએ. મૂળ નિશાન તરફ લક્ષ રાખીને બધાં સાધનો સેવવાં. અને સાધનોનો મૂળ સાધ્ય સાથે સંબંધ જોડાય છે કેમ કે તે બરોબર લક્ષમાં રહે તે માટે ચૌદમા પ્રકરણમાં આત્મલક્ષ રાખવા સાધકોનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. મૂળ સાધ્ય તરફ લક્ષ રાખવા છતાં પૂર્વના લાંબા કાળના સંસ્કારને લીધે વારંવાર આત્મા સિવાય પરદ્રવ્યના ચિંતનમાં મન દોડ્યું જાય છે. તે સંબંધી જાગૃતિ આપવા માટે દઢતાથી પણ પર વસ્તુના ચિંતનનો ત્યાગ કરવાનું પંદરમાં પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) આત્મા નિમિત્તને આધિન છે. નિમિત્તો મળતાં વારંવાર ઉપયોગ બદલાઈ જાય છે, એટલે ઇચ્છા ન છતાં પરદ્રવ્યનું ચિંતન નિમિત્તોના કારણે થઈ જાય છે તે અટકાવવા માટે બાહ્ય નિમિત્તો પણ દૂર કરવાની આ જીવને અમુક હદ સુધી જરૂર છે તે જણાવવા માટે નિર્જન સ્થાન નામનું સોળમું પ્રકરણ કહેવામાં આવ્યું છે. આ નિર્જન સ્થાનમાં રહી જ્ઞાતા અને શેય–જાણવા લાયક પદાર્થો અને જાણનારો એ બે ભાવોનો પરસ્પર લોઢું અને લોહચુંબકની માફક જે ખેંચાણવાળો–આકર્ષણ કરવાવાળો રાગદ્વેષની લાગણીથી સંબંધ જોડાયેલો છે તેને જુદો પાડવા મધ્યસ્થતાવાળા જ્ઞાતા અને દૃષ્ટા ભાવે રહેવા માટે સત્તરમાં પ્રકરણમાં જ્ઞાતા અને શેય સંબંધી હકીકત બતાવવામાં આવી છે. આમ જ્ઞાતા અને શેયનો નિર્ણય કર્યા પછી સાધકના માટે બે માર્ગો પ્રયાણ કરવાના રહે છે. એક ક્રમનો ધીમો માર્ગ, બીજો ઉત્ક્રમનો ઉતાવળો માર્ગ. પોતાની યોગ્યતાનો તપાસ કરીને સાધકે બેમાંથી એક માર્ગ ગ્રહણ કરીને તે માર્ગે પોતાની બધી શક્તિ કામ લગાડવી. આ વાતને જણાવવા માટે કટિકા અને વિહંગમ માર્ગ–એક જમીનનો યા આધારવાળો માર્ગ અને બીજો આકાશી નિરાલંબન માર્ગ અઢારમા પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે, અને આ પ્રમાણે ગ્રંથની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ . ( ૧૧ ) આમ આ પ્રકરણોનો અન્યોઅન્ય કાંઈક સંબંધ છે એમ જણાવવા સાથે આ ગ્રંથનો વિષય બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથના અધિકારી આત્મસુખના અભિલાષી જીવો છે, તેમને આ ગ્રંથમાંથી કાંઈક કર્તવ્યના ભાન થવા સાથે વર્તનમાં મૂકવાનો માર્ગ હાથ લાગે અને તેઓ આ માર્ગે પ્રવૃત્તિ કરી પરમશાંતિ પામે એ આ ગ્રંથ લખનારનો હેતુ છે. આ ગ્રંથ મેં કાંઈ સ્વતંત્ર લખ્યો નથી પણ પૂર્વના અનુભવી મહાનું પુરુષોના સંગ્રહી રાખેલા વિચારોનું દોહન કરીને આત્માર્થી જીવો માટે આ આકારમાં ગોઠવ્યો છે. એટલે ગ્રંથના કર્તા તરીકેનું ખરું માનતો તે મહાત્માઓને ઘટે છે. જે સારૂં તે મહાન્ પુરૂષોનું છે અને તેને આ ભાષામાં ઉતારતાં ભૂલ થઈ હોય તે મારી છે. આ ગ્રંથ ગયા ચાતુર્માસમાં રાણપુર મુકામે તૈયાર કરવામાં આવ્યો હતો, સંવત ૧૯૮૨નું ચાતુર્માસ ભાવનગરમાં રહીને તેમાં સુધારો વધારો કરીને ફરી લખવામાં આવ્યો છે. આ ગ્રંથનો લાભ અનેક મનુષ્યોને આત્મશાંતિ માટે થાય એમ ઇચ્છીને તથા પ્રભુ પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત ૧૯૮૩ લી. માગસર વદ ૫. કેશરવિજયજી. મુ. શિહોર. Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) અનુક્રમણિકા ક્રમ વિષય પૃષ્ઠ ને પ્રકરણ પહેલું.............. શુદ્ધ આત્મા -------- પ્રકરણ બીજું ............ શુદ્ધ આત્માનું આરાધન ------------ પ્રકરણ ત્રીજું................ આત્મ પ્રાપ્તિનાં સાધનો –----------- પ્રકરણ ચોથું .... વિકલ્પથી ઉત્પન્ન થતું દુઃખ ------ પ્રકરણ પાંચમું.. જીવનો પશ્ચાત્તાપ ----------------- પ્રકરણ છઠું.......... આત્મસ્મરણની પ્રતિજ્ઞા ----------- પ્રકરણ સાતમું............ નિશ્ચય અને વ્યવહાર ------------- પ્રકરણ આઠમું. .... જડ ચેતનનો વિવેક --------------- પ્રકરણ નવમું.... ....... મોહનો ત્યાગ --------------------- પ્રકરણ દસમું............. અહંકારનો ત્યાગ ----------------- પ્રકરણ અગિયારમું.... આત્મા ઉપાસકોની દુર્લભતા------ ૪૯ પ્રકરણ બારમું............ જ્ઞાનાદિ રત્નત્રય ------------------ પ્રકરણ તેરમું............... વિશુદ્ધિના સાધનો----------------- પ્રકરણ ચૌદમું........... આત્મલક્ષ------------------------- પ્રકરણ પંદરમું.......... પરચિંતનનો ત્યાગ. --------------- પ્રકરણ સોળમું. .... નિર્જન સ્થાન---- પ્રકરણ સત્તરમું . જ્ઞાતા અને શેય------------------- ૯૧ પ્રકરણ અઢારમું . કિટિકા અને વિહંગમ માર્ગ------- ૯૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧ | $ લઈ નમઃ | આત્મવિશુદ્ધિ પ્રકરણ પહેલું શુદ્ધ આમા अर्थान् यथास्थितान् सर्वान् समं जानाति पश्यति । निराकुलो गुणी योऽसौ, शुद्धचिद्रूप उच्यते ॥१॥ “વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને, જેવી રીતે છે તેવી રીતે બરાબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકુલતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે.” - શુદ્ધ આત્મા સત્તામાંથી પોતાના ખરા સ્વરૂપમાં પ્રકાશિત થાય છે ત્યારે તે દેહ અને કર્મનાં કોઈપણ અણુઓથી વિંટાએલો હોતો નથી. તે એકી વખતે આ વિશ્વને જાણે છે અને જુએ છે. વિશ્વના તમામ પદાર્થોને તેના ખરા સ્વરૂપમાં જાણે છે. તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અને શબ્દરહિત હોવાથી નિરંજન છે. ઇન્દ્રિયો તેને કોઈપણ રીતે ગ્રહણ કરી શકતી નથી. પોતાના અનુભવથી જ તે જાણી શકાય છે. તે શુદ્ધ આત્માને ત્યાગ કરવા યોગ્ય, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨ આત્મવિશુદ્ધિ ગ્રહણ કરવા યોગ્ય કે જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. તેને હવે ધ્યાન કરવા યોગ્ય કોઈ ધ્યેય નથી, કેમ કે પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે, તેનાથી આગળ કોઈ ભૂમિકા ન હોવાથી તે સર્વથી ઉત્કૃષ્ટ તત્ત્વ છે. જ્ઞાતા અને દૃષ્ટા એ આત્માનો સ્વભાવ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થયેલો છે. અન્ય સર્વ દ્રવ્યોથી તે મુક્ત હોવાથી શુદ્ધ છે, નિર્મોહી મનુષ્યોને તે ઘણી સહેલાઈથી પ્રાપ્ત થવા યોગ્ય છે. મોહવાળા પ્રાણીઓ આ આત્માને મેળવી કે અનુભવી શકતા નથી. આ આત્માની આદિ નથી, તેમ તેનો નાશ પણ નથી. અપેક્ષાએ સ્થિતિ ઉત્પત્તિ અને વ્યય સ્વરૂપ છે. આત્મા જ્યારે કોઈ વસ્તુને પોતાના જ્ઞાન દ્વારા એ જુવે છે ત્યારે એ જોવારૂપ ઉપયોગે પરિણમવું તે રૂપે તેની ઉત્પત્તિ છે. જાણવારૂપ ઉપયોગમાંથી ખસીને જોવારૂપ ઉપયોગ પરિણમવું તે તે સ્થિતિનો વ્યય નાશ છે. અને જોવા તથા જાણવાના બન્ને ઉપયોગમાં પોતાની હૈયાતિ હોવી તે તેની સ્થિતિ છે. એમ ઉપયોગની અપેક્ષાએ આત્મા ઉત્પન્ન થાય છે. પૂર્વ ઉપયોગે નાશ પામે છે અને સ્વ સ્વરૂપે કાયમ ટકી રહેતો હોવાથી આત્મા અમર છે. ઉપયોગ બે પ્રકારના છે : એક સાકાર ઉપયોગ અને બીજો નિરાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ તે જ્ઞાન છે. નિરાકાર ઉપયોગ તે દર્શન છે. આત્મા જ્ઞાન દ્વારા પોતાની વિશ્વ પ્રકાશક શક્તિરૂપે પ્રકાશે છે તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન દ્વારા આ વિશ્વને જાણે છે. વિશેષ પ્રકારે જાણવું તે જ્ઞાન છે. સામાન્ય પ્રકારે જાણવું તે Page #18 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૩ દર્શન છે. અથવા સ્વપર સ્વરૂપ વિશ્વ છે તે જ્ઞાનથી જાણવામાં આવે છે. ત્યારે નિરાકાર સ્વરૂપ દર્શન ઉપયોગ આત્મા પોતાના સ્વરૂપમાં લીન રહે છે. જ્યાં સુધી કર્મની સાથે તે જોડાયેલો રહે છે ત્યાં સુધી તે અશુદ્ધ છે અને કર્મથી મુક્ત થતાં તે શુદ્ધ થાય છે. આ વ્યવહારૂ દૃષ્ટિ છે. ખરી રીતે સત્તાગત તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. જેમ કે દૂધની અંદર પાણી ભેળવવામાં આવ્યું હોય છતાં જે દૂધનાં પરમાણુ છે તે દૂધનાં છે અને પાણીનાં પરમાણુ છે તે પાણીનાં જ છે. દૂધ પાણી થતું નથી અને પાણી છે તે દૂધ થતું નથી. હંસની ચાંચ લાગતાં જ દૂધ અને પાણી હતાં તેમ જુદાં થઈ જાય છે, તેમ આત્મા અને કર્મના અણુઓ અનુભવ જ્ઞાન થતાં પોતપોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ રહે છે, અથવા લોટું અગ્નિમાં પડવાથી લાલચોળ જેવું થઈ રહે છે, એકરૂપ થઈ જાય છે. લોઢું અને અગ્નિ એ વખતે જુદાં ન પાડી શકાય તેવાં લાગે છે છતાં બને પોતપોતાના સ્વભાવમાં જુદાં જ છે. અને વિશેષ પવન. લાગવાથી ધીમે ધીમે અગ્નિનાં પરમાણું લોઢાથી અલગ થઈ જાય છે અને બાકી જેવું હતું તેવું લોઢું જ પડ્યું રહે છે. અથવા પાણી નાખવાથી અગ્નિનાં ઉષ્ણ પરમાણુ હવામાં ઉડી જાય છે અને લોઢું જુદું થઈ રહે છે. અથવા એક રત્ન છે, તેના ઉપર રેશમી કપડું લપેઢ્યું, તેને દોરાથી બાંધી એક નાની ડબીમાં મૂક્યું, ડબી નાની પેટીમાં મૂકી, નાની પેટી એક મોટી પેટીમાં મૂકી, મોટી પેટી તેજોરીમાં મૂકી, તેજોરી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૪ આત્મવિશુદ્ધિ ઓરડામાં મૂકી, ઓરડો ઘરની અંદર આવ્યો છે ત્યાં તાળુ વાસ્યું. હવે વિચાર કરતાં સમજાશે કે રત્નની ઉપર ઘણાં આવરણો આવેલાં છે છતાં રત્ન જ્યાં છે ત્યાં તો જેમ છે તેમ જ છે, નથી તેમાં ઘટાડો થયો કે નથી તેમાં ફેરફાર થયો. જેવું પ્રથમ પ્રગટ હતું તેવું જ બંધન તે વખતે પણ છે; તેમ જ આત્મા સત્તાગતે જેવો છે તેવો જ પ્રગટ થાય છે ત્યારે પણ છે. ફેરફાર એટલો થાય છે કે જેવું બહાર પ્રગટ રત્ન દેખાય છે તેવું આ દૃષ્ટિએ સત્તામાં પડેલું દેખી શકાતું નથી. એટલા માટે જ રત્ન ઉપરનાં આવરણો દૂર થાય તો પ્રત્યક્ષ અનુભવ અને ઉપયોગ થઈ શકે છે. તેમ જ સત્તાગત આત્મા પ્રગટ થાય તો આનંદરૂપે તેનો અનુભવ થાય છે અને કર્મબંધનોને લઈને વારંવાર અશાંતિ, જન્મ-મરણ કરવાં પડે છે તે બંધ થઈ જાય છે. સાત ધાતુના બનેલા આ અચેતન દેહની અંદર રહેવા છતાં કર્મનાં આવરણો દૂર થતાં આત્મા આ વિશ્વને જાણે છે, જુવે છે. જન્મથી માંડીને થયેલા અનુભવો તે સર્વને જે જાણે છે, સંભારે છે, જુવે છે, તે કર્મથી બંધાયેલો છતાં હું આત્મા છું; ત્રણે કાળમાં રહેલી જડ ચૈતન્ય વસ્તુને જે જાણે છે, જુવે છે તે જ્ઞાન સ્વરૂપ હું આત્મા છું. | સર્વજ્ઞ ભગવાનની વાણીરૂપ સમુદ્રનું મંથન કરવાથી છેવટે આજે શુદ્ધ ચિતૂપ આત્મરત્નની પ્રાપ્તિ થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ પ્રકરણ બીજું શુદ્ધ આત્માનું આશયન येयाता यांतियास्यति, योगिनः सर्वसंपदं । समाराध्यैवचिद्रूपं, શુદ્ધમાનંવવિર ।।9। “જે યોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે શુદ્ધ અને આનંદના મંદિર સમાન જ્ઞાનસ્વરૂપ આત્માનું આરાધન કરીને જ છે.” જેમ માટી વિના ઘડો ન બને, સુતર વિના વસ્ત્ર ન થાય, ધાતુ વિના ઘરેણાં ન બને, લાકડાં વિના ગાડું ન થાય અને બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ન બને, તેમ બીજાં અનેક મદદગાર હોવા છતાં શુદ્ધ આત્માના સ્મરણ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મોક્ષવૃક્ષનું બીજ છે, સંસાર સમુદ્ર તરવાની તે નાવ છે. દુઃખરૂપ અટવીને બાળનાર અગ્નિ છે. કર્મોથી ભય પામેલાનું રક્ષણ કરનાર કિલ્લા સમાન છે. વિકલ્પોરૂપી ધુડને ઉડાડી દેનાર વાયુ છે. આત્મ સ્મરણથી પાપનો નિરોધ થાય છે. મોહને જીતવાનું તે બળવાન્ શસ્ત્ર છે. અશુદ્ધ પરિણામરૂપ રોગનું તે અવંધ્ય ઔષધ છે અને તપ, વિદ્યા તથા ગુણોને રહેવાના ઘર સમાન છે. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્માના ધ્યાનથી જે કાંઈ આનંદ પ્રગટે છે તેના એક અંશ જેટલો પણ આનંદ આ દુનિયાના Page #21 -------------------------------------------------------------------------- ________________ ૬ આત્મવિશુદ્ધિ સ્વામીને પ્રાપ્ત થતો નથી. શુદ્ધ આત્માના સ્મરણથી આત્મિક સુખ થાય છે, મોહ અંધકાર દૂર થાય છે, આવતા આશ્રવ કર્મને આવવાના માર્ગો રોકાય છે, દુષ્કર્મનો નાશ થાય છે. વિશુદ્ધિ વધે છે, ભગવાનની તાત્ત્વિક આરાધના થાય છે, જ્ઞાનદર્શન–ચારિત્રની પ્રાપ્તિ થાય છે, મનુષ્ય જન્મ સફળ થાય છે, સંસારના ભયનો નાશ થાય છે, સમતા વધે છે. પુરુષોનો મેળાપ થાય છે અને યશ કીર્તિમાં વધારો થાય છે. શુદ્ધ આત્મભાવમાં રહેનારમાં શ્રુતજ્ઞાન, વિરતિભાવ અને શિયળ ગુણ પ્રગટે છે, ઇન્દ્રિયોનો જય થાય છે, તપ વધે છે, સમ્યક્દષ્ટિ ખુલે છે, સદ્ભાવના વધે છે, મૂળ ઉત્તમ ગુણો રૂપ ધર્મ નજીક આવે છે, ઉત્તમ ગુણોનો સમુદાય પ્રગટે છે, પાપ ઓછું થાય છે, બાહ્ય-અત્યંતર સંગમાંથી આસક્તિ ઘટે છે, ઉગ્ર ઉપસર્ગો દૂર થાય છે અને અંતરંગ વિશુદ્ધિમાં વધારો થાય છે. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તેના જેવું કોઈ ઉત્તમ તીર્થ નથી. શ્રુત સમુદ્રથી ઉત્પન્ન થયેલું તે ઉત્તમ રત્ન છે. શુદ્ધ આત્માનું સ્મરણ એ સુખનું નિધાન છે, મોક્ષનું શીઘગામી વાહન છે. પહાડોમાં જેમ મેરૂપર્વત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, વાતોમાં સુવર્ણ, પીવાલાયક પદાર્થોમાં અમૃત, મણિમાં ચિંતામણિ, પ્રમાણિક પુરુષોમાં તીર્થકર, ગાયોમાં કામધેનુ, Page #22 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ૭ મનુષ્યોમાં ચક્રવર્તી અને દેવોમાં ઈન્દ્ર ઉત્તમ છે તેમ સર્વ પ્રકારનાં ચિંતનમાં અને સર્વ પ્રકારના ધ્યાનમાં શુદ્ધ આત્માનું ચિંતન અને તેનું ધ્યાન સર્વથી ઉત્તમ છે. જેઓને આ શુદ્ધ ચિતૂપ આત્માની પ્રાપ્તિ થાય છે તેઓને નવ નિધાન, કલ્પવૃક્ષો, કામધેનુ, ચિંતામણિ, દેવાંગનાઓનો સમાગમ, સુખદાઈ ભોગોની પ્રાપ્તિ, લબ્ધિઓ અને ઇન્દ્રાદિકની ઋદ્ધિ ઇત્યાદિ દુર્લભ વસ્તુઓ કાંઈ પણ સંતોષ આપી શકતી નથી. કોઈ મનુષ્ય અસુંદર રૂપવાળો, કાન વિનાનો, વામણો, કુબડો, નાક છેદાયેલો, અમધુર કંઠવાળો, મુંગો, હાથ–પગ વિનાનો, ભણ્યા વિનાનો, બહેરો અને કોઢાદિ રોગવાળો હોય છતાં પણ જો તે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારો હોય તો તે આત્મભાન ભૂલેલા વિદ્વાનો કરતાં પણ વિશેષ પ્રસંશા કરવાને લાયક છે. હે આત્મદેવ! તું તારા જ્ઞાન સ્વરૂપ આત્માનું દરેક ક્ષણે સ્મરણ કર, તેના સ્મરણથી તત્કાળ કર્મોનો ક્ષય થાય છે, હું શુદ્ધ ચિતૂપ છું' હું શુદ્ધાત્મા છું. “શુદ્ધવિદ્ગપોડÉ આ શબ્દના જેવું ઉત્તમ સ્મરણ વિશ્વમાં બીજું કોઈ નથી. એના અર્થનો ભાસ મનમાં થાય તેવી રીતે આ શબ્દનો જાપ કરવો, મનને તેમાં એકતાર કરવું તે જ શુદ્ધ આત્માનું સ્મરણ છે. ભગવાનનાં કથન કરેલા દ્વાદશાંગરૂપ બાહ્યશ્રુતમાં આ ચિતૂપ જ ગ્રહણ કરવા યોગ્ય છે. જે Page #23 -------------------------------------------------------------------------- ________________ ૮ * આત્મવિશુદ્ધિ યોગીઓ શુદ્ધ આનંદમંદિરમાં ગયા છે, જાય છે અને જશે તે સર્વ આ શુદ્ધ ચિદ્રૂપનું આરાધન કરીને જ તે સ્થિતિ પામ્યા છે. વિશ્વમાં એવો કોઈ પણ બળવાન દોષ નથી કે જે આ શુદ્ધ આત્માનું સ્મરણ કરનારમાં ટકી શકે અને એવો કોઈ પણ ગુણ નથી કે શુદ્ધાત્માનું સ્મરણ કરનારમાં તે પ્રગટ ન થાય અર્થાત્ શુદ્ધાત્માના સ્મરણથી સર્વ દોષો નાશ પામે છે અને સર્વ ગુણો પ્રગટ થાય છે, જે નિરંતર શુદ્ધાત્માનું સ્મરણ કરે છે તેણે પગથી ચાલીને બધી તીર્થ ભૂમિઓ સ્પર્શ કરી લીધી એમ સમજવું. અરે! આ શુદ્ધાત્માનું સ્મરણ કરનારને દેવો પણ નમન કરે છે અને તેની સેવા પણ કરે છે. લોઢાથી લોઢાનું પાત્ર બને છે અને સોનાથી સોનાનું પાત્ર બને છે એમ શુદ્ધ આત્માના સ્મરણથી આત્મા પરમાત્મરૂપ થાય છે ત્યારે જડ માયાનું સ્મરણ કરવાથી આત્મા અજ્ઞાનરૂપે પરિણમે છે અને વારંવાર દેહ ધારણ કરે છે. શુદ્ધ આત્મામાં મગ્ન થયેલામાં બીજું પુસ્તકોનું જ્ઞાન ન હોવા છતાં તે જ્ઞાની છે, કેમ કે છેવટે આત્મજ્ઞાન જ આત્મ કલ્યાણ કરનાર છે. હે આત્મ દેવ! હવે તમે જાગો, ઉઠો, અને આ સાત ધાતુમય મળમૂત્રના ભાજનરૂપ જે શરીર છે તેને શુદ્ધ આત્માનું સ્મરણ કરવાવડે જગતને પૂજનિક બનાવો. Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ તે પ્રકરણ ત્રીજું આભ પ્રાપ્તિનાં સાધળી चिद्रूपः केवलः शुद्ध आनंदात्मेत्यहंस्मर । मुक्त्यै सर्वज्ञोपदेशः श्लोकार्धन निरूपितः ॥१॥ “મોક્ષ માટે સર્વજ્ઞાનો ઉપદેશ અર્ધશ્લોકમાં કહેલો છે કે કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનું સ્મરણ કરો.” કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો તેમાં એક સાધન મુખ્ય હોય છે કે જેના વિના ચાલી શકે જ નહિ. ત્યારે બીજાં અનેક સાધનો ગૌણ તરીકે મદદગાર હોય છે. એટલે મૂળ ઉપાદાન કારણ એક હોય છે અને નિમિત્ત કારણો અનેક હોય છે. તે બન્નેની મદદથી કાર્ય સિદ્ધ થાય છે. અહીં આત્મા એ જ પરમાત્મા થાય છે એટલે આત્માનું સ્મરણ કરવું. દરેક ક્ષણે આત્માકારે પરિણમવું એ ઉપાદાન કારણ હોઈ તે મુખ્ય છે, અને હૃદયની વિશુદ્ધિ કરવા માટે અનેક નિમિત્ત કારણોની જરૂરિયાત રહે છે. ઉપર આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા હું છું—એનું સ્મરણ કરવાનું બતાવી હૃદય વિશુદ્ધિમાં ઉપયોગી બીજાં સાધનો બતાવે છે કે, તમે જિનેશ્વર ભગવાન કે જે શુદ્ધ આત્માનો આદર્શ છે તેના જેવું તમારે થવાનું છે, તેનું સ્નાન કરો, તેમની પૂજા કરો, તેમના ગુણોની સ્તુતિ કરો, તેમના નામનો જાપ કરો, તેમનું મંદિર બંધાવો, સાધુ સંતોને દાન Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૦ * આત્મવિશુદ્ધિ આપો, આત્મ જાગૃતિ થાય તેવું જ્ઞાન ભણો, ઇન્દ્રિયોનો જય કરો, ગૃહસ્થનાં વ્રતો અથવા ત્યાગ માર્ગનાં વ્રતો ગ્રહણ કરો, બ્રહ્મચર્ય પાળો, તીર્થ ભૂમિમાં પ્રવાસ કરો, સંયમ પાલન કરો, ધ્યાન કરો, ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ પાળો. આ સર્વે શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં મદદગાર ઉપાયો છે. દેવ, ગુરૂ, જ્ઞાન, તીર્થ અને પ્રભુની આકૃતિ આ શુદ્ધ આત્માનું ધ્યાન ધરવામાં ઉપયોગી સાધનો છે, માટે બુદ્ધિમાનોએ વારંવાર તેની સેવા કરવી. શુદ્ધ આત્માનું સ્મરણ કાયમ બન્યું રહે તે માટે તેમાં વિઘ્નરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને લાગણીઓનો ત્યાગ કરવો અને આત્માને માટે હિતકારી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવાળા સાધનો ગ્રહણ કરવાં. આ શુદ્ધ આત્માના અખંડ સ્મરણ માટે જ્ઞાની પુરુષો સર્વત્ર નિઃસ્પૃહ થઈને સંગનો ત્યાગ કરીને નિર્જન વનમાં કે પહાડોની ગુફામાં જઈને બેસે છે, કેમ કે જ્યાં સંગ છે ત્યાં જરૂર ચિંતા પ્રગટે છે, અને આત્મા સિવાય અન્ય કાર્યની ચિંતા શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વતને ભાંગવામાં વજ્રની માફક કાર્ય કરે છે. તેમ જ આત્મ ધ્યાનરૂપ સૂર્ય અત્યંત નિર્મળ હોય છે છતાં મનુષ્યોની સોબતથી ઉત્પન્ન થતાં વિકલ્પોરૂપ વાદળોથી તે ઢંકાઈ જાય છે માટે સર્વ સંગ અને સર્વ વિકલ્પોનો ત્યાગ કરવાની આત્મ પ્રાપ્તિમાં મુખ્ય જરૂરિયાત છે. આ સાથે શુદ્ધ આત્માનું ધ્યાન કરનારમાં લાયકાતની Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૧ પણ જરૂરિયાત છે, ગમે તેટલો પુરુષાર્થ કરવા છતાં વાંઝણીને પુત્રની પ્રાપ્તિ થતી નથી, ગધેડાને શીંગડાં ઉગતા નથી તેમ અભવ્ય જીવોમાં શુદ્ધ ચિતૂપના ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જેમ અજીર્ણના વિકારવાળાને અન્નની રૂચિ થતી નથી તેમ દૂરભવ્ય જીવોને શુદ્ધ ચિતૂપ આત્માના ધ્યાનની રૂચિ થતી નથી. જેમ પિતા વિના પુત્રાદિની ઉત્પત્તિ સંભવતી નથી તેમ ભેદજ્ઞાન વિના શુદ્ધ આત્માની પ્રાપ્તિ સંભવે નહીં. ક્રિયામાં, શરીરમાં અને સર્વ સંગમાં નિર્મમતારૂપ માતા હોય તો જ આત્મ ધ્યાનરૂપ પુત્રની પ્રસૂતિ થાય. માતા વિના પુત્રની પ્રસૂતિ ન હોય તેમ વિશ્વના સર્વ પદાર્થોમાંથી મમતાભાવ ગયા વિના આત્મધ્યાન પ્રગટ ન જ થાય. ચિંતા વિનાનું હૃદય, જીવોના સંસર્ગ વિનાનું સ્થાન, - થોડા ભવમાં મોક્ષ જવાની લાયકાતવાળી આસન્નભવ્યતા, જડ ચૈતન્યના વિવેકવાળું ભેદજ્ઞાન અને પરભાવમાં મમતા વિનાનું જીવન આ સર્વ આત્મ પ્રાપ્તિ થવાનાં સાધનો છે. જ્ઞાની પુરુષો પોતે જ્ઞાતા અને દષ્ટારૂપે આ વિશ્વને જાણતા અને જોતા હોવાથી આ વિશ્વના કોઈપણ પદાર્થો તેને પોતા તરફ આકર્ષી શકતા નથી. દેવો અને દેવાંગનાઓ, સુંદર પુરુષો અને સ્ત્રીઓ, મોહક પશુ પક્ષીઓ, તેઓની સ્થિતિ, ગતિ, વચનો, નૃત્યો, સમજ શક્તિ અને શૃંગારાદિ એ સર્વને નાટક સમાન ગણીને, પોતાના જ્ઞાતા દેખાપણાને કર્તા ભોક્તા થવાના રૂપમાં ખંડિત થવા દેતા નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આત્મવિશુદ્ધિ સભામાં બેઠેલા ઇન્દ્રને અને ચક્રવર્તીને દેખીને તેની આ વિભાવ દશાની આસક્તિ માટે જ્ઞાનીઓને તેના ઉપર દયા આવે છે. રૂપાદિ ગુણવાન સ્ત્રીઓના પરિવારમાં બેઠેલા ઇન્દ્રાદિકને દેખીને આત્મભાન ભૂલવા માટે ધૃણા ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયોના સુખોનું સ્મરણ થતાં આત્મજાગૃતિનો નાશ થતો જોઈને તેમને અતિ કષ્ટ થાય છે. આવા મહાત્માઓ તત્ત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હોય છે. તેવા મહાત્માઓ એકાંતમાં બેસીને ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતાં સુખની અને આત્મ સ્થિરતામાંથી પ્રગટ થતાં સુખની સરખામણી જ્યારે કરે છે ત્યારે તેમને એટલું બધું આંતરૂ દેખાય છે કે ક્યાં ઝાડના પાંદડાંની બનાવેલી ઝૂંપડી અને ક્યાં બાદશાહી મહેલ, ક્યાં કેરડાનું ઝાડ અને ક્યાં કલ્પવૃક્ષોની ઘટા, ક્યાં કોડાયેલી કાંજી અને ક્યાં અમૃતરસનું પાન, ક્યાં પથ્થર અને ક્યાં સોનું આમ બન્નેની વચમાં મહાનું અંતર દેખાય છે. કેટલાક આત્મજાગૃતિ વિનાના જીવો રાજાદિકોની વાર્તાઓમાં, વિષય રતિની ક્રીડાઓમાં, આપસ આપસના ક્લેશમાં, ધન પ્રાપ્તિની ચિંતામાં, સંતાનની ઉત્પત્તિના ઉપાયોમાં, બાગબગીચાઓ બનાવવાના વિચારમાં, ગાય, બળદ, ઘોડા પ્રમુખ ઉછેરવાની પ્રવૃત્તિમાં, અન્યની સેવા નોકરી કરવામાં, કેટલાક લાંબો વખત નિંદ્રા લેવામાં, ઔષધાદિની શોધમાં, દેવ–મનુષ્યાદિને રંજન કરવામાં Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ૧૩ અથવા દેહાદિનું પોષણ કરવામાં આયુષ્યના અમૂલ્ય દિવસો નકામા પસાર કરે છે, પણ શુદ્ધ આત્માના ચિંતનમાં કે તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારા કોઈ વિરલ જીવો જ હોય છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે ક્રિયાઓ શુદ્ધ આત્માની પ્રાપ્તિના કારણરૂપ છે કે નહિ? તેનો વિચાર કરી તેમાં મદદરૂપ કે સાધનરૂપ હોય તો તે ક્રિયા કરવી. તેની વિરોધી ક્રિયા હોય તો ન કરવી. આત્મા જ્ઞાતા અને દૃષ્ટારૂપ છે, તે આત્મા પોતાને જ જ્ઞેય અને દશ્યરૂપે બનાવી, તેમાં જ ચિત્તને ધારી રાખવાથી ઉત્તમ જ્ઞાન દર્શનનો લાભ ઘણી સહેલાઈથી મેળવે છે. આત્મ પ્રાપ્તિના ઉપાયરૂપ જે કાંઈ હોય તે સર્વ આત્માને પ્રિય હોવું જોઈએ. કેમ કે પોતે તેનો જ અર્થી છે, તેમાં પ્રીતિ ન હોય તો તે વસ્તુ મળી શકતી જ નથી. જેમ આંધળા આગળ નાચવું અને વ્હેરા આગળ ગાવું નકામું છે, તેમ જેનું મન બહાર વિષયોમાં ભટકતું છે તેની આગળ શુદ્ધ આત્માની વાત કરવી નિરૂપયોગી છે. ભુખ્યા અને તરસ્યા આગળ ભોજન તથા પાણી ધરવાં તે જેમ સફળ છે તેમ આંતર્ દૃષ્ટિ કે આંતર્ વૃત્તિવાળાની આગળ શુદ્ધ આત્માની વાતો કરવી તે હિતકારી છે. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિના અનેક ઉપાયો છે પણ તેમાં ધ્યાન સમાન બીજો કોઈ ઉપાય ઉપયોગી થયો નથી અને થશે પણ નહિ. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આત્મવિશુદ્ધિ પ્રકરણ ચોથું વિકલ્પથી ઉGGી થતું દુઃખ विकल्पजालजंबाला-निर्गतायं सदा सुखी । आत्मा तत्र स्थितो दुःखी-त्यनुभूयप्रतीयतां ॥१॥ “વિકલ્પોના સમૂહરૂપ કાદવમાંથી નીકળેલો આ આત્મા સદા સુખી છે, અને તે વિકલ્પની જાળમાં રહેલો આત્મા સદા દુખી છે આ વાતનો અનુભવ કરીને ખાત્રી કરો.” અમને તો ખાત્રી જ છે પણ જેને ખાત્રી ન થતી હોય તેમણે જાતે અનુભવ મેળવી નિશ્ચય કરવો. વિકલ્પો કરવા તે મનનો ધર્મ છે. આત્માનો ધર્મ તેને જાણવાનો છે. આત્મા જ્ઞાતા દૃષ્ટારૂપે પોતાના ધર્મમાં– પોતાના સ્વભાવમાં રહે તો સુખી થાય છે પણ મનના ધર્મમાં માથું મારવા જાય, પારકી વસ્તુને પોતાની કરવા જાય તો ત્યાં માર ખાય એ સ્વાભાવિક જ છે. દરેક મનુષ્ય પોતે પોતાના સ્થાનમાં જ શોભા પામે છે. સ્થાનથી ભ્રષ્ટ થતાં સન્માન પામતો નથી. આ વ્યવહારૂ બાબત જેટલી સાચી છે તેટલી જ આત્માના સંબંધમાં પણ સાચી છે. આત્મા પોતાનાં સ્વરૂપમાં હોય તે વખતે વિશ્વનો બાદશાહ છે. જડ સ્વભાવવાળી માયાએ, તે વખતે તેના ચરણમાં શિર નમાવવું જ જોઈએ. પણ જ્યારે આત્મા પોતાના સ્થાનથી પતિત થઈ જડ માયામાં સુખ માની તે લેવા ઘરની બહાર નીકળે છે તે વખતે, પ્રથમ મન અનેક વિકલ્પોની જાળ તેની Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ૨ ૧ ૫ આગળ પાછળ ઉભી કરીને આ સારૂં, આ નઠારૂં, આ મારૂં, આ પારકું, આ જોઈએ, આ ન જોઈએ ઇત્યાદિ રાગ–દ્વેષવાળા વિકલ્પોની જાળમાં ફસાવે છે, આત્મ ભાન ભૂલાવે છે. જ્ઞાતા દૃષ્ટાપણારૂપ પોતાનો ધર્મ ભૂલી કર્તા ભોક્તારૂપે બનેલો આત્મા એ મનનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરે છે; પણ જેમ જેમ વધારે વિકલ્પો કરે છે તેમ તેમ તેનું કોકડું વધારે ને વધારે ગૂંચવાતું જાય છે, આખરે શક્તિ ગુમાવી, ભાન ભૂલી આ માયાના ચકરાવામાં—વમળમાં ગોથાં ખાધા કરે છે. પણ જો આત્મા પોતાના સ્વરૂપમાં પાછો આવે તો જેમ હજારો વરસનું સ્વપ્ન આંખો ઉઘાડતાં નાશ પામે છે તેમ અનંતકાળનું અજ્ઞાન કે લાંબા કાળની ભૂલો તરત જ સુધરી જાય છે અને આત્મા પોતાના સ્વરૂપમાં આનંદ કરે છે. સ્વરૂપમાં પાછું આવવું એટલે હું અનંત શક્તિવાન્ જ્ઞાતા દૃષ્ટારૂપ શુદ્ધ આત્મા છું. આ ભાન થવું. આમાં કાંઈ વધારે મહેનત નથી. ફક્ત દિશા બદલાવી નાખવી. પશ્ચિમ ભણી પગ ચાલે છે તેને બદલે પૂર્વ સન્મુખ મુખ રાખવું એટલે પગ પણ પૂર્વ સન્મુખ ચાલવા માંડશે. માયા તરફની પ્રવૃત્તિને મૂકીને આત્મા તરફ પ્રવૃત્તિ કરવી એ દિશા બદલાવવા બરોબર છે. આટલું કરવામાં આવે તો આત્મ પ્રાપ્તિ સુગમ છે. તેટલું કરવામાં ન આવે તો અનંત કાળે પણ આત્મ પ્રાપ્તિ થવી દુર્લભ છે. આત્મ પ્રાપ્તિ થવી એટલે આત્મા ક્યાંયથી મળી આવે છે એમ નહિ, પોતે જ આત્મા છે, તેનું તેને ભાન થવું તે આત્મ પ્રાપ્તિ થવા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આત્મવિશુદ્ધિ બરોબર છે. આ ભાન થયા પછી તેને ઉદ્દેશીને જ બધી પ્રવૃત્તિ કરતો હોવાથી તેની પ્રવૃત્તિ આત્મ પ્રેમના પ્રમાણમાં થોડા કે ઝાઝાં વખતમાં પોતાનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કર્યા વિના રહેશે નહિ. “હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું.” “હું આત્મા છું' આ વાતનું સ્મરણ કરવું, આ ભાન ટકાવી રાખવું તે આત્મસૂર્યવાળી પૂર્વ દિશામાં પ્રયાણ કરવા બરાબર છે. આ સ્મરણ કરવામાં ક્લેશ થતો નથી, ધનનો વ્યય કરવો પડતો નથી, દેશાંતરમાં જવું પડતું નથી, કોઈની પ્રાર્થના કરવી પડતી નથી, બળનો ક્ષય થતો નથી, પરનો ભય નથી, પીડા ઉત્પન્ન થતી નથી, પાપની પ્રવૃત્તિ કરવી પડતી નથી; રોગનું કારણ નથી, જન્મ મરણનો હેતુ નથી, કોઈની સેવા કરવી પડતી નથી, અને ફળ ઘણું પ્રાપ્ત થાય છે છતાં ઓ વિદ્વાનો! ઓ શાણાઓ! આ તરફ તમારું લક્ષ કેમ ખેંચાતું નથી? અનાદિ કાળના આ માયાના પાશથી છુટા થાઓ. તમારી અજ્ઞાનમાં મીંચાએલી આંખોને ખોલો. ભોગભૂમિ, સ્વર્ગનું સ્થાન, વિદ્યાધરની અવની અને નાગલોકની પૃથ્વી મેળવવામાં થોડું ઘણું પણ કષ્ટ રહેલું છે પણ શુદ્ધ ચિતૂપ આત્માની ભૂમિકાની પ્રાપ્તિ તો તેનાથી પણ વધારે સુગમ છે. નિશાન બરાબર રાખી યોગ્ય પ્રયત્ન કરવાથી સુખની પ્રાપ્તિ, જ્ઞાનનો ઉદય, કર્મનો ક્ષય, મીઠી શાંતિ અને ખરી નિર્ભયતા તમને અહીં જ પ્રાપ્ત થશે, માટે જ આત્મ પ્રાપ્તિ સુગમ છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૭ આત્માની નિર્મળતાના કારણરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની નિરંતર ઇચ્છા કરવી, આત્મ પ્રાપ્તિ થયા પછી તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિશેષ અગત્યતા રહેતી નથી. પરમાત્મા, પરબ્રહ્મ, ચિદાત્મા, શિવ ઇત્યાદિ એક જ વસ્તુનાં નામ છે. ગમે તે નામે તેનું સ્મરણ કરો. અમૃતના સમુદ્રનું મંથન કરીને તેમાંથી સારભૂત પરમાત્માના નામરૂપ રત્નને મેં ગ્રહણ કર્યું છે, કેમ કે સર્વ વસ્તુઓમાં તે જ ઉત્તમ છે. વિશ્વમાં કેવળ શુદ્ધ ચિતૂપ મારા આત્મા સિવાય બીજું કાંઈ પણ ગ્રહણ કરવા યોગ્ય નથી, એટલે તેના વિના બીજી ચિંતા કરવી તે મારા માટે ફોગટ છે, મારે પોતે તેમાં જ લય પામવાની જરૂર છે. હું અનુભવથી જાણું છું કે આ મારો આત્મા મહાનું બળવાન છે, કેમ કે લોકાલોક રૂપ વિશ્વને તે પોતાની અંદર લીન કરી દે છે. જ્ઞાનબળથી તે લોકાલોકને જોઈ શકે છે. છતાં આડું કાંઈક છે કે તે તેને બરાબર જાણવા દેતું નથી. પ્રથમ સ્મરણમાં આવતું નથી, પાછળથી કાંઈક આત્માનું સ્મરણ થાય છે, એ જ જણાવી આપે છે કે ચિદાત્માની આડે કર્મનો પડદો છે. પ્રથમ મનમાં કાંઈક ફુરણ થાય છે, પછી જાગૃતિ થતાં મનમાં ફુરણ થતું નથી. એથી સમજાય છે કે આ કર્મનો ઉદય છે અને આ આત્માની શાંતિ છે, અથવા ઉપશમભાવ છે. આ ઉપશમભાવને વધારવાની પ્રથમ જરૂર છે; તેના બળથી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આત્મવિશુદ્ધિ ક્ષાયકભાવ પણ પ્રગટ કરી શકાય છે. જેમ મહાનું મોહના ઉદયથી મનુષ્યોનું મન લક્ષ્મીમાં તેમ જ સ્ત્રીઓમાં રમતું રહે તેવી જ રીતે જો પોતાના ચિતૂપમાં હૃદય રમતું થાય તો આત્માની મુક્તિ પાસે જ છે. જે પ્રમાદી જીવો શુદ્ધ આત્માના ચિંતનને મૂકીને બીજા પુદ્ગલિક કાર્યોનું ચિંતન કર્યા કરે છે તે અમૃતને મૂકીને વિષનું પાન કરે છે. વિષયના અનુભવમાં વ્યાકુળતા સાથે રાગદ્વેષ હોવાથી પરિણામે દુઃખદાયી છે, પણ આત્માના ચિંતનમાં પરમ શાંતિ હોવાથી કેવળ સુખરૂપ જ પરિણામ આવે છે એટલે તેમાં જ તાત્ત્વિક સુખ છે. આત્મ ચિંતન કરવાના વખતે આત્મા તન્મય થઈ નિરાકુળ શાંત થઈ રહે છે. મનુષ્ય જેનું સ્મરણ કરે છે તે તેને મળે છે. પથિક જે માર્ગે જાય છે તે જ નગર તેને પ્રાપ્ત થાય છે, તેમ આત્માનું સ્મરણ કરનારને આત્મા મળે છે, જડનું સ્મરણ કરનારને જડ વસ્તુ પ્રાપ્ત થાય છે. આત્માને માર્ગે ચાલનાર આત્માના સ્થાનમાં જઈ પહોંચે છે, જડના માર્ગે ચાલનારા જડના સ્થાને જઈ પહોંચે છે. જે માર્ગ ઠીક લાગે તે માર્ગે ચાલો. વિશ્વમાં સર્વ માર્ગે ચાલનાર માટે ખુલ્લા છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૯ પ્રકરણ પાંચમું જીવની પશ્ચાત્તાપ ज्ञातं दृष्टं. मयासर्व, सचेतन मचेतनम् । स्वकीयं शुद्धसद्रूपं, न कदाचिच्च केवलम् ॥१॥ “સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા અને જોયા પણ કેવળ મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ કોઈપણ વખત મેં જાણ્યું કે જોયું નથી.” ઉત્તમોત્તમ રત્ન, હીરા, માણેક, મોતી, પ્રવાળાં, સોનું, રૂપું, ઔષધીઓ, રસો, રસાયણો, વસ્ત્રો, પુરુષો, સ્ત્રીઓ, હાથી, ઘોડાઓ, સુંદર પક્ષીઓ, પશુઓ અને જળચર પ્રાણીઓ ઇત્યાદિ સજીવ અને નિર્જીવ પદાર્થોના નામ, ઉત્પત્તિના સ્થાન વિગેરે નિર્મળ બુદ્ધિ અને અનુકૂળ સંયોગોને લઈને ઘણે ભાગે મેં જાણ્યા છે અને જોયા છે પણ ખેદની વાત એ છે કે મેં મારું પોતાનું શુદ્ધ ચિતૂપ કોઈ વખત જાણ્યું કે જોયું નથી. મેં પહેલાં કોઈ વખત જેની ચિંતા કે વિચાર કર્યો નથી તે વસ્તુ મને કોઈપણ વખત મળી નથી. મોહના ઉદયને લઈને મારા શુદ્ધ આત્માનું ચિંતન મેં કોઈ વખત કર્યું ન હોવાથી તે મને પ્રાપ્ત થયું નથી. - અહો! મેં અનેકવાર જીવન ધારણ કર્યા છે પણ કોઈ જીવનમાં “હું શુદ્ધ આત્મસ્વરૂપ છું એવું શુદ્ધ આત્માનું Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આત્મવિશુદ્ધિ ચિંતન મેં કર્યું નથી. અહો! દુર્લભ કલ્પવૃક્ષો, નિધાનો, ચિંતામણી રત્નો અને કામધેનુ ઈત્યાદિ પદાર્થો અનેકવાર મેળવ્યાં પણ શુદ્ધ આત્માની સંપત્તિ કોઈ વખત મેળવી નહિ. આજ સુધીમાં અનંત પુગલ પરાવર્તન જેવા ગહન કાળનો અનુભવ મેં લીધો, પણ તેવા કોઈ પુગલ પરાવર્તનમાં એકાદ વખત પણ મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ મને ન મળ્યો. દેવો અને વિદ્યાધરોના સ્વામીત્વનું પદ અનેક વાર મેં મેળવ્યું પણ કેવળ મારા પોતાના સ્વરૂપને હું પામી ન શક્યો. અહો! ચાર ગતિની અંદર અનેકવાર મેં મારા શત્રુઓ ઉપર વિજય મેળવ્યો પણ મારા સદાના વિરોધી મોહશત્રુ ઉપર આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે વિજય મેળવવા પ્રયત્ન ન કર્યો. અહો! અનેક શાસ્ત્રો ભણ્યાં અને સાંભળ્યાં પણ તેની અંદર મારા શુદ્ધ સ્વરૂપને જાગૃત કરે તેવું એક પણ શાસ્ત્ર હું ભણ્યો નહિ કે સાંભળ્યું પણ નહિ. મેં વૃદ્ધ પુરુષોની સેવા કરી, વિદ્વાનોની મોટી સભાઓમાં હું બેઠો ત્યાં પણ મારી ભ્રમણાને લીધે શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરવા પ્રયત્ન ન કર્યો. મનુષ્યજીવન, આર્યદેશ, ઉત્તમ કુળ અને પ્રથમ સંહનન ઇત્યાદિ અનેકવાર હું પામ્યો પણ આત્મસ્વરૂપની જાગૃતિ કોઈ વખત ન મળી. શૌચ, સંયમ, શીયળ અને દુષ્કર તપશ્ચર્યા ઈત્યાદિ મેં અનેકવાર કર્યા પણ Page #36 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૨૧ તે શુદ્ધ આત્માના લક્ષ વિના દુનિયામાં ધર્મિષ્ટ ગણવાને માટે જ કર્યા. એકેન્દ્રિયાદિ જીવોમાં તે તે જાતના અનેક શરીરો ધારણ કર્યા, પણ અજ્ઞાનપણામાં મારા શુદ્ધ આત્માનો અનુભવ મેં ન કર્યો. લોકોનો વ્યવહાર, રાજાઓની નીતિ, સંબંધીઓના સગપણ, દેવોનો આચાર, સ્ત્રીઓનો સદાચાર અને સાધુઓની ક્રિયાઓ એ બધું હું સમજ્યો, ક્ષેત્રના સ્વભાવો જાણ્યા, કાળની અકળ ગતિમાં પણ પ્રવેશ કરવા માથું માર્યું, પણ તીવ્ર મોહના ઉદયને લઈ હું જ્ઞાન સ્વરૂપ છું!' એવો દઢ નિશ્ચય પહેલાં મને કોઈ વાર ન થયો. અરે! શીયાળાના દિવસોમાં નદીને કિનારે વસ્ત્રો વિના રહ્યો. ગ્રીષ્મઋતુમાં પહાડી પ્રદેશોના પ્રખર તાપમાં ફર્યો અને વર્ષાઋતુમાં અનેકવાર વૃક્ષોની નીચે રહ્યો પણ મારા શુદ્ધ સ્વરૂપમાં હું કોઈપણ વખત ન રહ્યો. ' અરે! સ્વર્ગાદિની ઇચ્છાથી સ્વ-સ્વરૂપને જાણ્યા વિના મેં અનેક કષ્ટો ઉઠાવ્યાં, વિવિધ પ્રકારે કાયક્લેશ સહન કર્યો, શાસ્ત્રો ભણવા પાછળ મહેનત કરવામાં પણ મેં કચાશ ન રાખી, પણ આત્મજાગૃતિ વિના ખારી જમીનમાં બીજા વાવવાની માફક મારો સર્વ પ્રયાસ નિષ્ફળ ગયો. આત્મજાગૃતિ કરાવનાર શાસ્ત્ર કે સત્ ક્રિયાની પ્રાપ્તિ મને ન થઈ. વિશ્વમાં પર્યટન કરતાં અનેક ગુરૂઓ કર્યા અને મેળવ્યા પણ શુદ્ધ આત્મ સ્વરૂપને બતાવનાર, કહેનાર કે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આત્મવિશુદ્ધિ જગાડનાર ગુરૂની પ્રાપ્તિ મને કોઈ વખત ન થઈ. અને તેવા ગુરૂ વિના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી થાય? આહા! સચેતન અને અચેતન શુભ દ્રવ્યોમાં અનેકવાર મેં પ્રીતિ ધારણ કરી પણ પ્રબળ મોહના ઉદયને લીધે જ્ઞાન સ્વરૂપ આત્મામાં મેં ન કરી. અરે! દુષ્કરમાં દુષ્કર શુભાશુભ અનેક કર્મો મેં અનેકવાર કર્યા પણ શુદ્ધ આત્માનું ચિંતન કરવાનો વખત મને ન મળ્યો. પ્રભુની કૃપા થઈ. મોહનો ઉદય મંદ પડ્યો. સદગુરૂનો સમાગમ થયો. આત્મજાગૃતિનો પ્રકાશ પડ્યો. અજ્ઞાન અંધકાર ગયો. સતુ શાસ્ત્રોનું શ્રવણ કર્યું. હવે મને શુદ્ધ આત્મા તરફ પ્રીતિ થઈ, તેને લઈને મન ઇચ્છા વિનાનું થયું. હવે પ્રથમનાં આસક્તિવાળા સ્થાનો અને પાત્રો મને હળાહળ ઝેર જેવાં લાગે છે. આત્મજ્ઞાની મનુષ્યોની સોબત ગમે છે. આત્મજાગૃતિ કરાવનારાં શાસ્ત્રો સારા લાગે છે. મન પણ વિવિધ ઇચ્છાથી મુકાણું હોવાથી વિકલ્પો વિનાનું રહે છે, તેથી હવે શુદ્ધ આત્માના ચિંતનમાં હું કચાશ નહિ રાખું. આત્મજાગૃતિ થવી તે જ ધર્મની યુવાવસ્થાનો કાળ મારા માટે છે. નિરોગી શરીર, લાંબુ આયુષ્ય, અનુકુળ સંયોગો અને સદગુરૂનો સમાગમ, એ આગળ વધવામાં મહાનું મદદગારો છે, માટે હવે હું મારા આત્માની પ્રાપ્તિ કરવામાં કચાશ નહિ રાખું. Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ૨૩ પ્રકરણ છઠ્ઠું આલ્બાણની પ્રતિજ્ઞા सुखं दुःखं महारोगे, क्षुधादीना मुपद्रवे । चतुर्विधोपसर्गे च कुर्वेचिद्रूप चिंतनं ॥१॥ “સુખમાં, દુ:ખમાં, મહાન્ રોગમાં, ક્ષુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના ઉપસર્ગના પ્રસંગમાં પણ હું આત્માનું ચિંતન કરીશ.' જેવી રીતે દુ:ખમાં અધિક વેદનાને લઈને મનુષ્યો આત્મભાન ભૂલી જાય છે તેવી જ રીતે સુખમાં સુખની અધિકતાને લઈને પણ આત્મભાન ભૂલાય છે. મહાન્ રોગમાં પણ દેહાધ્યાસને લઈને જીવો આત્મભાન ભૂલે છે. ક્ષુધાને લઈને પણ આત્મભાન યાદ આવતું નથી. તેમ જ દેવ, મનુષ્ય અને તિર્યંચના તેમ જ સ્ત્રી આદિકના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો પણ આત્મભાન ભૂલાવી દે છે. આત્મસ્વરૂપની ખરી દઢતા અને પૂર્ણ જાગૃતિ હોય તો જ આ ઉપસર્ગોના પ્રસંગમાં આત્મજાગૃતિ બની રહે છે. આત્મભાનમાં જાગૃત થયેલો આત્મા દૃઢ સંકલ્પ કરે છે કે આવા વિષમ પ્રસંગમાં પણ હું આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલીશ નહિ. મનુષ્યોની સાથે તેમના વ્યવહારમાં હું નહિ જોડાઉં તેથી કરીને કોઈ મને ઘેલો કહેશે કે પિશાચ વળગ્યો છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આત્મવિશુદ્ધિ કોઈ વિગ્રહને લઈને ચિત્તના વિભ્રમવાળો માનશે, અસાધ્ય રોગ થયો છે એમ વૈદો કે સંબંધીઓ કહેશે, વ્યવહારથી કંટાળેલો કોઈ ગણશે, કોઈ દુ:ખમાં ઘેરાયેલો સમજશે, કોઈ મરણની નજીક જઈ પહોંચેલો માનશે. આ પ્રમાણે લોકો ગમે તેમ માને, પણ હું શુદ્ધ આત્મસ્વરૂપ છું' એ મારી જાગૃતિ અને સ્મૃતિમાં ભંગ પડવા દઈશ નહિ. શુદ્ધ આત્મદૃષ્ટિ વિનાના અને ભયના ખરા ભેદને નહિ જાણનારા મનુષ્યોને મોહરાજાએ ઉન્મત્ત, ભ્રાંતિવાળા, આત્મનેત્ર વિનાના, દિગ્મૂઢ થયેલા, અજ્ઞાન નિદ્રામાં સુતેલા, આત્મચિંતા વિનાના, મોહ મૂર્છામાં પડેલા, દુનિયાના પ્રવાહમાં તણાતા, બાળક અવસ્થામાં રહેલા, ઘેલાની ગતિને પામેલા અને આકુળ વ્યાકુળ કરીને પોતાને આધિન કરી લીધા છે. સ્ત્રીઓને જેમ પતિ પ્રિય હોય છે, નિર્બળોને રાજા, રાજાઓને જેમ પૃથ્વી, ગાયોને જેમ પોતાનો વાછડો, ચક્રવાતોને જેમ સૂર્ય, ચાતકોને જેમ વરસાદ, જળચરોને જેમ સરોવરાદિ, મનુષ્યોને જેમ અમરપણું, દેવોને જેમ સ્વર્ગલોક અને રોગાતુરને જેમ વૈદ્ય પ્રિય હોય છે તેમ શુદ્ધ આત્માનું નામ મારા હૃદયને પ્રિય છે. મનુષ્યો જેમ પોતાને જે વિષય પ્રિય હોય તેમાં જોડાયેલા રહે છે તેમ હું નિરંતર શુદ્ધ પરબ્રહ્મના સ્વરૂપમાં જોડાયેલો રહીશ. Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ♦ ૨૫ જેમ ચંદ્ર સૂર્ય પોતાની અસ્ખલિત ગતિમાં નિરંતર પર્યટન કરતા રહે છે, દેવનદીની ધારાનો પ્રવાહ જેમ અખંડ વહ્યા કરે છે, વ્યવહાર અને કાળની ગતિ અવિચ્છિનપણે ચાલ્યા કરે છે, દ્રવ્યમાં જેમ પર્યાયો કાયમ જોડાએલા રહે છે અને જેમ તીર્થંકરાદિની ઉત્પત્તિ નિયમિત થયા કરે છે તેમ ‘હું જ્ઞાન સ્વરૂપ છું' એવું અખંડ આત્મભાન મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ભૂલીશ નહિ. પરમ શાંત દશામાં રહી શુદ્ધ આત્માનું સ્મરણ કરતાં, મન વચન કાયાની ક્રિયા મને અત્યંત નિઃસાર દેખાય છે. દરેક ક્ષણે શુદ્ધ ચિત્રૂપના સ્મરણ સિવાય મને બીજું કાંઈ ઉત્તમ લાગતું નથી. આ બાહ્ય અને અત્યંતર વસ્તુઓનો સંગ, સુંદર શરીર, દેવો અને મનુષ્યોના રાજાનું પદ, વિદ્યા, વિજ્ઞાન, બળ, શોભા, કીર્તિ, રૂપ, પ્રતાપ, આભૂષણો અને તીર્થંકરપણું પણ મને અનિત્ય લાગે છે. કેવળ શુદ્ધ આત્માના સ્વરૂપમાં લીન થવું તે જ પરમ અચળ અને શાંતિરૂપ લાગે છે. · પોતાના શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણનારે વસ્તુઓ મળે કે ન પણ મળે છતાં તેને માટે તેણે જરા પણ રાગદ્વેષ કરવો ન જોઈએ અને તે સ્વરૂપમાં જ નિરંતર એકતાર થવામાં આનંદ માનવો જોઈએ. હું જ્ઞાનસ્વરૂપ છું માટે તે જ વસ્તુ મારી છે. તેને જ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આત્મવિશુદ્ધિ હું જોઉં છું. તેથી હું સુખી છું. તેનાથી જ બધા કર્મ શત્રુઓથી હું મુક્ત થઈશ. નિત્ય આનંદમય પોતાના શુદ્ધ ચિતૂપમાં જ્યારે સ્થિરતા કરવામાં આવે છે ત્યારે પરમાર્થથી પોતામાં સ્થિરતા થઈ કહેવાય છે. પૃથ્વી ઉપર મેરૂપર્વત નિશ્ચળ રહે છે તેમ આ મારું શરીર ન છૂટે ત્યાં સુધી તે શુદ્ધ જ્ઞાનમય આત્મામાં મારા પરિણામ નિશ્ચળ બન્યાં રહે. પાંચમી ગતિમાં સિદ્ધ પરમાત્માઓ જેમ સ્થિર રહેલા છે તેમ મારી શુદ્ધ આત્મ પરિણતિની અચળ સ્થિરતા થાઓ. હે ઉત્તમ મુનિઓ! શુદ્ધ ચિતૂપના ઉત્તમ ધ્યાનમાં મનને નિશ્ચલ કરો, તેનો દઢ અભ્યાસ વધારો. અનાદિ કાળથી આ વિશ્વમાં ભવ ભ્રમણ કરતા આવો છો, પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચલ નથી કર્યું. તેને લઈને જ તમે મહાનું દુઃખનો અનુભવ કર્યો છે. આ જન્મને તમે હવે નિરર્થક ગુમાવશો નહિ. જે મહાન્ પુરુષો ભૂતકાળમાં મોક્ષે ગયા છે, વર્તમાનકાળમાં મોક્ષે જાય છે અને ભવિષ્યકાળમાં મોક્ષે જશે તે સર્વે પોતાના ચિટૂપમાં મનને નિશ્ચલ કરીને જ ગયા છે તેમાં જરાપણ સંશય નથી. નિશ્ચલ થઈને જ્યારે આ જીવ હું શુદ્ધ ચિસ્વરૂપ છું' એવું સ્મરણ કરે છે અને તે ભાન ટકાવી રાખે છે તે જ વખતે તે ભાવથી મુક્ત થાય છે અને તેમાં સતત્ પુરુષાર્થ કરવાથી અનુક્રમે દ્રવ્યથી પણ મુક્તિ પામે છે. -- Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૨૭ પ્રકરણ સાતમું નિશ્ચય અર્થે વ્યવહાર व्यवहारं विना केचिन्नष्टाः केवल निश्चयात् । निश्चयेन विना केचित् केवलव्यवहारतः ॥१॥ द्वाभ्यां दृग्भ्यां बिना न स्यात् सम्यग् द्रव्यावलोकनम् । यथा तथा नयाभ्यां चैत्युक्त स्याद्वादवादिभिः ॥२॥ જેમ બે નેત્રો વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી તેમ બે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. વ્યવહાર નય વિના કેવળ નિશ્ચય નથી કેટલાક નાશ પામ્યા છે ત્યારે કેટલાએક જીવો નિશ્વય નય વિના એકલા વ્યવહાર નયથી માર્ગથી પતિત થયાં છે એમ તીર્થંકર દેવોએ કહેલું છે.” વ્યવહાર અને નિશ્ચય બને નયોને ગૌણ મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુનો યથાર્થ બોધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોય. આમ બન્ને દૃષ્ટિઓમાં જ્યારે જેની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ, બીજી દૃષ્ટિનો તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે તો વસ્તુ તત્ત્વનો યથાર્થ અનુભવ થાય છે. જેનો અનુભવ મેળવવાનો હોય છે તે તરફ વ્યવહાર પ્રવૃત્તિ કરાવે છે ત્યારે નિશ્ચય તે વસ્તુ જ્યાં છે ત્યાં પહોંચી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આત્મવિશુદ્ધિ સ્પર્શજ્ઞાનથી અનુભવ કરાવે છે. શુદ્ધ વ્યવહાર એ કારણરૂપ હોય છે. ત્યારે શુદ્ધ નિશ્ચય એ બરોબર કાર્યની સિદ્ધિના રૂપમાં હોય છે. જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતો નથી તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર નથી. જો વ્યવહારને આપણે સુતરરૂપ માનીએ તો નિશ્ચય તેના બનેલા કપડારૂપે છે. મતલબ કે વ્યવહાર કારણ છે, નિશ્ચય કાર્ય છે. એકલો વ્યવહાર કાર્યનો સાધક નથી તેમ એકલો નિશ્ચય પણ કાર્યનો સાધક નથી. કેટલાએક જીવો કેવળ વ્યવહારમાં જ પ્રવૃત્તિ કર્યા કરે છે અને નિશ્ચય શું છે તે સમજતા પણ નથી, અને તેના તરફ લક્ષ પણ દેતા નથી. તો એવો વ્યવહાર લક્ષ વિનાના બાણની માફક કાર્યનો સાધક નહિ બને. તેમ કેટલાએક કેવળ નિશ્ચયને ૪ પકડી વ્યવહારનો તિરસ્કાર કરે છે. તેમના હાથમાં નિશ્ચય આવવાનો નથી. હા, નિશ્ચયનું જ્ઞાન તેમની સમજમાં આવશે, પણ તે પ્રમાણે વ્યવહારૂ વર્તન ન હોવાથી પાણીમાં પેસી હાથ પગ ન ચલાવનાર માણસ જેમ તરવાની કળાનું જ્ઞાન ધરાવવા છતાં પાણીમાં ડૂબે છે, તેમ તત્ત્વનું જ્ઞાન ધરાવનાર તે તરફ પ્રવૃત્તિ ન કરે તો ખરા નિશ્ચયનો અનુભવ તેને થવાનો જ નહિ. જે ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય નથી તેવા ચોથા ગુણસ્થાનથી લઈને આગળના તમામ ગુણસ્થાને એક એકથી ચડીયાતો આત્મબોધ યા આત્મજાગૃતિ હોય છે. અને કર્મોનું ઓછાપણું એટલે Page #44 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૨૯ આત્માની વિશુદ્ધતા પણ વૃદ્ધિ પામતી હોય છે. જે મનુષ્ય મોક્ષનો અર્થ છે તેનો માર્ગ તાત્ત્વિક છે. અને જે સ્વર્ગનો ઇચ્છુક છે તેનો માર્ગ વ્યવહારિક છે. શુદ્ધ આત્મા તરફ દૃષ્ટિ–નિશાન બાંધી તેના તરફ પ્રવૃત્તિ કરનારનો માર્ગ તે મોક્ષનો માર્ગ છે. ખરું તત્ત્વ તે જ હોવાથી તે માર્ગને તાત્ત્વિક માર્ગ કહેવામાં આવે છે. ત્યારે આત્મભાન ભૂલેલા અને આ વિશ્વની માયાજાળમાં જ સુખ માનનારા, તે સુખની ઇચ્છાથી ધાર્મિક ક્રિયાઓ દેવલોકનું નિશાન બાંધીને કરે છે તો તે સ્થિતિ તેને પ્રાપ્ત તો થાય છે પણ આ માર્ગ તે વ્યવહારૂ એટલે દુનિયાનો માર્ગ છે, સંસારના ચક્રમાં પરિભ્રમણ કરવાનો માર્ગ છે, એટલે ખરી રીતે તે માર્ગ જ નથી. જેમ ત્યાગીઓનો અને ગૃહસ્થીઓનો માર્ગ જુદો છે, તેમ પરમાર્થનો અને દુનિયાનો માર્ગ જુદો જુદો જ છે. ક્રિયા ભલે બન્ને એક જ જાતિની કરે છતાં દૃષ્ટિનો ભેદ હોવાથી–નિશાન જુદું હોવાથી, જેમ સાધનો એક સરખા હોવા છતાં બીજના ભેદને લીધે ફળમાં ભેદ પડે છે તેમ આ માર્ગમાં પણ ફળનો ભેદ પડવાનો જ. એક કર્મની નિર્જરા કરશે ત્યારે બીજો શુભ ક્રિયા કરતો હોવાથી પુન્યનો બંધ કરશે. હે આત્મદેવા વ્યામોહ ઉત્પન કરનાર આ વ્યવહારના માર્ગની ગતિને મૂકીને દોષરહિત સુખદાયી નિશ્ચય નામના માર્ગમાં તું પ્રવૃત્તિ કર. આ માર્ગમાં ચિંતા, Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આત્મવિશુદ્ધિ ક્લેશ, કષાય, શોક, પરાધીનતા, ભય અને આશા જેવું કાંઈ નથી. કેમ કે તે સર્વે દુનિયાની માયામાં છે, પુગલ દશામાં છે, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં છે. નિશ્ચય નયનું નિશાન એ શુદ્ધ આત્મા જ હોવાથી આત્મામાં આવી અશાંતિ જેવું કાંઈ પણ નથી. - ભક્તોનો સમુદાય, શિષ્યવર્ગ, પુસ્તકાદિ ઉપકરણો, શરીર અને કર્મ સાથે પણ શુદ્ધ આત્માને કોઈ સંબંધ નથી. આ સર્વ પણ વિભાવરૂપ ઉપાધિ હોવાથી તેનો પણ ત્યાગ કરી શુદ્ધ આત્મામાં જ મનનો લય કરવાની જરૂર છે. કેવળ પોતાના શુદ્ધ આત્માને મૂકી કોઈ સ્થળે, કોઈ કાળે, કોઈ પણ પ્રકારે આ શુદ્ધ નિશ્ચયનય બીજાનો સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું અવલંબન લઈને નિશ્ચયમાં તે પહોંચે છે. આમ વ્યવહારના આલંબનને લઈને નિશ્ચય વર્તતો હોવાથી, તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. | મેલની સોબતથી વસ્ત્ર જેમ મલીન કહેવાય છે, તેમ કર્મના સંબંધથી આત્મા વ્યવહારે અશુદ્ધ છે. તે જ આત્મા નિશ્ચયનયના આશ્રયથી શુદ્ધ છે. અન્ય દ્રવ્ય સાથે મિશ્રણ થવાથી વ્યવહારે સોનું જેમ અશુદ્ધ કહેવાય છે; નિશ્ચય નયની અપેક્ષાએ તે જ શુદ્ધ કહેવાય છે. બહારથી જે વસ્તુ આવેલી હોય છે તે તરફ નજર રાખીને વ્યવહાર બોલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પોતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાતો કરે છે. વસ્ત્ર ઉપર Page #46 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૩૧ લાગેલો મેલ અને સોનામાં મળેલી માટી, એ તરફ નજર રાખી વ્યવહાર તેને અશુદ્ધ કહે છે, ત્યારે વસ્ત્ર અને સોના સામી દૃષ્ટિ આપી નિશ્ચય કહે છે કે આપણી જે વસ્તુ છે તે તો બરોબર છે. વસ્ત્ર અને સોનું ક્યાંય ગયું નથી, માટે નકામી હાય વોય શા માટે કરો છો? તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ જે અંદર છે તે જ બહાર આવશે. અને બહાર આવેલું છે તે આપણું છે જ નહિ. તે ભલે આવ્યું પણ આપણે તે ગ્રહણ કરવાની જરૂર નથી. અંદર રહેલ આત્મા તે કાયમ છે, બહારના આવેલાં કર્મો તે આપણાં છે જ નહિ, પછી ભલેને તે અહીં રહે કે બીજે સ્થળે રહે તેની સાથે આપણે લેવા દેવા નથી. આ પ્રમાણે પોતાની મૂળ વસ્તુ સામે લક્ષ બાંધી નિશ્ચય પોતાના માર્ગમાં આગળ વધે છે. છતાં બહારનો અને અંદરનો અન્ય સાથેનો સંબંધ જેટલે અંશે ઓછો થાય છે તેટલે અંશે વ્યવહારમાં સોનાની માફક આત્માની વિશુદ્ધિ થાય છે. अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः । शुध्यत्यलिप्त या ज्ञानी क्रियावान् लिप्तया दृशा ॥१॥ –श्रीमान् यशोविजयजी નિશ્ચય નયથી આત્મા લેપાયેલો નથી, વ્યવહાર નથી લેપાયેલો છે જ્ઞાની “હું લેપાયો નથી' એવી નિર્લેપ દષ્ટિએ નિવૃત્તિને માર્ગે શુદ્ધ થાય છે અને ક્રિયાવાન હું લેપાયેલો છું' એમ માનીને પ્રવૃત્તિ કરતાં શુદ્ધ થાય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જ આત્મવિશુદ્ધિ શુદ્ધ ચિતૂપના સપ્લાનરૂપ પર્વત ઉપર આરોહણ કરવા માટે બુદ્ધિમાને વ્યવહારનું આલંબન લેવું અને તે ધ્યાનમાં તે ભૂમિકામાં જ્યાં સુધી સ્થિર રહી શકાય ત્યાં સુધી વ્યવહારના આલંબનનો ત્યાગ કરી નિશ્ચય આત્મ-સ્વરૂપમાં રહેવું. આ ધ્યાનરૂપ પર્વતથી જ્યારે નીચે ઉતરવાનું થાય ત્યારે તરત જ વ્યવહારનું આલંબન લઈ લેવું. મહેલ ઉપર ચડતાં જેમ નિસરણી–દાદરનું અને દોરડું પકડવાનું આલંબન લેવામાં આવે છે તે વ્યવહાર રૂપ છે અને ઉપર ચડી ગયા પછી આ બને આલંબનો મૂકી દઈ ઉપર જે કાર્ય કરવાનું હોય તે રૂપ નિશ્ચયનું આલંબન લેવામાં આવે છે. પાછું જ્યારે ઉતરવાનું હોય છે ત્યારે વ્યવહારરૂપ દાદરાનું અને દોરડાનું આલંબન લેવું પડે છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જવા માટે કોઈ ઉત્તમ વિચાર, સગુણ, જાપ કે આકૃતિ આદિનું આલંબન લેવામાં આવે છે. આ આલંબનની મદદથી મન જ્યારે આત્મામાં લય પામી જાય છે એટલે આત્માનો ઉપયોગ બીજા આલંબનો મૂકી આત્માકારે થઈ રહે છે તે નિશ્ચય છે. આ કાર્ય છે. આ વખતે આલંબનની જરૂર પડતી નથી, છતાં કોઈ કદાગ્રહી આલંબન પકડવા જાય તો આ ભૂમિકામાંથી નીચો પડે છે. આવી નિર્વિકલ્પ સ્થિતિમાંથી પાછો સવિકલ્પ સ્થિતિમાં આવે એટલે તેણે પાછું કોઈ આલંબન પકડી લેવું. આવી રીતે નિશ્ચય અને વ્યવહાર અને ઉપયોગી થાય છે. જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વે Page #48 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ * ૩૩ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયનો આશ્રય લઈને પામ્યા છે. આ ઠેકાણે એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે જેને પોતે વ્યવહાર માને છે તે વ્યવહાર શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં મદદગાર થાય છે કે નહિ? જો આત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં મદદગાર કારણરૂપ હોય તો તે સાચો વ્યવહાર છે, તેમ ન હોય તો તે અશુદ્ધ વ્યવહાર હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય તેમ શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ ન હોય. જેના વડે જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતની અને તેમના આચરણની પ્રતીતિ થાય તેવા નિશ્ચય વ્યવહારનું વિધિપૂર્વક સેવન કરવું. કોઈ વખતે નિશ્ચયનું આલંબન લેવું. તેમાં સ્થિરતા ન કરી શકાય તો તે વખતે વ્યવહારનું આલંબન લેવું. આ પ્રમાણે વિધિપૂર્વક પ્રભુની વાણીથી વિભૂષિત થઈ જીવન વ્યતિત કરવું. જેટલાં વિધિ નિયોજીત કાર્યો છે તે સઘળાં વ્યવહારદૃષ્ટિએ છે. નિશ્ચયને અંતમાં સુનિશ્ચયપણે ધારણ કરી બહારથી વ્યવહારનાં કાર્યો કરતાં શુદ્ધ ચિત્તૂપની પ્રાપ્તિ નયોને આધીન જ્યાં સુધી જણાય ત્યાં સુધી નયોનો આદર કરવો. કેવળ શુદ્ધ ચિત્તૂપમાં કોઈ પણ સંકલ્પને અવકાશ કે પ્રવેશ નથી. તો પછી નય એટલે અપેક્ષા અથવા અભિપ્રાય એવો અર્થ થાય છે તે નયોનો પ્રવેશ પણ ત્યાં ક્યાંથી હોય? અર્થાત શુદ્ધ સ્વરૂપમાં તો કેવળ શાંતિમય સ્થિરતા જ હોય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આત્મવિશુદ્ધિ પ્રકરણ આઠમું જs શૈલીનો વિવેક भेदोविधीयते येन, चेतनाद्देहकर्मणोः । तज्जात विक्रियादीनां, भेदज्ञानंतदुच्चते ॥१॥ “ચેતનાથી (આત્માથી) દેહ તથા કર્મનો, અને તેનાથી ઉત્પન્ન થયેલી વિકિયાદિનો-ઉપાધિનો જે જ્ઞાનવડે ભેદ કરાય છે તે ભેદજ્ઞાન કહે છે.” કતફળ જેમ પાણીથી મેલને જુદો પાડે છે અને હંસ જેમ પાણીથી દૂધને જુદું કરે છે તેમ જેઓ આત્માને દેહ તથા કર્મોથી જુદો અનુભવે છે તેઓને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ગમે તેવું પાણી મેલું હોય પણ તેમાં કતક નામના ફળનું ચૂર્ણ કરીને નાખવામાં આવતા મેલ નીચે બેસી જાય છે. અને પાણી નિર્મળ થઈને ઉપર રહે છે. આ દૃષ્ટાંતે પાણીમાં મેલની માફક આત્મામાં કર્મો એકરસ થઈ રહેલાં છે. તેને કર્મ તથા આત્માના જુદાં જુદાં લક્ષણોદ્વારા જુદાં જુદાં નિણિત કરવામાં આવતાં આત્માને દેહ માનવાની અને દેહને આત્મા માનવાની ભૂલ દૂર કરાય છે. આનું નામ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાનની મદદથી, કર્યો આત્માથી જુદાં થઈ વિખરાઈ જાય છે, અથવા ખરી પડે છે, અને આત્મા નિર્મળ થઈ રહે છે. મનુષ્યો જેમ પથ્થરમાંથી સોનાને જુદું કરે છે, શરીરથી વસ્ત્રને જુદું અનુભવે છે, તપાવેલા લોઢાથી અગ્નિને જુદી કરે છે, શેરડીમાંથી રસને જુદો કરે છે, Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૩૫ કાદવથી જળને જુદું જોવે છે, મોરપીંછમાંથી ત્રાંબુ જુદું પાડે છે, તલમાંથી તેલને અલગ કરે છે અને દુધમાંથી અમુક ઉપયોગ વડે ઘીને જુદું પાડે છે, તેમ જ્ઞાનીઓ ભેદજ્ઞાનની મદદથી દેહ તથા કર્મોને અને તેમાંથી ઉત્પન્ન થયેલી રાગદ્વેષાદિ અનેક પ્રકારની ઉપાધિઓને જુદી જાણે છે, કરે છે અને અનુભવે છે. આત્મામાં જ્ઞાનગુણની મુખ્યતા છે. પુદ્ગલોમાં જડતાની મુખ્યતા છે. જ્ઞાતાપણું અનેદેષ્ટાપણું એ આત્માનાં લક્ષણો છે જ્ઞાતાપણાના ગુણને લઈને આત્મા આખા વિશ્વને જાણવાની શક્તિ ધરાવે છે અને દેખાપણાના ગુણને લઈને આખા વિશ્વને જોવાની શક્તિ ધરાવે છે. પુદ્ગલોમાં જડતા હોવાથી આ ગુણો તેમાં નથી. તેને અજીવ, જડ, પુગલ, માયા વગેરે નામોથી સંબોધવામાં આવે છે. સડવું, પડવું, વિખરાવું, મળવું, વિવિધ આકારો ધારણ કરવા એ જડતાનો સ્વભાવ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે પુગલો કહેવાય છે. શરીર, વચન, મન અને વિવિધ પ્રકારનાં કર્મો તે જડતામાંથી જ ઉત્પન્ન થાય છે. કુળની, વર્ણની, પક્ષની, જ્ઞાતિની, પરિજનોની, સંબંધીઓની, ભાઈની, પુત્રની, સ્ત્રીની, દેહની, વિકારોની, ગુણોની, નગરની, દેશની અને રાષ્ટ્રની ઇત્યાદિ વિવિધ પ્રકારની હૃદયમાં રહેલી લાગણીઓને ભેદીને સહજ ગુણના નિધાનરૂપ આત્મા રહેલો છે. સેવાળને દૂર કરીને જેમ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ * આત્મવિશુદ્ધિ તળાવ પ્રમુખમાંથી મનુષ્યો પાણી પીવે છે, તેમ વિકલ્પોરૂપ સેવાળને દૂર કરીને પોતાની અંદર રહેલા આત્માના ધ્યાનરૂપ અમૃતને કર્મ ક્લેશના નાશ માટે પીવું જોઈએ. આત્માના ધ્યાનથી પર બીજું કોઈ તાત્ત્વિક સુખ નથી, આત્મધ્યાનથી પર બીજું કોઈ તપ નથી. અને આત્મધ્યાનથી પર બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. આત્મભાન ભૂલી મોહમાં આસક્ત બનેલા કેટલાએક જીવો યશને, સુખને, રાજ્યને, સુંદર સ્ત્રીને, પુત્રને, સેવકને, સ્વામિત્વને, ઉત્તમ વાહનને, બળને, મિત્રોને, શબ્દ પાંડિત્યને અને રૂપાદિકને પામીને હર્ષ પામતા છતાં પોતાનાં જન્મને સફળ માને છે, પણ ખરી રીતે વિચારતાં તેઓ આત્મભાન ભૂલેલો હોવાથી આ સર્વ વસ્તુઓ તેમને અહિતકારી થાય છે. આ સુખમાંથી જ દુઃખ પ્રગટ થાય છે. આ વસ્તુઓમાં મારો—તારાપણાની માન્યતાથી અને રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો તેમને દુઃખના અને પુનર્જન્મના ખાડામાં ઘસડી જાય છે. હે મનુષ્યો! જડ ચૈતન્યના ભેદવાળા દુર્લભ જ્ઞાનને પામીને ખુશી થાઓ. આ ભેદજ્ઞાનની મદદથી નવીન કર્મો આવવાનો માર્ગ અટકાવો અને આત્મજાગૃતિના બળે પૂર્વના કર્મોને તોડીને તમારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરો. આ દુઃખે ભેદી શકાય તેવા કર્મરૂપ પર્વતોને ભેદજ્ઞાનરૂપ વજ્રના બળવડે ઘણા થોડા વખતમાં ભેદી નાખો. 2 Page #52 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ૩૭ અહો! આ વિશ્વમાં આત્મજ્ઞાનની રૂચિ ઉત્પન્ન કરાવનારા મનુષ્યો મળવા દુર્લભ છે, તેમ જ આત્મ સ્વરૂપને પ્રતિપાદન કરનારા શાસ્ત્રોની પ્રાપ્તિ થવી તે પણ દુર્લભ છે. આત્મજ્ઞાનવાળા જીવોનો સમાગમ થવો તે પણ મુશ્કેલ છે. આત્માનો ઉપદેશ કરનારા ગુરૂની પ્રાપ્તિ થવી તેનાથી પણ દુર્લભ છે. તેનાથી પણ ચિંતામણિની માફક ભેદજ્ઞાનની પ્રાપ્તિ થવી તે વિશેષ દુર્લભ છે. તપ કરનારા તપસ્વીઓ મળી આવવા તે સુલભ છે, શાસ્ત્રો ભણેલા પંડિતો પણ મળી આવવા સુલભ છે, પણ તેઓની અંદર ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરનારા જીવો ઘણા થોડાં જ હોય છે. અગ્નિ જેમ ઘાસના ઢગલાને ક્ષણવારમાં બાળીને રાખ કરી દે છે તેમ ભેદજ્ઞાની ચિકૂપની પ્રાપ્તિમાં વિનરૂપ કર્મના ઢગલાને ઘણા થોડા વખતમાં બાળીને ક્ષય કરે છે. ઓ શાસ્ત્ર વિશારદ બુદ્ધિમાનો! તમે શુદ્ધ ચિતૂપની પ્રાપ્તિ માટે અખંડ ધારાએ ભેદજ્ઞાનની ભાવના કરો. પોતાના આત્માનો બોધ થવાથી સાક્ષાત્ સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. આત્મબોધ ભેદજ્ઞાનથી પ્રગટ થાય છે, માટે મુમુક્ષુ જીવોએ ભેદજ્ઞાનની વારંવાર ભાવના કરવી. આ જીવે વસ્તુની પરીક્ષા, શિલ્પાદિ સર્વ કળાઓ, અનેક શક્તિઓ અને વિભૂતિઓ પ્રાપ્ત કરી છે પણ ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરી નથી. ભેદજ્ઞાનરૂપ પ્રચંડ વાયુથી મોહરૂપ રજ ઉડી જાય છે, ભેદજ્ઞાનના પ્રકરણમાં શુદ્ધ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આત્મવિશુદ્ધિ ચિતૂપનું દર્શન થાય છે, મોહરૂપ અંધકાર નાશ પામે છે, ભેદજ્ઞાનરૂપે નેત્રો વડે યોગીઓ ચિકૂપનો અનુભવ કરે છે. ગરૂડના આવવાથી સર્પો જેમ ચંદનના વૃક્ષને મૂકીને ચાલ્યા જાય છે તેમ ભેદજ્ઞાનના આગમનથી સર્વ કર્મો આત્માને મૂકીને ચાલ્યા જાય છે. ભેદજ્ઞાનના બળથી શુદ્ધ આત્માને પામીને કેવળજ્ઞાની તેમજ દેવાધિદેવ તીર્થકર પણ થઈ શકાય છે, માટે હે ભવ્ય જીવો! તમે આ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા. તમારા સંપૂર્ણ બળથી પુરુષાર્થ કરો. પ્રકરણ નવમું મીઠનો વ્યાય यावन्मोहोबलीपुंसि दीर्घ संसारि तापि च । न तावत्शुद्ध चिद्रूपे रुचिरत्यंत निश्चला ॥१॥ મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશળ રૂચિ થતી નથી.” મુંઝાવે તે મોહ, આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે મોહ, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આશક્તિ કરાવે તે મોહ. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય, તેમ જ સંસારમાં લાંબા કાળ સુધી Page #54 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૩૯ ભ્રમણ કરવાનું હોય તેવાને પણ આત્મા તરફ લાગણી ન જ હોય. આ મારા અને પારકા, એમ સજીવ તથા નિર્જીવ પદાર્થના સંબંધમાં ચિંતન કરવું તે મોહ છે, કેમ કે તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કોઈનું કાંઈ પણ નથી. આણે મને માન આપ્યું, આણે મારું અપમાન કર્યું, આણે મારી ઉજ્વળ કીર્તિ વધારી અને આ માણસે મારી અપકીર્તિ કરી, એ ચિંતન કરવું તે જ મોહ છે. હું કરું? ક્યાં જાઉ? ક્યાંથી કેવી રીતે સુખી થાઉં? કોનો આશ્રય લઉં! શું બોલું. એવું એવું બધું મોહનું જ ચિંતન કહેવાય. સજીવ અજીવ પદાર્થમાં રાગ કરવો કે દ્વેષ ધરવો, આ સર્વ મિથ્યા બુદ્ધિ જ ગણાય. કેમ કે આત્મા તો કેવળ શુદ્ધ ચિતૂપ જ છે, હું દેહ છું અથવા દેહ મારો છે, હું પુરુષ છું, હું સ્ત્રી છું. અથવા આ સંબંધીઓ છે તે મારા છે; એવું તાત્ત્વિક દૃષ્ટિએ ચિંતવવું તે મોહ છે. એ મોહને જીતવાનો ઉપાય એ છે કે તે હું નથી અને મારા તે નથી. હું શુદ્ધ આત્મા છું.' આવું વારંવાર ચિંતવવું અને તેના દેઢ સંસ્કાર મન ઉપર પાડવા. હે આત્મનુ તું તારી પોતાની ચિંતા કર, બીજાની ચિંતા કરવાનું મૂકી દે. ચિંતા કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. બીજાના સુખ દુઃખમાં તું વધારો કે ઘટાડો કરી શકે તેમ નથી. જે મનુષ્ય જેવું પરીણામે જેવે રસે જે જે કર્મ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આત્મવિશુદ્ધિ બાંધ્યા છે, તે તે કર્મ તેવા તેવા રસે અને પરીણામે તેને ભોગવ્યા સિવાય છૂટકો નથી. કાળ કાળનું કામ કરે છે, દિવસ આવે છે, રાત્રિ આવે છે, ઋતુઓ નિયમિત આવ્યા કરે છે, શીયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી વર્ષાઋતુ, એમ કાળનું યંત્ર વ્યવસ્થાસર આ વિશ્વમાં ચાલ્યા કરે છે, તેમ કર્મનું ચક્ર પણ કોઈનો પક્ષપાત કર્યા વિના, રાજાને અને રાંકને, ઇન્દ્રને અને વિઝાના કિડાને તેના યોગ્ય કિર્તવ્યનો બદલો આપ્યા જ કરે છે. આમાં પક્ષપાત ચાલતો નથી, સિફારસ કામ આવતી નથી, લાંચ રૂશ્વત આપી શકાતી નથી, ગરીબ અને ધનાઢ્યોનો ન્યાય, ન્યાયને એક છાબડે જ તોળાય છે. પોતાનો ઉદ્ધાર કે વિનાશ એ પોતાના સારાં ખોટાં કર્મોથી જ થાય છે. જેમ કાળ કાળનું કામ કરે છે તેમ કર્મો કર્મોનું કામ કરે છે. પોતાને કે પરને, ઉત્તમ કે અધમ જે જે સુખ દુઃખ મળે છે તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મ જ આપે છે. તે છતાં ભાન ભૂલીને આણે મને દુઃખ આપ્યું, અને આણે મને સુખ આપ્યું, અને હું સુખી કરીશ અને આને હું દુઃખી કરીશ, આવું ચિંતન કરવું કે માનવું તે મોહનો જ પ્રભાવ છે. ઓ આત્મદેવ! પારકી ચિંતા મૂકી દે. ખરા શત્રુને શોધી કાઢ, ખરા ગુનેગારને પકડ અને તેને શિક્ષા કર. તારી ભૂલ તું સુધાર. ખરો ગુનેગાર તું પોતે જ છે. આત્મભાન ભૂલી મોહને આધિન થયેલો તારો આત્મા જ તારો શત્રુ છે તેને શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયોગમાં તદાકાર પરિણમી રહે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ છે ૪૧ મોહનું નજીકનું પ્રથમ સ્થાન તારું શરીર છે. તેનો વિચાર કર. જેને સુખી કરવા માટે રાત્રિ દિવસ ન કરવાનાં કાર્ય કરે છે, અનેક જીવોનો સંહાર કરે છે, અનેક જીવોને કષ્ટો આપે છે, રાગદ્વેષ કરે છે, તે શરીરની ઉત્પત્તિનો વિચાર કર. દુર્ગધી અને મળના ભાજનરૂપ વિર્ય અને રજમાંથી અમુક વિધિવડે બનેલું અને પોતાની ઈચ્છાનુસાર મનુષ્યોએ અમુક નામ આપેલું તે આ શરીર તારું કેવી રીતે થઈ શકે? તેનું કોઈ વર્ણન કરે કે સ્તુતિ કરે કે કોઈ નિંદા કરે તેનાથી તને શો લાભ? અને કઈ જાતની હાનિ? આત્મદેવ! તમે તો શુદ્ધ ચિતૂપ છો એટલે તત્ત્વથી તે સ્તુતિ કે નિંદા એ શરીરની જ છે, તમારી નથી. - અહો! મોહને લઈ આત્મભાન ભૂલેલા જીવો, કોઈ કિર્તિને માટે વલખાં મારે છે, કોઈ બીજાને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યાં છે, ભાટ ચારણની માફક હાજી હા કહી તેના જ રાજીયા ગાયા કરે છે, કોઈ ઇન્દ્રિયોના વિષયો મેળવવા તલપી રહ્યાં છે, કોઈ આ શરીરને લાંબો વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધિઓ અને માત્રાઓનું સેવન કરી રહ્યાં છે, કોઈ વંશ વધારવા માટે અનેક બાવા જોગી પાસે ભટકી રહ્યાં છે, કોઈ ધન સંચય કરવા માટે દેશ પરદેશ ખેડી રહ્યાં છે, કોઈ ધનના રક્ષણ માટે હથિયારોથી સજ્જ કરેલા પહેરેગીરોને ઘરની ચારે બાજુ ગોઠવી રહ્યાં છે, કોઈ પંડિતતા મેળવવા અનેક પુસ્તકો અને ભાષાઓ શીખી રહ્યાં છે, કોઈ પોતાના વાડાના રક્ષણને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ♦ આત્મવિશુદ્ધિ માટે અનેક વિધિ નિષેધની મોટી મોટી દીવાલો ચણી રહ્યાં છે અને વાડામાં બકરાંઓને પુરે તેમ અજ્ઞાની મનુષ્યોને ભરમાવીને વિવિધ લાલચો બતાવીને તેમાં પુરી રહ્યાં છે, આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના જીવો જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, શાંતિ મેળવવી, મોટા થવું એ તેમનો ઉદ્દેશ હોય છે. આ ઉદ્દેશ તેમનો પાર પડતો નથી, કેમ કે આ ભૂલ ભૂલામણીવાળી મોહ રાજાની બીછાવેલી જાળ છે, તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મોહક ચેષ્ટાઓથી ભાન ભૂલી જીવ સપડાય છે અને છેવટે સુખને બદલે દુઃખ પામી પોતાનો પ્રાણ ખોવે છે. ખરા બુદ્ધિમાનો તો એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ સુખ અને શાંતિનું સ્થાન માનીને મોહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુન્ય પ્રકૃતિથી પ્રાપ્ત થયેલાં દેવોનાં અને મનુષ્યોનાં સુખ તે સુકા ઘાસ જેવાં છે. તેને જો કેળવી જાણે તો ગાય અગર ભેંસોની માફક સુકા ઘાસમાંથી દુધ અને દુધમાંથી ઘી બનાવી શકાય છે. જો ન કેળવી જાણે તો એટલે તેનો દુરૂપયોગ કરે તો ઘાસમાં અગ્નિ મૂકવાથી તેની રાખ થાય છે, તેમ તે સુખનો નાશ થવા સાથે ભાવી જન્મ પણ દુઃખમય પ્રાપ્ત કરે છે. પુન્ય પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઈને આત્મમાર્ગમાં આગળ પણ વધી શકાય છે અને મોહમાં આસક્ત બની શક્તિનો દુરૂપયોગ કરી અનેક જીવોને દુઃખ આપી વિષયોમાં આસક્ત થઈને પાછળ પણ હઠી જવાય છે. આશ્ચર્ય છે કે અલ્પ બુદ્ધિવાળા જીવો આ મોહના ઘર Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ × ૪૩ તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, સંતતિ અને જમીનમાં સુખ માની બેઠા છે!! આ જીવ પરમાર્થથી બંધાયેલો નથી છતાં મોહના પારાથી ભીરૂ બની પોપટની માફક કે વાનરાની માફક પોતાના અજ્ઞાનથી પોતાને બંધાયેલો માની તેમાં જ વધુ ને વધુ હેરાન થતો જાય છે. પવન ચકીના એક ભાગ ઉપર બેઠેલો પોપટ આનંદ કરતો હતો, તેવામાં પવન ચકી ફરવા લાગી પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળીયાને તેણે મજબુતાઈથી પકડ્યો. તેથી તે પવનચકીની સાથે ઊંચે નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબુત પકડે છે તેમ તે પોતાને મજબુત રીતે તેની સાથે જ ચોંટાડી રાખે છે. જો તેને મૂકી દે તો તરત જ તેનાથી છુટો થઈ શકે તેમ છે પણ પોતાની ભૂલથી અને તેને છોડી દઈશ તો હું પડી જઈશ આવા ખોટા ભ્રમથી હેરાન થાય છે. તેમ આ જીવ પણ આ મોહને તથા મોહના સાધનોને જેમ જેમ વળગતો જાય છે તેમ તેમ તે વધારે વધારે બંધાતો જાય છે. પોપટની માફક ખરી મુક્તિનો ઉપાય તો એ જ છે કે તેણે તે સર્વને છોડી દેવું. તે સિવાય આ જીવને છુટવાનો બીજો કોઈ પણ ઉપાય નથી. સાંકડા મોઢાવાળા વાસણમાં વાનરાએ હાથ નાખી તેમાંની વસ્તુની મુઠી ભરી. મોઢું સાકડું એટલે ભરેલી મુઠી નીકળી ન શકી. અજ્ઞાનતા અને મોહને લઈ વાનરાએ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૨ આત્મવિશુદ્ધિ જાણ્યું કે અંદરથી મને કોઈએ પકડ્યો છે, તેથી ચીચીઆરી કરી મૂકી, પણ મુઠી છોડી ન દેવાથી ત્યાંથી તે ખસી શક્યો નહિ અને તેના માલિકના હાથે માર ખાધો. આ વાંદરાની મુક્તિનો ઉપાય એ જ હતો કે તેણે મુઠીમાં ભરેલી વસ્તુ મૂકી દેવી. આ જ પ્રમાણે મોહમાં મુંઝાયેલા મનુષ્યો જડ ક્ષણભંગુર વસ્તુને પોતાની માની મમત્વની મુઠીમાં તેને પકડી રાખીને પછી હેરાન થાય છે, દુઃખો અનુભવે છે અને પોતાને બંધાયેલો કે કોઈ સંબંધીએ પકડી રાખેલો માને છે. પણ વાંદરાની માફક પોતાની મમત્ત્વની મુઠી ખાલી કરી દે—મૂકી દે તો તે મુક્ત જ છે. પોતાની અજ્ઞાનતા યા પોતાનો મોહ જ આ જીવને બંધનમાં નાખનાર છે. તે સિવાય કોઈ તેને પકડી રાખનાર નથી. ઇન્દ્રિયોના વિષયોમાં અને તેના સાધનોના રક્ષણમાં સદા વ્યગ્ર થયેલા જીવોમાં આત્માની ચિંતા ક્યાંથી હોય? તેની બુદ્ધિમાં નિર્મળતા ક્યાંથી થાય? તેને શુદ્ધ ચિત્તૂપની પ્રાપ્તિ ક્યાંથી મળે? અને તેના અભાવે આત્માથી ઉત્પન્ન થતું સુખ કેમ મળે? જીવને પ્રથમ દેહમાં આત્માપણાની ભ્રાંતિ થાય છે, પછી મોહને લઈને જગતમાં ભ્રાંતિ થાય છે, પછી પરદ્રવ્યોને અંગે થતી અતિ સંતાપ કરવાવાળી ચિંતામાં સતત્ વધારો થાય છે. ધન્ય છે તે આત્માઓને! કે જેઓ પરદ્રવ્યનો ત્યાગ કરીને જ્ઞાન અને આનંદના ઘર તુલ્ય પોતાના આત્મભાવમાં પ્રવૃત્તિ કરી રહ્યાં છે, તેવા પવિત્ર આત્માઓને વારંવાર નમન કરૂં છું. જેઓ શુદ્ધ આત્મ Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૪૫ સ્મરણને મૂકીને બીજાના કાર્યની કે વર્તનની ચિંતા કરી રહ્યા છે તેવા નિભંગી જીવો ચિંતામણી રત્નનો ત્યાગ કરીને પથ્થરને ગ્રહણ કરે છે. જ્ઞાન એ સ્વાધિન સુખને પ્રગટ કરનાર છે. આત્મા ચિંતનથી તેની પ્રાપ્તિ થાય છે, છતાં હતભાગી જીવો તેનો ત્યાગ કરીને કોઈ વિલક્ષણ વસ્તુ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. આંધળા આગળ નાચ, હેરા આગળ ગીત, મરણની છેલ્લી ઘડીએ રોગનો ઉપચાર, અજ્ઞાની જીવોનો તપ, ઉખર જમીનમાં વાવણી, તૃષા વિનાનાને પાણી, સ્વાર્થી મનુષ્યોની મિત્રતા, અભવ્યને નિર્દોષ વિધિની રૂચિ, કાળી કામળીને ચડાવાતો રંગ અને શ્રદ્ધા વિનાનાને આપેલો મંત્ર જેમ વૃથા છે તેમ જડ માયામાં પ્રીતિવાળાને આપવામાં આવતું આત્મજ્ઞાન વૃથા છે. મોહમાં મૂઢ બનેલા દરેક જીવો દરેક ક્ષણે પરદ્રવ્યોનું સ્મરણ કરે છે, પણ મોક્ષને અર્થે જ્ઞાનાનંદમય પોતાના આત્માને કોઈ પણ વખત યાદ કરતા નથી. વિચાર કરતાં જણાય છે કે મોહ કરતાં બીજો કોઈ પણ બળવાનું શત્રુ નથી, માટે પ્રબળ પુરુષાર્થ કરીને પણ તેને જીતવો જોઈએ. આ સંસારરૂપ કુવાના મોહરૂપ કાદવમાં અનાદિ કાળથી જગતું ખેંચેલું છે. તેનો આત્માના જ્ઞાન અને ધ્યાનરૂપ દોરડાં વડે ઉદ્ધાર કરવો. આત્માના ઉદ્ધાર Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આત્મવિશુદ્ધિ સિવાયનાં બીજા બધા કાર્યો મોહથી ઉત્પન્ન થયેલાં છે. મોહથી કર્મબંધ થાય છે અને કર્મબંધથી દુઃખ થાય છે, માટે મોહ એ જ મોટો શત્રુ છે. બધાં કાર્યોને એક બાજુ રાખી મોહરૂપ શત્રુનો નાશ કરવા તમે શુદ્ધ ચિતૂપ આત્માનું ઉત્તમ જ્ઞાન મેળવો અને તેનું ધ્યાન કરો. પ્રકરણ દસમું અહંકારનો ત્યાગ निरंतरमहकारं, मूढाः कुर्वांते तेन ते । स्वकीय शुद्ध चिद्रूपं, विलोकंते न निर्मलं ॥१॥ “અજ્ઞાની જીવો નિરંતર અહંકાર કરે છે. આ કારણે તેઓ પોતાના નિર્મળ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી.” આત્મજાગૃતિ ન હોય ત્યાં જ અભિમાન અને મમત્વભાવ પ્રગટે છે. તેમ જ અભિમાન અને મમત્વથી આત્મજાગૃતિ દબાતી પણ જાય છે, આ બન્ને વસ્તુઓ માયાના પ્રદેશમાં રહેલી છે. જડ માયાથી જ તેને પોષણ મળે છે. હું અને મારું એ શબ્દોમાં મારૂં એ શબ્દ આત્માથી જુદી કોઈ વસ્તુના સંગ્રહની ખાત્રી આપે છે અને હું શબ્દ તેથી થયેલા અજીર્ણ યાને અહંકારરૂપ વિકારનો ખ્યાલ આપે છે. આ બન્ને સ્થાનમાં આત્મજાગૃતિનું નામ નિશાન જણાતું નથી. જ્યાં આ અંધકાર હોય છે ત્યાં આત્મપ્રકાશ હોતો Page #62 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ * ૪૭ નથી અને જ્યાં આત્મપ્રકાશ હોય છે ત્યાં આ અંધકાર રહેવા પામતો નથી. આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિમાંથી આ બન્નેની ઉત્પત્તિ છે. જેમ કે હું મનુષ્ય છું, દુર્બળ છું, મજબુત છું, ગૌર છું, શ્યામ છું, ક્ષત્રીય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું, શુદ્ર છું, વિદ્વાન છું, મૂર્ખ છું, ધનવાન્ છું, રોગી છું, નિરોગી છું, ગરીબ છું ઇત્યાદિ જે જે વિચારો કરાય છે, મનમાં ચિંતન કરાય છે તે સર્વમાં પુલિક વસ્તુની જ મુખ્યતા હોવા છતાં તેમાં મિથ્યા હુંપણાનું જ મુખ્યતાએ સૂચન કરાય છે, અને મનાય છે, આવું ચિંતન કરવું તે અહંકારના ઘરનું છે. તે દુનિયાનો માર્ગ છે. પૂર્વને બદલે પશ્ચિમ તરફ લઈ જનારી એ લાગણીઓ છે. પ્રકાશને બદલે અંધકારમાં હડસેલનારો તે માર્ગ છે. આવા વિચારો કે લાગણીઓમાંથી જ રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. ઉંઘતાં ઉંઘતાં ચાલવાનો આ રસ્તો છે. આખા વિશ્વનો મોટો ભાગ આ માર્ગે પ્રયાણ કરી રહ્યો છે, પણ ચોક્કસ રીતે હું કહું છું કે ભૂલાયેલો અને દુઃખનો જ માર્ગ છે. જે જાગૃત થયેલા મનુષ્યો દરેક ક્ષણે અહંકાર વિનાની સ્થિતિમાં રહે છે, તેઓ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ અદ્વૈત માર્ગે થઈને પોતાના શુદ્ધ ચિદ્રૂપને પામે છે એમાં જરા પણ સંશય નથી. તેઓ એમ વિચાર કરે છે કે દેહ હું નથી, કર્મો હું નથી, મન હું નથી. વચન હું નથી, હું બ્રાહ્મણ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ * આત્મવિશુદ્ધિ નથી, હું ક્ષત્રીય નથી, હું વૈશ્ય નથી, હું શુદ્ર નથી, હું જાડો નથી, હું પાતળો નથી, નિર્ધન નથી, ધનવાન્ નથી, રાજા નથી, રાંક નથી, ગૌર નથી, શ્યામ નથી, પંડિત નથી, મૂર્ખ નથી પણ જ્ઞાનસ્વરૂપ છું. ઉપર જણાવેલા ભાગોમાં હુંપણું ન માનવાનું કારણ એ છે કે તેમાં કોઈ દેહના ધર્મો છે, કોઈ મનના ધર્મો છે, કોઈ જાતિના ધર્મો છે, અને કોઈ આત્માથી જુદી જડ માયાની ઉપાધિઓ છે, પણ તેમાં આત્માનો ધર્મ કોઈ નથી. આત્મા અને જડના વિભાગને સમજનાર ભેદજ્ઞાની, પર વસ્તુમાં પોતાપણાનો આરોપ કે માન્યતા કરે જ નહિ, પર વસ્તુમાં પોતાપણાની માન્યતા એ જ અજ્ઞાન અને એ જ અભિમાન છે. કર્મનાં બંધનો વધારવાનો અને મજબુત કરવાનો આ માર્ગ છે. અભિમાન વિનાનું ચિંતન કરવું, આત્મસ્વરૂપને વારંવાર યાદ કરવું તે શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનું પરમ કારણ છે. જે જીવો મોહને લઈ પર વસ્તુમાં મારાપણારૂપ મમત્વ કરે છે તેઓને સ્વપ્ન પણ શુદ્ધ ચિત્રૂપની પ્રાપ્તિ થતી નથી. આ શુભાશુભ કર્મો મારાં છે, શરીર મારૂં છે, માતા, પિતા, ભાઈ, વ્હેન, સ્ત્રી, પુત્ર, પુત્રી ઇત્યાદિ કુટુંબીઓ મારાં છે. આ દેશ, નગર, ગામ, જમીન, ઘર, હાટ, મંદિર, મહેલ, હાથી, ઘોડા, ગાય, ભેંસ, ઉંટ, બળદ, નોકર, ચાકર, દાસ, દાસી ઇત્યાદિ મારાં છે, આવું આવું બીજું પણ જે કાંઈ ચિંતન કરાય છે તે સર્વ મમત્વભાવને સૂચવે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ભાષા વિના વ્યવહાર થતો નથી એટલે વ્યવહારને ખાતર આ મારૂં છે કે મારાં છે. એમ બોલવું પડે, તેમાં આત્મજાગૃતિ રાખીને મારા, તારાદિ શબ્દોનો વ્યવહાર કરવો પડે, તેમાં અડચણ નથી. પણ અભિમાન કે મમત્વ ભાવના અંગે આત્મભાન ભૂલી હું અને મારૂં કરતાં નવીન કર્મબંધ થાય છે તે અટકાવવાની જરૂર છે. ૪૯ ગöહું અને મમ મારૂં આ મોહ રાજાનો મંત્ર છે, અને તેણે જગને દેખાતી આંખે આંધળું કરી દીધું છે; તેને જીતવા માટે ના ં 7 મમ, હું કોઈનો નથી અને મારૂં કાંઈ નથી. આ મંત્રનો જાપ જ્ઞાનીઓએ બતાવેલો છે. મતલબ કે હું અને મારાપણાથી જીવ બંધાય છે અને હું કોઈનો નથી અને મારૂં કોઈ નથી. આ વિચારવડે જીવ બંધનથી મુક્ત થાય છે. મમતાનો ત્યાગ કરવાના વિચારો કરવા, આત્માનું ધ્યાન કરવું, વ્રતો પાળવાં, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને ઇન્દ્રિયોનો નિરોધ કરવો એવાં એવાં બીજા પણ કાર્યો નિર્મમતામાં વધારો કરનારા છે. જે મહાત્માઓ અચળ મોક્ષપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે આ નિર્મમતાનો આશ્રય લઈને જ. જેમ લીલો ચીકાશવાળો માટીનો પીંડો ભીંત ઉપર નાખતાં તે ભીંતની સાથે ચોંટી જાય છે અને સુકો ચીકાશ વિનાનો માટીનો પીંડો તે જ ભીંત સામે ફેંકતા પછડાઈને ભાંગીને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આત્મવિશુદ્ધિ ચોંટ્યા વિના ભુકો થઈ નીચે પડી જાય છે; આ જ દૃષ્ટાંતે જ્યાં સુધી જીવને કોઈ પણ પદાર્થમાં મારાપણારૂપ મમતાની ચીકાશ અને ઢીલાશ હોય છે ત્યાં સુધી રાગદ્વેષમાં તે લેપાવાનો જ, કર્મ સાથે ચોંટવાનો જ. આ મારાપણાની મમતાવાળી ચીકાશ ગઈ કે પછી તેને કર્મ કોઈ પણ ચોંટવાના નહિ. મમતા મૂકી દેવાથી તપ થાય છે, મમતા જવાથી વ્રતો પાળી શકાય છે, અને ઉત્તમોત્તમ ધર્મ પણ નિર્મમતાથી પ્રાપ્ત થાય છે. - નિર્મમતા લાવવા માટે ક્લેશ સહન કરવો પડતો નથી, બીજા પાસે યાચના કરવી પડતી નથી, દેશાટન કરવાની જરૂર નથી, ચિંતા કરવી પડતી નથી અને કાંઈ ખર્ચ પણ કરવું પડતું નથી. ફક્ત એક વિચારની દિશા બદલાવવી પડે છે. જેને મારું માન્યું છે તેને મારું નથી, એવું મનને મનાવો કે તરત જ નિર્મમતા આવીને ઉભી રહે છે. નિર્મમતામાં કર્મોને આવવાની જગ્યા નથી. અશુભ કર્મનો બંધ નથી, આત્મષ્ટિનું પોષણ થાય છે, ઉપયોગની તીવ્રતા વધે છે, નિઃસ્પૃહતા સ્વાભાવિક આવે છે, જ્ઞાનવાનું બને છે, સંયમી થાય છે અને તપ ન કરવા છતાં ખરો તપસ્વી તે બને છે. જેમ જેમ નિર્મમતા વૃદ્ધિ પામે છે તેમ તેમ રાગદ્વેષાદિ દોષો નાશ પામે છે, માટે આત્માર્થી જીવોએ જેમ બને તેમ મમતા અને અહંકારનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો. Page #66 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ પ૧ આ પ્રમાણે વિચાર કરીને જે જીવો અહંકાર મમકારનો ત્યાગ કરે છે તે જીવો શુદ્ધ આત્માના ધ્યાનને અવશ્ય પામે છે. પ્રકરણ અગિયારમું આભા ઉપાસકીની દુર્લભલા प्रतिक्षणं प्रकुर्वति, चिंतनं परवस्तुनः । सर्वे व्यामोहिता जीवाः, कदा कोपि चिदात्मनः ॥१॥ “મોહમાં ફક્સાયેલા સર્વે જીવો દરેક ક્ષણ પર વસ્તુનું ચિંતન કરે છે. કોઈક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશે.” જગતુના જીવોનો મોટો ભાગ રાત્રિ અને દિવસ અનેક પ્રકારના પ્રયત્નમાં લાગી રહેલો છે. નાનામાં નાના જંતુ, ખનિજ અને વનસ્પતિ આદિના જીવો અને પશુ પક્ષી મનુષ્યાદિ પણ કોઈને કોઈ વ્યાપારમાં પ્રવૃત્તિમાં લાગી ગયેલા જણાય છે. તે તે જીવોના હાલવા-ચાલવામાં બોલવામાં અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જો બારીક નજરથી જોવામાં આવે તો ખાત્રી થશે કે તેની આ. સર્વ પ્રવૃત્તિ પર વસ્તુ મેળવવાની, સંગ્રહ કરવાની, કે રક્ષણ કરવાની જ હોય છે. નાના બાળક બાલીકાઓથી લઈ મોટા Page #67 -------------------------------------------------------------------------- ________________ પર જ આત્મવિશુદ્ધિ ગણાતા રાજા મહારાજા અને મહારાણીઓની પણ પ્રવૃત્તિ તપાસવામાં આવે તો ખાવાપીવામાં, મોજમજામાં, પહેરવાઓઢવામાં અને પર વસ્તુઓના સંગ્રહ તરફ જ હોય છે. આત્મા તરફ પ્રવૃત્તિ કરનારા તો કોઈ વિરલ જીવ જ જણાઈ આવશે. ધનનો ત્યાગ કરનારા, ભગવાનના નામે મંદિરો બંધાવનારા, મહોત્સવો કરનારા, દાન દેનારા અને પરોપકાર કરનારા અનેક જીવો મળી આવવા સુલભ છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા તરફ પુરુષાર્થ કરનારા કોઈક જીવો જ મળી આવશે, કેમ કે એમની પ્રવૃત્તિ બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાની છે, પણ આત્માને જગાડનારી પ્રવૃત્તિ નથી. યમ નિયમ પાળનારા, વ્રત ધારણ કરનારા, ઘોર તપશ્ચર્યા કરનારા, પ્રભુનું પૂજન, અર્ચન, નમન કરનારા, વ્યસનોનો ત્યાગ કરનારા, તીર્થયાત્રામાં પર્યટન કરનારા, પરિષદો સહન કરનારા, રૂપવાનું, બળવાન, ધનવાન, લાવણ્યતાવાળા પુત્રાદિ સંતતિવાળા ઘણા જીવો જગતમાં મળી આવવા સંભવિત છે. પણ રાગદ્વેષ મોહનો ત્યાગ કરીને આત્મતત્ત્વમાં લીન થયેલા જીવો મળવા મહાનું દુર્લભ છે, કેમ કે ઉપર બતાવેલી સર્વ પ્રવૃત્તિનો મોટો ભાગ દેહથી કરવા યોગ્ય કાર્યનો છે અને આત્મા તો દેહથી પર છે. ધર્મ શ્રવણ કરનારા, ઇન્દ્રિયોને દમવાવાળા, મૌનપણું Page #68 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૫૩ ધારણ કરનારા, કર્યાગુણને જાણનારા, મનુષ્યોની સોબતથી દૂર રહેનારા, અને પંડિતતા ધારણ કરનારા ઘણા જીવો વિશ્વમાં મળી શકશે, પણ આત્મતત્ત્વના અનુભવી જીવો મળવા મુશ્કેલ છે, કેમ કે આત્મતત્ત્વ એ સર્વથી પર રહેલું છે. જ્યોતિષ વિદ્યામાં પારગામી, વૈદકશાસ્ત્રના પાકા પરિચયવાળા, પુરાણોમાં પ્રવીણ, વાસ્તુશાસ્ત્રમાં નિપુણ અને સંગીતાદિમાં નિષ્ણાત વિદ્વાનો વિશ્વમાં મળવા સુલભ છે, પણ આત્મતત્ત્વમાં પ્રવીણ જીવો મળવા દુર્લભ છે, કેમ કે એ બાહ્યકળાઓ અને વિદ્યાઓથી આત્મા પેલી તરફ રહેલો છે. અર્થાત્ એ શાસ્ત્રોના જ્ઞાનથી આત્મા પામી શકાતો નથી.' - જળમાં તરનારાઓ, જુગારમાં જીતનારાઓ, વનમાં રહેનારાઓ, યુદ્ધમાં વિજય મેળવનારાઓ, હૃદયદ્રાવક ગાયન કરનારાઓ અને સ્ત્રીઓ સાથે ક્રિીડા કરનારા ઘણા જીવો જોવામાં આવે છે પણ આત્મામાં આનંદ કરનારા જીવો કોઈક ભાગ્યે જ દેખાય છે, કેમ કે શારીરિક પ્રવૃત્તિથી આત્મા પેલી તરફ છે. સિંહોને વશ કરનારા, સર્પોને પકડનારા, હાથીઓને સ્વાધિન કરનારા, વાઘને ત્રાસ દેનારા અને શત્રુઓ ઉપર વિજય મેળવનારાઓ ઘણા જીવો મળી આવે છે પણ પોતાના ચિદાત્માનો વિજય મેળવનારા કોઈ વિરલ આત્મા દેખાય છે કેમ કે બાહ્ય વિજયથી આત્મા પર છે. પાણીને, Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૪ આત્મવિશુદ્ધિ અગ્નિને, રોગને, હાથીઓને, સર્પને, ચોરને, શત્રુને અને વિદ્યાધરોને સ્તંભન કરવાની શક્તિવાળા ઘણા જીવો મળી આવશે, પણ ઉન્માર્ગે ચાલનારા પોતાના મનને સ્તંભન કરનારા કોઈ વિરલા જ જીવો મળી આવે છે, કારણ કે આત્માને સ્થિર કરવાનો માર્ગ તેનાથી જુદો છે. શાંત જિંદગી ગુજારનારા, મહાવ્રતો પાળનારા, ઉપસર્ગના પ્રસંગમાં પૈર્ય રાખનારા, ગંભીરતા ધરનારા, એવા પણ ઘણા જીવો મળી આવવા સુલભ છે, પણ આત્મસ્વરૂપમાં લીન થનારા જીવો કોઈક જ હોય છે, કેમકે આ માર્ગ જ ઉપાધિ વિનાનો છે. વિવિધ પ્રકારના ગુણોથી વિભૂષિત ઘણા લોકો દેખાય છે, પણ શુદ્ધ ચિતૂપમાં પ્રેમવાળા વ્રતધારી જીવો વિરલા જ મળી આવે છે. એકેન્દ્રિયાદિ સંજ્ઞાવાળા પૂર્ણપર્યાપ્તિ કરનારા અનંત જીવો છે, પણ તેમાં શુદ્ધ આત્મગુણની પૂર્ણતા કરનારો કોઈ જીવ નથી. પાંચ ઇન્દ્રિયવાળા સંશી, આસન ભવ્યતાવાળા, મનુષ્ય જન્મ પામેલા, ઉત્તમ વ્રતધારી, શુદ્ધ ચિતૂપમાં લીન થનારા જીવો મનુષ્યલોકની બહાર અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં કોઈ પણ નથી. અધોલોકથી ઓળખાતા નીચલા ભાગમાં અને ઉર્ધ્વલોકથી જણાવાતા ઉપરના ભાગમાં પણ તેવા કોઈ જીવો નથી. ક્ષેત્રના સ્વભાવથી જ્યોતિષ લોકમાં પણ તેવો કોઈ નથી, મનુષ્યલોકમાં પણ જે જીવો ઉત્પન્ન થાય છે Page #70 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ કે પપ તેમાં અકર્મભૂમિમાં તથા મ્લેચ્છ ખંડવાળી ભોગભૂમિમાં પણ પ્રાયે તેવો કોઈ જીવ હોતો નથી. આર્યખંડમાં ઉત્પન્ન થયેલા જીવોમાં પણ કોઈ વિરલા જ જીવો આત્મજ્ઞાનમાં લીન થનારા હોય છે. આ ક્ષેત્રમાં અત્યારે ઘણા થોડા જીવો જ આત્માના માર્ગે ચાલનારા છે. તેમાં પણ સમ્યફદર્શનવાળા, અણુવ્રતધારી, મહાવ્રત ધારણ કરનારા, ધીર પુરુષો તો અત્યંત દુર્લભ છે. તેમાં પણ તત્ત્વવેત્તા અને તેમાં પણ આત્મામાં રક્ત–લીન થયેલા જીવો તો અત્યંત દુર્લભ છે. આ અવસર્પિણી કાળમાં વ્રતધારી, જ્ઞાનમાં આસક્ત, ગુણવાન, પાત્રતાવાળા અને સદ્ગતિગામી જીવો ઘણા થોડા હોય છે. - મિથ્યાત્વાદિ ચાર ગુણસ્થાનમાં શુદ્ધ આત્મામાં આસક્ત જીવો સંભવે જ નહીં. વ્રત ધારણ કરનારા જીવો કોઈક વખત જ આત્મામાં આસક્ત હોય છે. પાંચમા ગુણસ્થાનથી ચૌદમા સુધીના દશ ગુણસ્થાનોમાં તેવા જીવો મળી આવે છે, પણ તેવા ઘણા થોડા જ હોય છે. અત્યારે ઘણા જીવો તો શરીરમાં, ધનમાં, ભાઈઓમાં, પુત્રમાં, પુત્રીમાં, સ્ત્રીઓમાં, માતા-પિતામાં, ઘરમાં, ઇન્દ્રિયોના ભોગમાં, વનમાં, નગરમાં, આકાશી વાહનમાં, રાજકાર્યની ખટપટમાં, ભોજનમાં, બાગ–બગીચામાં, વ્યસનમાં, ખેતીમાં, વાવોમાં, કુવામાં, તળાવોમાં, નદીઓમાં, નાટકોમાં, યશ મેળવવામાં, માન પ્રતિષ્ઠા વધારવામાં, Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૬ જ આત્મવિશુદ્ધિ પદવીઓમાં અને પશુતુલ્ય વૃત્તિઓમાં આસક્ત બની પ્રવૃત્તિ કરતા પ્રત્યક્ષ દેખાય છે, પણ પોતાના શુદ્ધ ચિતૂપમાં આસક્ત થનારા કોઈ વિરલા જ જીવો હોય છે. જ્ઞાનીઓએ આ કાળને દુષમકાળ કહ્યો છે તેનું કારણ માત્ર એ જ છે કે ઉપર બતાવેલાં બાહ્ય દ્રવ્યમાં, ઇન્દ્રિયોમાં, શરીરમાં, વચનમાં, મનમાં અને બાહ્ય વિદ્યા કળામાં જીવો પ્રવૃત્તિ કરી રહ્યાં છે કે જે વિભાવદશા છે. આત્માના માર્ગની તે પ્રવૃત્તિ નથી પણ આત્માના માર્ગમાં વિઘ્નરૂપ તે પ્રવૃત્તિ છે, તેમાં જીવો મોહિત થઈ રહ્યાં છે, તેને માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યાં છે, પરિણામે તે વસ્તુ જુદી છે, નાશ પામનારી છે, દગો દેનારી છે, દુઃખી કરનારી છે, છતાં તે સંબંધમાં આંખો મીંચીને જીવો પ્રવૃત્તિ કરી રહ્યાં છે અને જે વસ્તુ સાચી છે, કાયમ ટકી રહેનારી છે. સદા સાથે રહેનારી છે, સુખરૂપ છે તે પોતાનો આત્મા જ છે, તેને માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. માટે જ આત્મા તરફ પ્રવૃત્તિ કરવી, તેની ઉપાસના કરવી તે દુર્લભ છે. આ દુષમકાળમાં પણ આત્માને ઓળખીને તે તરફ પ્રવૃત્તિ કરનારી જીવો સહેલાઈથી પોતાનું કલ્યાણ કરી શકે છે. માટે ઉત્તમ વખત અને જે અનુકૂળ સાધનો પોતાને મળ્યાં હોય તેનો આત્માને માર્ગે ઉપયોગ કરવા ચૂકવું નહીં. Page #72 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૫૭ પ્રકરણ બારમું જ્ઞાનાદિ ૨૯શય रत्नत्रया द्विना चिद्रूपोपलब्धिर्न जायते । यथर्द्धिस्तपसः पुत्रा पितुर्वृष्टिर्बलाहकात् ॥१॥ તપ વિના જેમ લબ્ધિઓ થતી નથી, પિતા વિના પુત્ર થતો નથી અને વાદળ વિના વૃષ્ટિ થતી નથી, તેમ રત્નત્રયજ્ઞાન, દર્શન, ચારિત્ર વિના ચિતૂપની પ્રાપ્તિ થતી નથી.” જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્માની પ્રવૃત્તિ થાય તેને રત્નત્રય કહેવામાં આવે છે. આત્મા આ ત્રણ રત્ન સ્વરૂપ જ છે. તેમ જ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. - આ રત્નત્રય વ્યવહારે તેમ નિશ્ચયથી એમ બે પ્રકારે છે. દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વનું જ્ઞાન કરવું તે વ્યવહાર જ્ઞાન છે. જેના સારભૂત જીવ અજીવ બે પદાર્થો છે. તેનો વિસ્તાર તે ચૌદપૂર્વનું જ્ઞાન છે. જીવ અજીવના મધ્યમ વિસ્તારરૂપ પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો બને છે. જેમાં ચેતના છે તે જીવ છે. તેનાથી વિપરીત લક્ષણ તે અજીવ છે. તેમાં જડતા છે. શુભ કર્મનાં પુદ્ગલો તે પુન્ય છે. અશુભ કર્મનાં પુગલો તે પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ યોગ એ હેતુથી જે આવે તે આશ્રવ છે. વિરતિથી Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આત્મવિશુદ્ધિ આવતાં કર્મને અટકાવવાં તે સંવર છે. આવેલાં કર્મોનું પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે અન્યોઅન્ય જોડાવું તે બંધ છે. બંધાયેલાં કર્મોને આત્માના પ્રદેશથી ભોગવીને જુદાં કરવાં તે નિર્જરા અને આત્મ પ્રદેશથી બધાં કર્મોનું નિર્જરી જવું તે મોક્ષ છે. જ્ઞાન ભણવાના વખતે જ્ઞાન ભણવું, કાળ વેળાએ ન ભણવું, વિનયપૂર્વક જ્ઞાન શીખવું. બહુમાનપૂર્વક ભણવું, ઉપધાન અને યોગ વહનની તપશ્ચર્યા કરીને જ્ઞાન શીખવું. જ્ઞાન આપનાર ગુરૂને ઓળવવા નહિ–તેનો ઉપકાર ન ભૂલવો. અક્ષરો, કાનો, માત્ર, બિન્દુ પડ્યા ન રહે તેમ શીખવું. અર્થ સાથે ભણવું. જે ભણવામાં આવે તેનો અર્થ બરાબર સમજવો યા ધારી રાખવો. અક્ષર અને અર્થ બન્નેનું જ્ઞાન મેળવવું. આ સર્વ વ્યવહાર જ્ઞાન છે. તેનાથી સર્વ તત્ત્વોનું જ્ઞાન થાય છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન કરવું તે નિશ્ચયજ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્માથી જ્ઞાન જુદું નથી. છતાં સ્વભાવનું જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા કરાવે છે, ત્યારે વિભાવનું જ્ઞાન આત્મ જાગૃતિ ન હોય તો ભાન ભૂલાવી રાગદ્વેષ કરાવી નવીન કર્મબંધ કરાવે છે. માટે સ્વભાવમાં આવવા માટે વિભાવ જ્ઞાનને જાણવાની જરૂર છે. કેમ કે વિભાવથી સ્વભાવને જુદો કરવા માટે તેના પ્રતિપક્ષીને જાણવાની જરૂર રહે છે. તે જાણ્યા પછી સ્વભાવમાં સ્થિરતા Page #74 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૫૯ કરવાનું કાર્ય ચાલુ રાખવાનું છે, આ જ્ઞાન ઉત્તમ છે. કર્મ રેણુને ઉડાવનાર પવન સમાન છે અને મોક્ષનું હેતુ છે. મોહના અભાવથી પોતાના આત્મતત્ત્વનો અનુભવ થાય છે. બાહ્ય અભ્યત્તર સંગથી મુક્ત થયેલ આ પરમ જ્ઞાન છે. જીવ અજીવ આદિ નવ તત્ત્વોની શ્રદ્ધા થવી તેને વ્યવહારે દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દર્શનના ઉપશમ, ક્ષયોપશમ અને લાયક એવા ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય આ સાત પ્રકૃતિના ઉપશમ સમ્યકત્વથી ઉપશમ કહેવાય છે. સાત પ્રકૃતિના ક્ષયોપશમથી ક્ષયોપશમ સમ્યકત્વ કહેવાય છે અને સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયક સમ્યકત્વ યાને દર્શન કહેવામાં આવે છે. - જે વિચાર કે વર્તનથી અનંત કર્મ પરમાણુ આવે, તેમાં તીવ્ર કર્મોનો રસ પડે તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. આ વિચાર કે વર્તન ક્રોધથી, માનથી માયાકપટથી અને લોભથી એમ ચાર પ્રકારે થાય છે. મનુષ્યોના દરેક વિચાર કે વર્તનમાં પ્રાયે કરી ક્રોધ, માન, માયા અને લોભ તો હોય છે જ, પણ તે સર્વેમાં કાંઈ અનંતો રસ પડતો નથી, છતાં આત્મ સન્મુખ થવારૂપ આત્મદૃષ્ટિ જ્યાં સુધી જાગૃત ન થઈ હોય ત્યાં સુધી સત્તામાં તેના બીજ હોય છે, એટલે તે જીવની આ દેહ દૃષ્ટિથી કે પુગલાનંદીપણાથી તે બીજને પોષણ મળ્યા કરે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ આત્મવિશુદ્ધિ મિથ્યાત્વનાં પુગલો શોધેલાં હોવાથી ઉજળાં થયેલાં હોય તે સમ્યકત્વ મોહનીય છે. અરધાં શુદ્ધ અને અરધાં અશુદ્ધ એવા મિશ્ર મિથ્યાત્વનાં પુદ્ગલોને મિશ્રમોહનીય કહે છે અને સર્વથા અશુદ્ધ મિથ્યાત્વનાં પુગલો તે મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મોહનીય એ કર્મોનું બીજ છે, અથવા મૂળ છે. ડાળાં પાંખડાં કાપી નાખવા છતાં જો મૂળ સાજુ હોય તો પાછું ઝાડ નવપલ્લવિત થાય છે, તેમ જો આ મિથ્યાત્વનું મૂળ કાયમ હોય તો આ સંસાર વૃક્ષ નવપલ્લવિત જ રહે છે. તેવા જીવોને ભવમાં આનંદ લાગે છે. પુદ્ગલોમાં જ સુખ દેખાય છે. આત્મામાં પ્રેમ થતો નથી, તેના સુખમાં શાંતિ દેખાતી નથી. અરે! તે આત્માનું નામ પણ તેને ગમતું નથી. આવા જીવોને મિથ્યાત્વી કહેવામાં આવે છે. કેમ કે પાંચ ઇન્દ્રિયનાં કે વિશ્વના મિથ્યા સુખમાં તેને પ્રીતિ હોય છે, મિથ્યાત્વનાં અરધાં અશુદ્ધ પુદ્ગલવાળો જીવ તેના કરતાં સારો છે. તેને મનમાં મધ્યસ્થતા હોય છે. તેની સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ તો નથી છતાં તેના ઉપર દ્વેષ કે ખેદ પણ નથી. એ પણ ઠીક છે અને આ પણ ઠીક છે. એવી માન્યતા હોય છે તેમ છતાં મિથ્યાત્વનાં પુગલોનું વેદન હોવાથી તેને પડતાં વાર લાગતી નથી, તેમ જ નિમિત્ત સારું મળી આવે તો તે આગળ પણ વધી શકે છે અને આત્મદષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૬૧ મિથ્યાત્વના ઉજ્વળ પુગલવાળો તેના કરતાં સારો છે. વસ્તુગતે વસ્તુને તે જોઈ શકતો નથી પણ તેની તે નજીક છે. પારદર્શક પુગલોના આંતરાની માફક તેની વચ્ચે ઉજળો પણ પડદો છે, તેથી તેના મનમાં પ્રસંગે પ્રસંગે શંકા કાંક્ષાઓ થયા કરે છે. વસ્તુનો તાત્ત્વિક નિશ્ચય તેને નથી છતાં કોઈ જ્ઞાની પુરુષોનું નિમિત્ત મળી જાય તો સમ્યકત્વ પ્રાપ્તિની તૈયારી તેનામાં છે. અને જો વિપરીત નિમિત્ત મળી જાય તો આ શુદ્ધ પુદ્ગલને મિથ્યાત્વનાં મેલાં પુદ્ગલો થતાં પણ વાર ન લાગે. કેમ કે મિથ્યાત્વનું બીજ તેનામાં કાયમ છે. આ સાત પ્રકૃતિઓ ઉપર બતાવી તે આત્મજાગૃતિના બળે સત્તામાં દબાવી હોય તેને ઉપશમ સમ્યકત્વ અથવા દર્શન કહે છે. જેમાં નીચે અગ્નિ પડેલો હોય છતાં ઉપર રાખ વિગેરે કોઈ પદાર્થ નાખવાથી અંદરમાં તે દબાયેલો રહે છે તેમ પરમાત્મ સ્મરણની અખંડ ધારા ચાલતી હોય તે વખતે આ સાતે પ્રકૃતિઓ સત્તામાં દબાયેલી રહે છે. આત્મસ્મરણ ચાલતું હોવાથી આ પ્રસંગે તેને બહાર નીકળવાનું નિમિત્ત મળતું નથી. આ પરમાત્મ સ્મરણ તે રાખની માફક તેને સત્તામાં દબાવી રાખે છે. આ વખતે ઉપશમનું બળ વધે છે. આત્માનો ઝાંખો પ્રકાશ કે મધુર આનંદ તેને મળે છે. આવા ઉપશમનું બળ જો બહુ જ વધારવામાં આવે તો પ્રસંગે તે સાતે પ્રકૃતિનો ક્ષય થઈ, ઉપશમમાંથી અનુક્રમે ક્ષાયકભાવ પણ પ્રગટે છે. માટે જ્યાં સુધી ક્ષય કરવાનું બળ ન પ્રગટે ત્યાં સુધી મનુષ્યોએ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આત્મવિશુદ્ધિ ઉપશમનું બળ વધારતા રહેવું. જેમ દબાયેલા અગ્નિમાંથી પણ બારીક વરાળ બહાર આવે છે અને અગ્નિ દબાયેલો રહે છે તેમ કાંઈક મિથ્યાત્વનાં પુદ્ગલો વેદાય અને કાંઈક દબાયેલાં રહે. આ સ્થિતિને ક્ષયોપશમની સ્થિતિ કહે છે. પરમાત્માનું સ્મરણ કરતાં અને આત્મજાગૃતિવાળા ઉપયોગમાં રહેવાની પ્રવૃત્તિ કરતાં એકાગ્રતા ન હોવાથી વચમાં વિકલ્પો આવ્યા કરે અને કાંઈક સ્થિરતા હોય. આ સ્થિરતા તે પુદ્ગલોને દબાવી રાખે છે અને કાંઈક વિકલ્પવાળી અસ્થિરતાને લીધે તે પુદ્ગલો બહાર આવે છે, આને ક્ષયોપશમ કહે છે. ક્ષાયક દશામાં તો આ સાતે પ્રકૃતિઓનો મૂળથી ક્ષય કરવામાં આવે છે. ઉપશમના વિશેષ બળને લીધે આત્મજાગૃતિમાં વધારો થતો રહે છે. આ આત્મજાગૃતિના બળે છેવટે તે શુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલોનો નાશ કરવામાં આવે છે, એટલે ક્ષાયકદર્શન પ્રગટે છે. આ વખતે આવેલું પાછું ન જાય—પ્રગટેલો આત્મપ્રકાશ કોઈ પણ પ્રસંગે ન બુઝાય તેવું આત્મદર્શન થાય છે. તેને લઈને એ સાધકના આનંદનો પાર રહેતો નથી. હવેથી તે પોતાના આત્માના કાયમ દર્શન કરે છે. માટે જ તેને ક્ષાયક દર્શન કહે છે. ઉપશમમાં અને ક્ષયોપશમમાં પણ આત્મદર્શન તો હોય છે પણ તે અખંડ નથી, તેમ શુદ્ધ પણ નથી. ઉપશમમાં આત્મદર્શન વધારે શુદ્ધ થાય છે, પણ તેથી સ્થિરતા ઓછી Page #78 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ થતાં પાછો પડદો તેની આગળ આવી પડે છે. ક્ષયોપશમમાં ઝાંખી વિશુદ્ધિ હોય છે. પરિણામની ધારામાં ફેરફાર થતાં તેની આડે પણ વિશેષ ઝાંખો પડદો આવી રહે છે. ૬૩ આ સ્થળે દર્શનમોહનીય કર્મના ઉપશમ કે ક્ષયને લઈને જેટલો આત્મા ઉજ્વળ બન્યો છે, જેટલાં કર્મો આત્મા ઉપરથી ઓછાં થયા છે, તેટલો આત્મગુણ પ્રગટ્યો છે. આ આત્મગુણને દર્શન કહેવામાં આવે છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. પાપવાળા વ્યાપારોની નિવૃત્તિ કરવી અને શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહાર ચારિત્ર કહે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ મૂળ ગુણ અને કર્મકાંડ તે ઉત્તર ગુણ, આ બન્ને મૂળ–ઉત્તર ગુણોનું મોક્ષને અર્થે પાલન કરાય તે ચારિત્ર છે. પ્રથમના જ્ઞાન અને દર્શન સાથે હોય તો જ આ ચારિત્ર કર્મ ક્ષય કરવામાં પરંપરાએ ઉપયોગી છે. તે સિવાય શુભ વર્ઝન હોવાથી પુન્યબંધનું કારણ થાય છે. જ્યાં જ્યાં શુભ ઉપયોગ અને શુભ પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં વ્યવહાર ચારિત્ર છે અને તે પુન્યબંધનું કારણ છે. પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. પોતાના શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચળ સ્થિતિ તે ઉત્તમ નિશ્ચય ચારિત્ર છે તેથી કર્મનો ક્ષય છે. દર્શન અને જ્ઞાન બળથી પોતાના શુદ્ધ ચિદ્રૂપમાં સ્થિતિ કરવી અને એ વિશુદ્ધિના બળે પર દ્રવ્યનું સ્મરણ ન થાય તેવી સ્વરૂપમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪ આત્મવિશુદ્ધિ લીનતા કરવી તે ઉત્તમ ચારિત્ર છે. આત્મદર્શન સ્થિર થયા પછી તેમાં એકરસતા થવી દુર્લભ નથી. આ એકરસતા તે જ નિર્વિકલ્પ સ્વરૂપસ્થ દશા છે. આ વ્યવહાર રત્નત્રય સાધનરૂપ છે અને નિશ્ચય રત્નત્રય તે સાધ્યરૂપ છે. સત્ પુરુષોએ તેનું સેવન કરેલું છે. આ ચારિત્ર જગતને પૂજ્ય છે. વ્યવહાર ચારિત્ર જે શુભ ઉપયોગની પ્રવૃત્તિરૂપે છે તે સ્વર્ગાદિસુખનું સાધન છે. શુદ્ધ ઉપયોગમાં સ્થિરતારૂપ નિશ્ચય ચારિત્ર મોક્ષનું કારણ છે. ' વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય વિના કોઈને કોઈ પણ કાળે પોતાના પરમ શુદ્ધ ચિકૂપની પ્રાપ્તિ થતી નથી. આ જ્ઞાનીઓનો દઢ નિશ્ચય છે. પ્રકરણ તેરમું વિશુદ્ધિનાં સાધનો येनोपायेन संक्लेश श्चिद्रूपाद्यातिवेगतः । विशुद्धिरेति चिद्रूपे, स विधेयो मुमुक्षुणा ॥१॥ જે ઉપાયવડે આત્મામાંથી મલીનતા જલદી નાશ પામે અને આત્મામાં વિશુદ્ધિ આવે તે ઉપાય મોક્ષના ઇચ્છુક જીવોએ કરવો.” આત્મામાં રાગ-દ્વેષની લાગણીઓ છે તે જ મલીનતા છે. જેટલે અંશે આ મલીનતા ઓછી થાય છે તેટલે અંશે વિશુદ્ધિ પ્રગટ થાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ કે ૬૫ મન બે પ્રકારનું છે : એક દ્રવ્ય મન, બીજું ભાવ મન. પુદ્ગલનાં પરમાણુઓનું બનેલું મન તે દ્રવ્ય મન છે, જેમાંથી અનેક આકૃતિઓ બંધાય છે અને આંતર્ દૃષ્ટિથી તે જોવામાં પણ આવે છે. અનેક પ્રકારના વિકલ્પો અને કલ્પનાઓ તે પણ દ્રવ્ય મન છે. ભાવ મન આત્માના ઘરનું છે. તે ઉપયોગરૂપ છે. ઉપયોગ શુભ, શુદ્ધ, અશુભ અને અશુદ્ધ એમ અનેક પ્રકારે છે. શુદ્ધ ઉપયોગ જે કેવળ સહજ સ્વરૂપ નિર્વિકલ્પ રૂપ છે. વીતરાગ દશામાં સાકાર અને નિરાકારરૂપ ઉપયોગ છે. જેમાં કર્મમળનો અભાવ છે તેવા શુદ્ધ ઉપયોગ સિવાયનો શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગ છે તે મલીનતાવાળો છે. આ ભાવ મન કે જે શુભાશુભ ઉપયોગરૂપ છે, તેને આત્માની મલીનતાવાળી સ્થિતિ કહો તો પણ એક જ વાત છે, આ આત્માને અથવા આ ભાવ મનને શુદ્ધ કરવાની જરૂર છે. આત્માનું કલ્યાણ ઇચ્છનારાઓએ પ્રથમ આ મનને શોધવું જોઈએ, તેમાં રહેલા. મળને દૂર કરવો જોઈએ, જેમ રોગી માણસને મળ શુદ્ધિ કર્યા વિના શરીરની પુષ્ટિ કરનારું રસાયણ પણ કાંઈ ઉપયોગી થતું નથી, તેમ મન શુદ્ધિ કર્યા વિના આત્મજ્ઞાન ફાયદો આપતું નથી. રોગીને પ્રથમ વૈદ્ય લોકો જુલાબ આપી તેનો કોઠો સાફ કરે છે પછી દવા કે રસાયણ જે આપે છે તે તેને ફાયદાકારક થાય છે. તેમ જ્ઞાની ગુરૂઓ રૂપ વૈદ્યો પ્રથમ મનને શુદ્ધ કરવા શુભ કાર્યમાં મનને અખંડ પ્રવૃત્તિ કરાવવા રૂપ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આત્મવિશુદ્ધિ જુલાબ આપી, અશુભ વિચારો અને વર્તનો બંધ કરાવે છે. તે પછી આત્માનું ધ્યાન કરવા રૂપ રસાયણ આપે છે. તે સિવાય કરાયેલી મહેનત આત્મસ્વરૂપ પ્રગટ કરાવનારી થતી નથી. જેમ પાણીના પ્રવાહને અટકાવવા આડી મજબૂત પાળ બાંધવારૂપ બંધ નાખવામાં આવે છે તેથી પાણી રોકાઈ રહે છે, છતાં તે રોકાયેલા પાણીને બીજી બાજુ વાળવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો તે પાણી પાળને તોડી નાખશે. અથવા પાળ ઉપર થઈને ચાલ્યું જશે; તેમ મનથી કોઈ પણ અશુભ વિકલ્પ ન કરવારૂપ નિશ્ચય કરવામાં આવે તેથી તે નિશ્ચયની પાળ આગળ અશુભ વિકલ્પો અટકશે, છતાં તે મનને બીજે રસ્તે જોડવામાં ન આવે તો છેવટે મન તેના સ્વભાવ પ્રમાણે પોતાના નિશ્ચયને તોડી નાખશે. માટે મનને સારા વિચારો કરવા તરફ વાળવું જોઈએ. સારા વિચારો કે જાપ કરવા તરફ વળેલો મનનો પ્રવાહ અશુભ માર્ગ તરફ વહન નહિ થાય અને અશુભ વિચારો ન કરવાના નિશ્ચયવાળો પાળનો બંધ મજબુત બન્યો રહેશે. આ વિચાર પ્રમાણે મનને શુભ માર્ગમાં જોડવાથી અશુભ વિચારોને અટકાવવાની જરૂર પણ રહેશે નહિ. અર્થાત્ શુભ વિચારો કરવા આડે તેને ફુરસદ નહિ મળે, તેથી અશુભ વિચારો કરતું મન સ્વાભાવિક જ બંધ થશે. જેમ કાંટો કાંટાને કાઢે છે તેમ શુભ વિચારો અશુભ Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૬૭ વિચારોને હઠાવે છે. કાંટો કાઢવા માટે સોય કે શૂળરૂપ બીજો કાંટો પગમાં નાખવો પડે છે, આ કાંટો પ્રથમના કાંટાને કાઢી નાખે છે, કાંટો નીકળ્યા પછી તે બન્નેને દૂર કરવામાં આવે છે. તેમ મનની વિશુદ્ધિ માટે, મનનો મેલ દૂર કરવા સારૂ, પરમાત્માના નામનો જાપ કરવા રૂપ કે તેમની વીતરાગ ભાવવાળી સજીવન મૂર્તિનું યા શુદ્ધ આત્મભાવને સૂચક પ્રતિમાજી પ્રમુખનું આલંબન લેવામાં આવે છે. આ આલંબનની મદદથી મનની વિશુદ્ધિ કરવામાં આવે છે. મલીનતારૂપ કાંટો આ આલંબનના કાંટાથી કાઢવામાં આવે છે. તે મલીનતા દૂર થતાં આલંબનરૂપ કાંટાને પણ મૂકી દેવામાં આવે છે. આ આલંબનમાં મન સર્વથા શાંત થતું નથી. જાપ કરવો કે આકૃતિ સામે જોવામાં મનને રોકાવું પડે છે. આટલી પણ વિભાવદશા છે. આટલી પણ મનની પ્રવૃત્તિ છે છતાં અશુભ વિચારમાં પ્રવર્તતા મન કરતાં આટલી મનની પ્રવૃત્તિ રહે છે તે ઉત્તમ છે. મનની ઘણી પ્રવૃત્તિ બંધ થયેલી છે. જેમ મંત્રવાદી મંત્રના પદને બોલીને ધીમે ધીમે સાપ પ્રમુખના ઝેરને દૂર કરે છે, તેમ પરમાત્માના નામ સ્મરણરૂપ મંત્રના પદોવડે મનની અશુદ્ધતારૂપ ઝેરને સાધક ધીમે ધીમે દૂર કરે છે. ઝેર ઉતરી ગયા પછી મંત્રના શબ્દો બોલવાની જરૂર નથી. શબ્દના બળથી ઝેરના પરમાણુ હઠી જાય છે અથવા રૂપાંતરમાં બદલાઈ જાય છે. જેમ અંધકારના પરમાણુઓ પ્રકાશના પરમાણુના બળથી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ * આત્મવિશુદ્ધિ પ્રકાશના રૂપમાં બદલાઈ જાય છે તેમ મનની અશુદ્ધિવાળા પરમાણુઓનું પરમાત્માના નામ સ્મરણરૂપ પ્રકાશના બળે રૂપાંતર પામી જાય છે, એટલે અશુદ્ઘ કે અશુભ અધ્યવસાયમાંથી મનને પાછું હઠાવીને શુભ આલંબનમાં જોડી દેવું તે શરૂઆતમાં ઘણું સારૂ છે. ત્યાર પછી “હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું, નિરંજન છું, નિરાકાર છું, જ્યોતિ સ્વરૂપ છું." અથવા કોઈ પણ વિચારને મુખ્ય રાખીને મનની શુભ કલ્પનારૂપ જાપ કે પ્રતિમાજી આદિના આલંબનને મૂકી દેવું અને એ શુદ્ધતા, કર્મ અંજન રહિતતા, નિરાકારતા કે જ્યોતિ સ્વરૂપતામાં એક રસ થઈ રહેવું., તેમાં રહેવાય તેટલીવાર રહેવું અને ન રહેવાય તો પાછું પ્રથમનું આલંબન પકડી લેવું. તેમાંથી પાછું નિર્વિકલ્પાદિના સ્વરૂપમાં આવવું. આમ થોડીવાર આલંબન લેવું અને થોડીવાર નિરાલંબન મનને રાખવું. આ પ્રમાણે કેટલાક લાંબા વખતના અભ્યાસ પછી મન આત્મામાં આવીને લીન થઈ જાય છે. આ વખતે વિશુદ્ધિ ઘણી થયેલી હોય છે અને જેમ જેમ આત્માના નિર્વિકલ્પ સ્વભાવમાં વધારે વખત રહેવાય છે તેમ તેમ વિશુદ્ધિ વધતી જાય છે. કોઈની પણ નિંદા ન કરવી. પાપી મનુષ્યોને જોઈને તેના કર્મની તેવી જ રચના છે એવો વિચાર કરવો. અથવા તેના કર્મનો જોખમદાર કે જવાબદાર તેજ છે, કરશે તે Page #84 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૬૯ ભરશે, વાવશે તેવું લણશે, એમ વિચાર કરીને તેની નિંદા ન કરતાં ઉપેક્ષા કરવી. ગુણવાનું મનુષ્યોની સેવા કરવી. ગુણાનુરાગ કરવો. દરેક મનુષ્યમાંથી અને દરેક વસ્તુમાંથી ગુણ જોવાની અને લેવાની ટેવ રાખવી, તત્ત્વનો નિશ્ચય કરવો. લોકસંજ્ઞા (લોકો જેમ કરે તેમ કરવા રૂપ)નો ત્યાગ કરવો. આત્મશ્રદ્ધા રાખવી. જડચૈતન્યનો વિવેક કરવો. બાળક પાસેથી પણ હિતકારી વચન ગ્રહણ કરવાં. દુર્જન મનુષ્યોના ઉપર પણ દ્વેષ ન કરવો પારકી આશાનો ત્યાગ કરવો. વિષયોને પાશ સમાન લેખવા. કોઈ સ્તુતિ કરે તો ખુશી ન થવું. કોઈ નિંદા કરે તો ક્રોધ ન કરવો. ધર્મ ગુરૂની સેવા કરવી. તત્ત્વ પ્રાપ્ત થાય તેવી ઈચ્છા રાખવી. મનની પવિત્રતા વધારવી. આત્મ સ્થિરતા કરવી. છળપ્રપંચ ન કરવા. વૈરાગ્ય ધારણ કરવો. મનનો નિગ્રહ કરવો. ભવમાં રહેલા દોષો જોવા દેહાદિની વિકૃતિ યા વિરૂપતાનો વિચાર કરવો. સર્વ જીવ સાથે મિત્રતા રાખવી. દુઃખી જીવો ઉપર કરુણા કરવી. અનિત્યાદિ બાર ભાવનાનો વિચાર કરવો. પરમાત્મા તરફ ભક્તિ વધારવી. એકાંતવાસ સેવવો અથવા નિર્જન પ્રદેશમાં રહી આત્મ તુલના કરવી. પ્રમાદનો વિશ્વાસ ન કરવો. આગમને મુખ્ય રાખીને વર્તન રાખવું. મનમાં કુવિકલ્પો આવવા ન દેવા. જ્ઞાની અને વયોવૃદ્ધ પુરુષની નિશ્રાએ રહેવું. આત્માનું ધ્યાન કરવું. શ્વાસોશ્વાસે પરમાત્માનું સ્મરણ કરવું. આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો અને આત્માના આનંદમાં લીન થવું. આ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આત્મવિશુદ્ધિ સર્વ ઉપાયો મનની વિશુદ્ધિ વધારવા માટેના છે. - ઘણી વખત બીજા જીવોના દુર્ગુણો જોઈને તેની નિંદા કે વાતોમાં આ જીવ એટલો બધો રસ લે છે કે વિના પ્રયોજને પોતાની વિશુદ્ધિ ગુમાવીને મલીનતામાં વધારો કરે છે, પણ એવા જીવો વિચાર નથી કરતા કે તેના ગુણ દોષોના જવાબદાર તે છે. તેનો સારો કે ખોટો બદલો તેને મળશે. તમારા વિચારથી તેનું સારું કે બૂરું થવાનું નથી. માટે તે તરફ ઉપેક્ષા કરવી અને આત્મભાન જાગૃત રાખવું. માયામાં બીજું શું હોઈ શકે? માટે પોતાની નિર્મળતાની ખાતર પારકી ચિંતાનો ત્યાગ કરવો યોગ્ય છે. વિશુદ્ધિ એ જ અમૃત છે. તે જ પરમ ધર્મ છે. સુખની ખાણ છે. મોક્ષનો માર્ગ પણ તે જ છે. સિદ્ધાંતોનું આજ રહસ્ય છે. પ્રકરણ ચૌદમું આમલક્ષ चित्तं निधाय चिद्रूपे कुर्याद्वागंगचेष्टितं । सुधीनिरंतरं कुंभे यथा पानीयहारिणी ॥१॥ “જેમ પાણીયારી માથે પાણીનું બેડું હોય છતાં પોતાનું મન પાણીના ભરેલા ઘડા તરફ રાખીને પોતાની સખીઓની સાથે વચનથી બોલવાનું અને શરીરથી એટલે હાથદ્વારા તાળીઓ પાડવી, હસવું ઇત્યાદિ વિવિધ પ્રકારથી ચેષ્ટાઓ Page #86 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૭૧ પ્રવૃત્તિઓ કરે છે છતાં બેડાને પડવા દેતી નથી. તેવી રીતે આત્મ કલ્યાણના ઇછુક મનુષ્ય પોતાનું ચિત્ત આત્મા તરફ રાખીને વ્યવહારથી–ઉપરથી વચન અને શરીરની પ્રવૃત્તિ કરવી.” આયુષ્ય અલ્પ છે, વિનો અનેક છે. પૂર્વ કર્મને લઈને વ્યવહારની–ઉદર નિર્વાહની મુશ્કેલીઓ પણ હોય છે, રોગાદિકનો ઉપદ્રવ કે કુટુંબની ચિંતાઓ પણ નડે છે. આવી સ્થિતિમાં આ જીવે આત્માનું કલ્યાણ કેવી રીતે કરવું? સત્ય સમજાયા પછી વ્યવહારની પ્રવૃત્તિ કંટાળા ભરેલી કેટલાકને લાગે છે. અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ખેંચાયા કરે છે તે સાથે વ્યવહારની પ્રવૃત્તિમાંથી કે જવાબદારીમાંથી કે ફરજમાંથી છૂટી શકાય તેવું પણ હોતું નથી. આવા મનુષ્યોએ આત્મ સ્મરણ માટે વ્યવહાર આડે વખત કેવી રીતે મેળવવો અને પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું? પ્રથમ આ બાબત લક્ષમાં રાખીને જ્ઞાની પુરુષો તેવા જીવોને ઉદ્દેશીને કહે છે કે, પાણીહારી વાતો કરવા, હસવા અને તાળી ઓ પાડવાદિ ક્રિયા કરતાં જેમ પાણીના બેડામાંથી પોતાનું લક્ષ ચૂકતી નથી તેવી રીતે આત્મલક્ષ જાગૃત રાખીને તમે વ્યવહારમાં પ્રવૃત્તિ કરો. અથવા ગાય જેમ ચારો ચરવાને વનમાં જાય છે, તેનું વાછરડું ઘેર હોય છે, ગાય ચારો ચરે છે, વનમાં ચારે બાજુ હરેફરે છે, પાણી પીવે છે અને પોતાના સમુદાયમાં પણ ઘુમે છે, છતાં તે ગાયની આ દરેક પ્રવૃત્તિમાં સુરતા કે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જ આત્મવિશુદ્ધિ ઉપયોગ, યા લાગણી તો પોતાના વ્હાલા વાછરડામાં જ હોય છે. આવી રીતે આત્મ ભાનમાં જાગૃત આત્મા, વ્યવહારના કાર્ય કરવા છતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ ચૂકતો નથી. અથવા ભર બજારમાં નટ પોતાનો ખેલ કરે છે, વાંસ લઈને દોર ઉપર ચડે છે, લોકો કોલાહલ કરે છે, નીચે તેના સોબતીઓ ઢોલ કે બીજાં વાજીંત્રો વગાડે છે, કોઈ ગાયન કરે છે, આટલાં બધાં વિક્ષેપનાં સાધનો-કારણો હોવા છતાં દોર પર ચડેલો નટ ત્યાં પોતાની રમત શરૂ કરે છે, તે વખતે પોતાની સુરતા દોર તરફની ચુકતો નથી, લોકોના કોલાહલને ગણકારતો નથી, કોણ કોણ લોકો જોવા આવ્યા છે અને તેઓ કેવા છે, તે તરફ ધ્યાન આપતો નથી. વાજીંત્ર વગાડનાર કે ગાયન કરનાર શું બોલે છે અને કેવું વગાડે છે તે પણ તે વખતે તેના લક્ષમાં નથી. કેવળ પોતાની સુરતા દોર ઉપર જ રાખતો હોવાથી ખેલ પુરો કરી શરપાવ મેળવે છે. એ વખતે જરા પણ લક્ષ બીજા તરફ કરે તો ઉપરથી પડે, હાડકાં ભાંગે કે મરે અને લોકોમાં હાંસી પાત્ર થાય, વળી શરપાવ પણ ન મળે, છતાં તેવા પ્રસંગો ભાગ્યે જ આવે છે. આ દેષ્ટાંતે આત્મ કલ્યાણનો ઇચ્છુક જીવ વ્યવહારમાં બધી પ્રવૃત્તિ કરે છે છતાં તે પોતાનું ભાન ભૂલતો નથી. કામીઓના મનમાં જેમ રાત્રી દિવસ કામનું જ લક્ષ, કામની જ ભાવના, કામનું જ ચિંતન રહે છે, સર્વે સ્થળે તે પોતાના કામી પુરુષને, કે પુરુષ પોતાની પ્રેમ પાત્રને જોયા Page #88 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ૧ ૭૩ કરે છે. દરેક શબ્દમાં તેના જ ભણકારા તેને સંભળાય છે. સ્વપ્નાં પણ તેનાં જ આવે છે. વિચારોમાં પણ તેની જ આકૃતિઓ મનમાં ખડી થાય છે. ખાવાનું, પીવાનું, સુવાનું, ઉંઘવાનું અને તેના માટે લોકલાજને પણ તેઓ ભૂલી જાય છે. આવી એક ક્ષણિક, વિયોગશીલ, દુઃખદાઈ અને વિરસ પરિણામવાળી કામની ભાવના છે તેને માટે જ્યારે મનુષ્યો પોતાનું ભાન ભૂલીને તેમાં એકતાર બને છે તો પછી જે શાશ્વત, અખંડ સુખરૂપ, સુંદર પરિણામવાળો પરમાત્માનો માર્ગ છે તેની અંદર આ જીવે કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ? કેટલો પુરુષાર્થ કરવો જોઈએ? આવી લાગણીથી પરમાત્માનું સ્મરણ કરાય તો આત્મા તે પરમાત્મા બની રહે છે. - જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે સર્વ ક્રિયામાં આત્મ ઉપયોગની જાગૃતિ હોવી જ જોઈએ. તે ક્રિયા પણ આત્માને માટે જ કરવી જોઈએ, આત્માની સાથે તે ક્રિયાનો સંબંધ જોડાવો જોઈએ. તો જ તે ક્રિયા કર્મની નિર્જરા કરી આત્મ સ્વરૂપે પ્રગટ કરી આપે છે. ભગવાન મહાવીર દેવ કહે છે કે “આ માર્ગ ધીર પુરુષોનો છે, આ માર્ગમાં ધીર પુરુષોએ પ્રવૃત્તિ કરી છે.” એટલે આ માર્ગમાં અનેક વિઘ્નો આવવા સંભવ છે પણ તે વખતે પોતાનું આત્મભાન ન ભૂલવું, આત્મભાન જાગૃત રાખી શકે તેજ ધીર પુરુષ છે. વિદનો તો આવવાનાં જ. પણ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આત્મવિશુદ્ધિ આ વિનો તે પ્રભુ માર્ગના પ્રવાસીની કસોટી રૂપ છે. કસોટીમાંથી પાસ થાય તો જ તે સોનાની કિંમત બરાબર ઉપજે છે તેમ વિદનની કસોટીમાંથી આ જીવે પસાર થવાનું છે. પોતાના પ્રભુ સ્મરણના માર્ગમાં રોગ, શોક, ઉપાધિ, આળસ્ય, સ્નેહ, વાસના ઇત્યાદિ આડા આવી ઉભા રહે છે, તે વખતે જો આ જીવ પામર, રાંક, હતાશા, નિરાશ અને ઉત્સાહ રહિત થઈને “હું શુદ્ધ આત્મા છું' એ સ્મરણ મૂકી દે તો વિદનો મજબુત થઈને તેના ઉપર ચડી બેસે છે. તે વખતે જીવ એમ વિચારે છે કે આજે નહિ પણ કાલે સ્મરણ કરીશ, મહીના પછી કરીશ કે આ કાર્ય પૂરું થયા પછી કરીશ તો જરૂર સમજવું કે તે ધીર પુરુષ નથી, પણ કાયર છે. ધીમે ધીમે તેની કાયરતામાં વધારો થશે અને એક વખત એવો આવશે કે તેની આ સુંદર પ્રવૃત્તિ છૂટી જશે. આવા વખતે પૂર્વના મહાન પુરુષોનાં જીવનોને યાદ કરી, તેઓના અખંડ પુરુષાર્થને દૃષ્ટિમાં રાખી, સંગમદેવ જેવાના છ છ મહીનાના ઉપસર્ગમાં પણ નિશ્ચળ અને અડોલ રહેલા પ્રભુ મહાવીર જેવા વીર પુરુષો તરફ લક્ષ રાખીને ઉદય આવેલાં કર્મોથી પરાભવ ન પામતાં, વિદનોને હટાવી દેવાથી તેના પુરુષાર્થમાં, ઉત્સાહમાં અને જીવનમાં કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થશે. આ બળ અનેક તેવા બળને મેળવશે. આ ઉત્સાહ તેથી મહા ઉત્સાહને પ્રગટ કરશે. માટે તેવા વિદનના પ્રસંગે પુરજોશથી બળ વાપરવું અને આત્મભાન અને આત્મ સ્મરણ ચુકવું નહિ. Page #90 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૭૫ આવાં વિદનો આપણને શુદ્ધ કરવા માટે આવે છે. આપણી અંદર છુપાયેલી–સુતી પડેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. વિદનની સામે બળ વાપરવાથી સત્તામાં રહેલી વિશેષ શક્તિ બહાર આવે છે. જેમાં વિદન મોટું તેમ તેને જીતવા પુરુષાર્થ વધારે કરવો પડે છે અને જેમ પુરુષાર્થ કરાય છે તેમ સત્તામાં રહેલી શક્તિ બહાર આવે છે અને તેટલો જ આત્મા શુદ્ધ થાય છે તથા આગળ વધે છે. માટે વિનથી નિરૂત્સાહી ન થતાં તે વખતે બમણાં જોરથી પુરુષાર્થ કરવો. રાગાદિક પાપ પ્રકૃતિના ઉદયરૂપ છે, તે ભોગવ્યાથી ઓછા થાય છે, તે સાથે આત્મજાગૃતિ વધારવામાં આવે તો જે વિપાકે ભોગવાય છે તેના કરતાં આત્મ શુદ્ધિથી, આત્મ ઉપયોગની તીવ્ર જાગૃતિથી પ્રદેશદ્વારા ઘણી સહેલાઈથી અને ટૂંકા વખતમાં તે કર્મો ઓછાં કરી શકાય છે. શાસ્ત્રોમાં કે પરંપરા દ્વારા એમ સંભળાય છે કે પ્રભુ મહાવીરને જેટલાં કર્મો છેલ્લા ભવમાં હતાં, તેટલા ત્રેવીશ તીર્થકરોનાં ભેગા મળીને હતાં, છતાં ઋષભદેવ ભગવાનને એક હજાર વર્ષ કર્મ ખપાવતાં લાગ્યાં, બીજા તીર્થકરોને થોડો, ઝાઝો વખત પણ લાગ્યો, ત્યારે મહાવીર પ્રભુએ તે સર્વ કર્મો સાડાબાર વર્ષમાં બાળીને ભસ્મ કરી નાખી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આનું કારણ એ જ છે કે પ્રભુ મહાવીરે પ્રબળ પુરુષાર્થ અને અખંડ જાગૃતિ રાખી, તેથી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જ આત્મવિશુદ્ધિ ટુંકા વખતમાં કર્મોનો નાશ કર્યો. કેટલાંક નિકાચિત કર્મો વિપાકે ભોગવ્યાં અને કેટલાક સોપક્રમિક કર્મો આત્માની નિર્મળતાએ પ્રદેશે ભોગવ્યાં. કહેવાનો આશય એ છે કે આવાં પ્રબળ અને ઘોર કર્મના ઉદય વખતે પણ તે મહાનું પુરુષો પોતાના ચિતૂપનું સ્મરણ ભૂલતે કે મૂકતા નહિ. ખરું કહો તો આવા વિનોએ જ તેમને ટૂંકા વખતમાં પ્રબળ પુરુષાર્થ કરાવીને નિર્મળ બનાવ્યાં છે. ઓ, સોહં, હું શુદ્ધાત્મા છું વિગેરેમાંથી કોઈ પણ શબ્દનો અખંડ જાપ વધારવાની જરૂર છે. આ જ આત્મ સ્મરણ છે. પરમાત્માના નામને સૂચવનારો કોઈ પણ શબ્દ લ્યો, અમુક જ શબ્દ લેવો તેવો આગ્રહ કરવાનું કાંઈ પણ કારણ નથી, કેમ કે ભગવાનનાં–શુદ્ધ આત્માનાં હજારો નામ છે. માટે ગમે તે નામે શુદ્ધ આત્માને યાદ કરો. તેનું સ્મરણ કરો. એક આંખ મીંચીને ઉઘાડો તેટલો વખત કે શ્વાસોશ્વાસ લ્યો તેટલો વખત પણ તે સ્મરણ ભૂલો નહિ. ત્યાર પછી તે અખંડ સ્મરણ થાય છે. વગર જણે તે તરફ ઉપયોગ રાખો એટલે જપાયા કરે છે. આનું નામ પદDધ્યાન છે. આ પદસ્થધ્યાન આવ્યા પછી જ રૂપસ્થધ્યાનની શરૂઆત થાય છે. એ પદસ્થધ્યાનને છેડે જ રૂપ પ્રગટે છે, આત્મ સ્વરૂપ દેખાય છે અને પછી તે રૂપનું ધ્યાન કરાય છે, તે રૂપસ્થનું ધ્યાન કહેવાય છે. અને આ રૂપસ્થળન તે જ રૂપાતિત ધ્યાનનું કારણ છે, માટે ભોજન કરતાં, પાણી પીતાં, સુતાં, બેસતાં, Page #92 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૭૭ ઊઠતાં, હાલતાં, ચાલતાં હું શુદ્ધ આત્મા છું આ વાતને ભૂલો નહિ. તપ કરતાં, મૌનપણું ધારણ કરતાં, વ્રતો પાળતાં, આગમ ભણતાં, પ્રભુને નમસ્કાર કરતાં, મંદિર જતાં, ગાયન કરતાં, પૂજન કરતાં, યાત્રા કરતાં, અભિષેક કરતાં, કોઈના સમાગમમાં આવતાં, અને વાહન પર બેસીને જતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાન ચૂકશો નહિ. | ભણતાં, ભણાવતાં, સેવા કરતાં, દાનાદિ દેતાં, પરોપકાર કરતાં, યમ–નિયમ પાળતાં, સંયમ ધારણ કરતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાનને ભૂલશો નહિ, તેથી જ મોક્ષ પમાય છે. - આત્મજાગૃતિ વિનાની ક્રિયા કરતાં સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે. અને હું આત્મા છું એ જાગૃતિવાળો આત્મા કર્મથી નિર્જરા કરી આત્માને ઉજ્વળ બનાવે છે. તે સિવાયની ધાર્મિક ક્રિયાથી પુન્ય બંધાય છે. | મુમુક્ષુઓ! વૈરાગ્યમાં વૃદ્ધિ કરો, સર્વ સંગનો ત્યાગ કરો, તત્ત્વજ્ઞ ગુરૂનો આશ્રય લ્યો, સંયમ સ્વીકારો, સર્વ શાસ્ત્રો–સિદ્ધાંતોનો અભ્યાસ કરો, નિર્જન અને નિરૂપદ્રવ સ્થાનમાં જઈને રહો, સર્વ ચિંતાનો ત્યાગ કરો, સિદ્ધાસન કે પદ્માસનાદિ આસને લાંબા વખત સુધી શાંતિથી બેસી શકાય તેવું આસન દ્રઢ કરો, સમભાવ ધારણ કરો અને મનને નિશ્ચળ કરી “હું શુદ્ધ ચિતૂપ છું આ પદસ્થ ધ્યાનનો Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આત્મવિશુદ્ધિ અભ્યાસ કરો. એથી કર્મનો નાશ થાય છે. ઉત્તમ ધર્મ ધ્યાનની વૃદ્ધિ થાય છે અને છેવટે શાશ્વત શાંતિવાળા મોક્ષની પ્રાપ્તિ થાય છે. પૂર્વે ઉત્પન્ન થયેલાં વૃક્ષો વરસાદ થવાથી વૃદ્ધિ પામે છે તેમ નિર્મળ આત્માના ધ્યાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. વરસાદ વરસવાથી અંકુરાઓ પ્રગટી નીકળે છે તેમ શુદ્ધ આત્માના દર્શનથી મોક્ષ દેવાવાળો ધર્મ પ્રગટે છે. વ્રતો લીધાં ન હોય, શાસ્ત્રો ભણ્યાં ન હોય, નિર્જન સ્થાનમાં નિવાસ ન કરાતો હોય, બાહ્ય અત્યંતર સંગનો ત્યાગ ન કર્યો હોય, મૌન ધારણ ન કર્યું હોય, અને યોગ ધારણ ન કર્યો હોય, ઈત્યાદિ કર્યા વિના પણ જો તે નિરંતર અખંડ આત્મજ્ઞાનનું જ ચિંતન કરતો હોય તો તે જીવનો મોક્ષ થઈ શકે છે. આત્મસ્મરણ એ એવી પ્રબળ વસ્તુ છે કે તેની અંદર વ્રતાદિ લીધા વિના પણ વ્રતાદિનું પાલન થઈ જ જાય છે. છ ખંડનું રાજ્ય પાળવા છતાં પણ શુદ્ધ આત્માનું અખંડ સ્મરણ કરનાર, શુદ્ધ આત્મામાં રક્ત થયેલ, નિરંતર તે તરફ લક્ષ બાંધી વર્તન કરનાર ભરત મહારાજા વિશેષ કર્મબંધન કરતાં આરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યાં. આ શુદ્ધ આત્માના સ્મરણનો જ મહિમા છે. સદા શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ઉપરથી વ્યવહારના સેંકડો કાર્ય કરતો હોય છતાં પણ અશુભ કર્મથી બંધાતો નથી, તેનો આત્મા અલગ Page #94 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૭૯ રહી શકે છે–રહી જાણે છે. રોગથી પીડાવા છતાં, યષ્ટિ મુષ્ઠિથી તાડના કરાતાં છતાં અને દોરડાં પ્રમુખથી બંધાયા છતાં આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલવું નહિ. આત્માનું ચિંતન કરનાર ભુખથી, ટાઢથી, તાપથી, તૃષાથી અને આ તાપથી આધ્યાન કરતો નથી, સ્તુતિ કરવાથી તેને હર્ષ થતો નથી, નિંદાથી તેને ખેદ થતો નથી, શુભાશુભ પર દ્રવ્યના આવવા કે જવાથી તેને રાગદ્વેષ થતો નથી, સંપત્તિમાં તેને પ્રમોદ જણાતો નથી ને વિપત્તિમાં તેને શોક થતો નથી. નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર બીજા લોકોના સમાગમમાં આવે છતાં તે પોતાનું આત્મભાન ભૂલે નહીં. એ ભાન ભૂલાવનાર કારણો–નિમિત્તો છે એમ જાણીને તેને પ્રસંગે વિશેષ જાગૃત રહે છે. આવા વિરોધી પ્રસંગોમાં જાગૃત રહેવાથી અનુકૂળ પ્રસંગોમાં તેની જાગૃતિ ટકી રહે તેમાં આશ્ચર્ય નથી. હે મુમુક્ષુઓ! તમે એટલી બધી જાગૃતિ રાખો, આત્માનું સ્મરણ એટલું બધું વધારો કે કોઈ રોગથી ક્લેશથી કે અનેક મનુષ્યોના સમાગમથી તમારા આત્માનું તમને વિસ્મરણ થાય નહિ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આત્મવિશુદ્ધિ પ્રકરણ પંદરમું પરચિતoળી ત્યાગ. कारणं कर्मबंधस्य, परद्रव्यस्यचिंतनं । स्वद्रव्यस्य विशुद्धस्य, तन्मोक्षस्यैव केवलं ॥१॥ પદ્રવ્યનું ચિંતન કરવું તેજ કર્મબંધ થવાનું કારણ છે અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે.” સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતજીવ દ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવદ્રવ્ય કરતાં અનંતગણા જડ દ્રવ્યો છે. અનંતજીવદ્રવ્યમાંથી પોતાના આત્માને જુદો કરીને તેનો વિચાર કરવો, તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે, તે સિવાય બાકી રહ્યાં તે સર્વે સજીવ અને નિર્જીવ દ્રવ્યો છે, તે પરદ્રવ્ય છે. તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપયોગ દેવો, તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કરવાનું કહેવાય છે, તે કર્મબંધનું કારણ છે. ચિંતન બે પ્રકારે થાય છે. એક તો તેના સ્વરૂપનો વિચાર કરી, પરિણામે દુઃખ રૂપ જાણી તેનાથી પાછું હઠવા રૂપે હોય છે. બીજું ચિંતન રાગદ્વેષની લાગણીથી થાય છે. અહીં જે વાત કહેવામાં આવે છે તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૮૧ જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માનો સ્વભાવ જુદો છે, તેની સરખામણી અથવા નિશ્ચય કરવા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા યોગ્ય છે. બીજું ચિંતન વસ્તુતત્ત્વના નિર્ણય માટે કરીને તેનો નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા યોગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત આત્મદ્રવ્યો છે. તેમાંથી જ્ઞાતાદૃષ્ટાપણું, સુખ દુઃખના અનભવ કરવાપણું પોતાનું પોતાને ઉપયોગી છે, અને પોતા માટે પોતામાં જ અનુભવો થાય છે, માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પોતાના આત્મદ્રવ્યની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પોતામાં જ સ્થિરતા કરવાની છે અને તે સિવાયના બીજા જીવોના ચિંતનનો તો અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. આગળ વધવામાં આલંબન માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ આ પાંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે, પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની સહાય લેવામાં આવે છે તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ દાદરનો ત્યાગ કરવામાં આવે છે તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનનો પણ છેવટે ત્યાગ કરવો. - જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશેતેમનો આત્મા જેટલો નિર્મળ થયો હશે, તેના પ્રમાણમાં તે Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આત્મવિશુદ્ધિ પરવસ્તુના ચિંતનનો ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ વૈરાગ્યની ભૂમિકા છે. દોષ દર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે, તે દરેક વસ્તુની કાળી બાજુ જોઈને તેમાં દોષ જણાતાં તેનો ત્યાગ કિરશે. આવા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આવો ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિજ્ઞરૂપ જણાતી રાજ, વૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્રો, કુટુંબો, સંબંધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓનો ત્યાગ કરાવશે. આ ત્યાગથી મોહ ઉત્પન્ન કરાવનારાં, દુનિયાના બંધનમાં બાંધી રાખનારાં કર્મબંધનનાં ઘણાં કારણો ઓછાં થશે. છતાં શરૂઆતનો આ ત્યાગ હોવાથી એકનો ત્યાગ કરાવી બીજી વસ્તુઓનો તે સંગ્રહ કરાવશે, તે ત્યાગી થશે, ત્યાં માતાપિતાને ઠેકાણે તેને ગુરૂની જરૂર પડશે. ભાઈઓને ઠેકાણે ગુરૂભાઈઓ સ્થાન લેશે, પુત્ર પુત્રીઓને ઠેકાણે શિષ્ય શિષ્યાઓ આવશે, ઘરને ઠેકાણે ઉપાશ્રય, મઠ, ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનને ઠેકાણે પુસ્તકો આવશે, તાંબાપીત્તળ સોનારૂપાના વાસણોને સ્થાને લાકડાનાં ઉપકરણો ગોઠવાશે, વસ્ત્રોનો રૂપાંતરે સંચય કરવો પડશે અને નોકર ચાકરાદિના સ્થાને ગૃહસ્થ શિષ્યોનો સમુદાય હાજરી આપશે. આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે. છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે. આગળ વધવામાં મદદગાર સાધન છે. પાપ આશ્રવનાં Page #98 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૮૩ સાધનોને ઠેકાણે પુન્ય આશ્રવનાં કારણો આ છે. અશુભને સ્થાને એ શુભ સાધનો છે. તાત્વિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબુત બંધન કે પ્રતિબંધરૂપ નથી. આટલું છતાં જો પ્રથમનો વૈરાગ્ય બન્યો રહે, ચાલ્યો ન ગયો હોય એટલું જ નહિ પણ તેમાં દિન પ્રતિદિન વધારો થતો રહ્યો હોય તો આગળ વધતાં સૂત્ર સિદ્ધાંત ભણતાં, ગુર્નાદિકની સેવા કરતાં અને સત્સમાગમમાં રહેતાં, તાત્વિક ત્યાગ જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે, તે પ્રગટ થાય છે. પણ જો તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હોય, વ્યવહારનાં કંટાળાથી જ ઉત્પન્ન થયેલો હોય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલો હોય તો આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તે જ પ્રતિબંધ અને મમત્ત્વનાં સ્થાન થઈ પડશે, સ્ત્રી પુત્રાદિ જે બંધનનાં કારણો હતાં તેના કરતાં આ શિષ્ય શિષ્યાદિ વધારે બંધનનાં નિમિત્તો થશે; પ્રથમનાં કર્મ. બંધનાં કારણોથી આ વિશેષ બંધનનાં કારણો થઈ પડશે, પ્રથમ જેને પ્રતિબંધ રૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતો હતો, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલા સાધનો પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધ રૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે અને છેવટે આગળ વધવામાં અશક્ત બનાવી મૂકશે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આત્મવિશુદ્ધિ પણ જો પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારો થતો રહે, આત્મા તરફનું નિશાન મજબુત થાય, ગમે તે ભોગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે એ નિશ્ચય દેઢ થાય, આ શુભ બંધનોમાં પણ તે ક્યાંય ન બંધાયો હોય, મતમતાંતરના કદાગ્રહો સ્યાદ્વાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડ્યાં હોય, ક્રોધ માનાદિ કષાયોને પાતળા કરી નાખ્યા હોય અને ગુરૂકૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેનો વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે. હવે તેને કર્મ કાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે. અપેક્ષાએ તે બધા મતમતાંતરોના સવળા અર્થો અને નિર્ણયો કરી શકશે, તેને મને પોતાનું અને પારકું હવે રહેશે નહિ, કોઈ પોતાનું કે પારકું નથી, અથવા બધા પોતાના છે એવો દિવ્ય પ્રેમ પ્રગટ થશે, ગમે તે મતનો હોય છતાં આ ગુણીને દેખીને તે મતાંતર વાળાને પણ પ્રેમ અને પૂજ્ય બુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે, તેની નજરમાં હજારો માર્ગો દેખાઈ આવશે, અને કોઈ પણ માર્ગે પ્રયાણ કરનારને કાં તો તેનું નિશાન બદલાવીને અને કાં તો તેની અપેક્ષા સમજાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષની લાગણી બંધ કરાવી શકશે, તેના ગમે તે કર્મમાર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે. તેના સહજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે, તેની ધાર્મિક દશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે Page #100 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ૮૫ પોષાતો રહેશે. તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હૃદય નિર્લેપ જ રહેશે. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણમતિ રહેશે. પહેલાં જે વસ્તુની કાળી બાજુને તે જોતો હતો, હવે તેની દૃષ્ટિ વસ્તુની બધી બાજુ જોનારી થશે, છતાં તેનું હૃદય ઉજ્જવળ બાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશે, અથવા કાળી બાજુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વર્તન હોય, એવી જ લાગણી હોય, એમ માનીને પોતે પોતાના નિશાન તરફ સુરતા રાખીને આગળ ને આગળ ચાલ્યા કરશે, દોષવાળી કાળી બાજુ તરફ પોતાની ઉપેક્ષા દૃષ્ટિ રાખીને તે દોષો પોતામાં તો દાખલ થવા નહિ આપે, પણ લીમડાને કોઈ પૂછે કે તું કડવો શા માટે? અને આંબાને કોઈ પૂછે કે તું મીઠો શા માટે? આના ઉત્તરમાં બને તરફનો એવો જ જવાબ મળે કે “અમારો એવો જ સ્વભાવ છે, જેને જેની જરૂરીયાત હોય તે તેનો સત્કાર કરે તેમ બને વસ્તુના સ્વભાવને જાણનાર તે તરફ રાગ દ્વેષ ન કરતાં પોતાના સ્વભાવમાં જ તે રહેશે. જેમ જેમ આત્મા આગળ વધતો જાય છે તેમ તેમ પર વસ્તુના ચિંતનનો ત્યાગ તેનામાં વધારેને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિ રાગ કે નહિ ષ, પણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૨ આત્મવિશુદ્ધિ કેવળ મધુર શાંતિ જ હોય છે. આ શાંતિમાં આવતાં પર વસ્તુનું ચિંતન લગભગ બંધ થાય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેનો ઉપદેશ ઘણે ભાગે અમોઘ હોય છે. એક વાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીવોના વેર વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનમાં ઉઠતી વૃત્તિઓનો ક્ષય થાય છે, હવે તેના મનમાં સંકલ્પો કે વિકલ્પો બિલકુલ ઉઠતા નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાનો અધિકાર નથી. તેનું મન મનાતિત વસ્તુમાં લય પામી જાય છે. આત્માના અખંડ સુખનો તે ભોક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવત્ દેખાય છે. હાથમાં રહેલું આંમળું જેમ જોઈ શકાય છે તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાનો જ છે. આ પર વસ્તુના ચિંતનનો ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્ત્વના જ્ઞાનથી બને છે. હે આત્મદેવ! તમે ચિદાનંદ સ્વરૂપ છો. આ વિભાવ પર્યાયના ચિંતનથી તમને કાંઈ લાભ નથી. તે ચિંતનમાં રાગ દ્વેષનાં બીજ રહેલાં છે તેને પોષણ આપશો તો તેમાંથી કડવાં ફળો પેદા થશે. હે આત્મ! જેવી રીતે તમે પર દ્રવ્યોનું નિરંતર ચિંતન કરો છો તેવી જ રીતે જો આત્મદ્રવ્યું સ્મરણ કરો Page #102 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૮૭ તો મુક્તિ તમારા હાથમાં જ છે. લોકોને રંજન કરવાને નિરંતર પ્રયત્ન કરો છો તેવો પ્રયત્ન જો તમારા આત્માને માટે કરો તો મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવરૂપ છે. સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્વિક સુખ નથી. હે જીવ! ગુરૂ પાસેથી આત્મજ્ઞાન મેળવ. અન્ય સંગનો ત્યાગ કરી આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થા. હું ચોક્કસ કહું છું કે આ પરદ્રવ્યનો અવશ્ય વિયોગ થશે માટે તેમાં પ્રીતિ ન કર. તત્ત્વદષ્ટિવાળાને શું ત્યાગ કરવો યોગ્ય નથી? અર્થાત્ સર્વ છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઇન્દ્રિયોના વિષયોથી, કલ્પવૃક્ષો અને કામધેનુ આદિથી પણ કોઈ કદાપિ કૃતાર્થ થયો નથી અને થશે પણ નહિ. ' સર્વસ્વ ત્યાગી, ઇચ્છા રહિત, સામ્ય આરૂઢ, તત્ત્વજ્ઞ, વિવેકી અને પોતાના સ્વરૂપમાં આસક્ત થયેલ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આત્મવિશુદ્ધિ પ્રકરણ સોળમું નિર્જન થાળ निर्जनं सुखदं स्थाने, ध्यानाध्ययन साधनं । रागद्वेष विमोहानां, शांतनं सेवते सुधीः ।।१।। બુદ્ધિમાન સુખદાયી નિર્જન–સ્થાનને સેવે છે, તે ધ્યાનમાં અને ભણવામાં સાધન રૂપ છે તથા રાગદ્વેષ અને મોહને શાંત કરનાર છે.” જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે તથા ધ્યાન કરવાનું છે, તેને મનુષ્યાદિના સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપયોગી છે. સંસાર પરિભ્રમણ કરવાથી જેઓ થાક્યા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરૂકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાનાં સાધનો જાણી લીધાં છે, અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકાદિ વિનાનું સ્થાન સુખદાઈ છે. મનુષ્ય ઉપરથી બધી વસ્તુનો ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાનો તથા ક્રોધાદિ ન કરવાનો નિયમ લીધો હોય છે, છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તો હોય છે, કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યાં જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મોનો થતો ઉદય નિષ્ફળ કિરવામાં આવે છે અને તે દ્વારા કર્મનો ક્ષય થાય છે. પરંતુ Page #104 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૮૯ નિમિત્તો બળવાન છે. નિમિત્તોને લઈને સત્તામાં પડેલાં કર્મો ઉદીરણા રૂપે થઈને જે મોડાં ઉદય આવવાનાં હોય તે વ્હેલાં બહાર આવે છે. આ વખતે તે સાધકની જો પૂરેપૂરી તૈયારી ન હોય, ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા જેટલું બળ તેની પાસે ન હોય તો ઉદય આવેલાં કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાના સ્થાનમાં પડેલો અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પોતાની મેળે બુઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું તેનું બળ ઓછું થઈ જાય છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ આત્મસત્તા સામે પોતાનું જોર વાપરી શકતું નથી. જેમ કોઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજો રાજા ચડી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી પોતાનો બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે, અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે. શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર એકી વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે. આ દષ્ટાંતે આત્માની આગળ ઉપશમ ભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું તેવા પ્રસંગે મોહશત્રુ તેના પર ચડાઈ કરે છે, તે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આત્મવિશુદ્ધિ વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, જપ, તપ, નિયમ, જ્ઞાન, ધ્યાનાદિના વ્રતો ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ દ્વેષ, મોહાદિને પ્રગટ થવાનાં કારણો હોતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલાં કર્મોનો ઉપશમ કે ક્ષયોપશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે છે. આ વ્રતાદિ લેવાં તે મોહશત્રુની સામે કિલ્લો બંધ કરવા જેવાં છે. કિલ્લો બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુનો નાશ થતો નથી, તેની સામે ખુલ્લી લડાઈ તો કરવી જ પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ નિમિત્તોના અભાવે મોહનો ઉપદ્રવ જીવને ઓછો હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવી લે છે તેમ આ જીવ ઉપશમ ભાવનું બળ વ્રત, તપ, જપ, ધ્યાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદયમાં આવે છે ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મનો ઉદય નિષ્ફળ કરીને કર્મની નિર્જરા કરે છે. નવાં કર્મો ન બાંધવા અને જુનાં સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે ભોગવી લેવાં તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરાબર છે. પ્રભુ મહાવીર દેવની માફક કોઈ આત્મા વિશેષ બળવાન હોય તો તે ઉદય આવેલાં કર્મોને ભોગવી નિષ્ફળ તો કરે, પણ તે સાથે સત્તામાં પડેલાં કર્મોની ઉદીરણા કરીને જે મોડા ઉદય આવવાના હોય તેને તે તે નિમિત્તોવડે બહાર લાવી, સમભાવે ભોગવીને નિર્જરી નાખે છે. આવા સમર્થ Page #106 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૯૧ આત્માઓ માટે નિર્જન પ્રદેશમાં રહેવાનો હેતુ કર્મથી ડરવાનો કે તેને હઠાવવાનાં સાધનો પોતાની પાસે ઓછાં છે તે મેળવવા માટેનો નથી પણ પોતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનોમાં મનુષ્યો વિહ્નરૂપ ન થાય, વિક્ષેપ કરનારા ન થાય તે હોય છે. અને એટલા માટે પણ નિર્જન સ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે. પોતાના કાર્યની સિદ્ધિ માટે શત્રુંજય પર્વતની ગુફામાં શુકરાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા. તેમનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ મહાવીર દેવ પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરો, સ્મશાનો, પહાડો, ગુફાઓ અને નિર્જન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી મુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રીયમુનિ અને ગર્દભાલી મુનિ પણ વનના શાંતપ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાંતપ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિએ શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતોના મુખેથી પોતાની પ્રશંસા અને નિંદાના વચનો સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યા હતાં. એમના ધ્યાનની ધારા અને ધર્મ શુક્લધ્યાનને બદલે આર્ત અને રૌદ્રધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તના યોગે ધ્યાનની ધારા બદલાણી ત્યારે જ કેવળપદ પામ્યા હતા. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આત્મવિશુદ્ધિ ગીરનારજીની ગુફામાં ધ્યાન કરતા રહનેમી મુનિની ધ્યાનની ધારા પણ રાજીમતીના નિમિત્તથી બદલાણી હતી, પરંતુ રાજીમતીની આત્મજાગૃતિએ પાછા તેને ધ્યાનમાં સ્થિર કર્યા હતાં. ચૌદપૂર્વધર મહાત્મા મંદિષેણની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાણી હતી. મહાત્મા દમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરોની ભીંતોવાળો પાછલો તપેલો માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ ગઈ હતી. આવા આવા સેંકડો દેતો સારાં નિમિત્તોથી આત્મબળ જાગૃત થવાનાં અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાનાં શાસ્ત્રોમાંથી મળી આવે છે. તેમ જ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ, માટે નિર્જનસ્થાનની આત્મધ્યાન કરનારને બહુ જરૂર છે એ વાત નિર્વિવાદ છે. સબુદ્ધિ, સમભાવ, તત્ત્વાર્થનું ગ્રહણ, મનવચન કાયાનો નિરોધ, વિરોધી નિમિત્તોનો અભાવ, સારાં નિમિત્તોની હૈયાતિ, રાગદ્વેષાદિનો ત્યાગ અને આત્મજાગૃતિ એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રબળ નિમિત્ત કારણો છે, તેમ ધ્યાન માટે નિર્જનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્ત કારણ છે. ચંદ્રને દેખીને જેમ સમુદ્ર વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીનો વધારો થાય છે, મોહથી જેમ Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૯૩ કર્મમાં વધારો થાય છે, અનિયમિત ભોજન કરનારમાં રોગ વધે છે અને ઇન્દ્રિયોના વિષયોમાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખનો વધારો થાય છે. તેમ મનુષ્યોના સંસર્ગથી વિકલ્પોનો, આશ્રવવાળાં વચનોનો તથા પ્રવૃત્તિનો વધારો થાય છે. લાકડાંથી જેમ અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ–ઘામ વધે છે, રોગથી પીડા વધે છે તેમ મનુષ્યોની સોબતથી વિચારો અને ચિંતા વધે છે. બાહ્ય તપ કરતાં પણ સ્ત્રી, પશુ, નપુંસંકાદિ રહિત શયન અને આસન હોવાં તે મોટો તપ છે, કેમ કે તેથી રાગદ્વેષાદિનો ઘટાડો થાય છે અને ગુણોમાં વધારો થાય છે. અજ્ઞાન મનુષ્યોની સોબત એ જ્ઞાનનો નાશ કરનારી મહાનું મૂચ્છ છે, ક્રોધમાનાદિ પ્રગટ થવાનાં બળવાન નિમિત્તો છે અને ચિંતાનાં કારણો ઉત્પન્ન કરાવનાર સાધનો છે. વિષયોનો ત્યાગ, નિર્જન સ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત-મન, નિરોગી શરીર અને યોગનો નિરોધ (મન વચન કાયાનો નિરોધ) એ સર્વ મુનિઓને મોક્ષને અર્થે ધ્યાનમાં પ્રબળ નિમિત્તો છે. વિકલ્પો દૂર કરવા સંગત્યાગની જરૂર છે, મનુષ્યોની સોબત કાંઈને કાંઈ સ્મરણ કરાવ્યા સિવાય રહેતી નથી, એકી સાથે વળગેલા વાંછીઓ જેમ મનુષ્યોને પીડા ઉત્પન્ન કરે છે તેમ વિકલ્પો આત્માને પીડા કરનારા છે. અરે! આ વિકલ્પો જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ ક્યાંથી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આત્મવિશુદ્ધિ હોય? જો બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે તો પછી આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન ભોગવવું? અજ્ઞાની જીવો બાહ્ય વસ્તુના સંગથી સુખ માને છે ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સાચું સુખ અનુભવે છે. અહો! જેઓ ઉણોદરી કરવાથી અને નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સધ્યાન રૂપ તપ કરે છે તે મુમુક્ષુઓને ધન્ય છે. તેઓ ગુણી છે, વંદનીય છે, અને વિદ્વાનોમાં મુખ્ય છે કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્વિકલ્પ દશા રૂપ નિર્જન પ્રદેશ સેવે છે. જ્ઞાન ધ્યાનમાં વિઘ્ન રૂપ ન હોય એવું નિર્જન સ્થાન તેને પુરુષો અમૃત કહે છે. બાકી બીજી અમૃત માટેની વાત મને તો કવિઓની કલ્પના જ લાગે છે. અહો! તે મહાત્માઓને ધન્ય છે કે જેઓ ભોંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાને કિનારે, સ્મશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે. આવા શાંત પ્રદેશના અભાવે યોગીઓને મનુષ્યોનો સમાગમ થાય છે, તેમને જોવા વડે અને વચનથી બોલાવવાવડે મનનું હલન ચલન થાય છે, તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, તેમાંથી ક્લેશ થાય છે અને છેવટે વિશુદ્ધિનો નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિતૂપનું ચિંતન Page #110 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૫ બરાબર થતું નથી અને તેના વિના કર્મોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી, માટે જ વિવિક્તસ્થાન ક્લેશનું નાશ કરનાર અને મુમુક્ષુ યોગીઓને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે. પ્રકરણ સત્તરમું ઝાલા અને રૉય ज्ञेयज्ञानं सरागेण, चेतसा दुःखमंगिनः । निश्चयाच्च विरागेण, चेतसा सुखमेव तत् ॥१॥ સરાગ હૃદયવડે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરવું તે મનુષ્યોને દુઃખનું કારણ થાય છે અને રાગ વિનાના મનવડે ફયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું જ કારણ થાય છે.” જ્ઞાતા, જ્ઞાન અને શેય એ ત્રણેય એક બીજાની અપેક્ષા રાખનાર છે. જ્ઞાતા એટલે જાણવાવાળો આત્મા, શેય એટલે જાણવા યોગ્ય પદાર્થો, અને જ્ઞાતા તથા શેયના સંબંધરૂપ ક્રિયા તે જ્ઞાન છે. શેયનો જ્ઞાતા કોઈ હોવો જોઈએ, અને જ્ઞાતાનું ષેય પણ કોઈ હોવું જોઈએ. આત્મા જ્ઞાતા-જાણનાર છે, તેનું શેય જાણવા યોગ્ય આ સકળ વિશ્વ છે. જ્ઞાતા પોતાની શક્તિવડે શેયને પોતાની જાણવારૂપ સત્તામાં લે છે. તે જ્ઞાન છે. જ્ઞાતા અને શેયનો સંબંધ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આત્મવિશુદ્ધિ જોડનાર જ્ઞાન છે. જ્ઞાતાથી જ્ઞાન જુદું નથી એટલે જ્ઞાતા આત્મા અને શેય વિશ્વના પદાર્થો એમ બે ભાગમાં વિશ્વને વહેંચવામાં આવ્યું છે, અર્થાત્ જડ અને ચેતન બે પદાર્થો વિશ્વમાં છે. અથવા વિશ્વ જડ-ચેતન એમ બે રૂપે છે. તે જ્ઞાતા રાગવાળી લાગણીએ જ્યારે પોતાના શેયનું જ્ઞાન કરે છે ત્યારે તે જીવને તેમાંથી દુઃખની પ્રાપ્તિ થાય છે, પણ જ્ઞાતા જ્યારે પોતાની રાગ વિનાની મધ્યસ્થતાવાળી લાગણીએ જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે જીવને સુખની પ્રાપ્તિ થાય છે. આત્માનો સ્વભાવ જ્ઞાતા અને દૃષ્ટા છે. તે દરેક પદાર્થને જાણશે અને જોશે, તેથી કાંઈ નુકશાન જેવું નથી પણ જ્યારે આત્મા પોતાના રાગદ્વેષવાળા પરિણામે પરિણમીને પોતાનાં શેય પદાર્થ તરફ જુવે છે ત્યારે જેમ લોહચુંબકની શક્તિવડે લોઢું લોહચુંબક તરફ ખેંચાઈ આવે છે તેમ આત્માના રાગદ્વેષવાળા પરિણામરૂપ લોહચુંબક તરફ કર્મ વર્ગણાને લાયકનાં પરમાણુઓનો જથ્થો ખેંચાઈ આવે છે અને તે રાગદ્વેષરૂપ ચિકાશની સાથે જોડાઈને આત્મપ્રદેશની સાથે લોઢાની સાથે જેમ અગ્નિ અથવા દુધની સાથે જેમ પાણી રહે છે તેમ એકરસ થઈને આવરણ યા મળરૂપે રહે છે. બીજી રીતે કહીએ તો આ રાગદ્વેષની તીવ્રતા કે મંદતાના પ્રમાણમાં ખેંચાઈ આવેલી કર્મની વર્ગણાઓ બીજરૂપે સત્તામાં જમે થઈને રહે છે. અને Page #112 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૯૭ કાળાંતરે તેમાંથી તેના ફળરૂપે સુખ દુઃખ પ્રગટ થાય છે. આ જ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે સરાગ ચિત્તવડે જ્ઞાતા શેયને જાણે તો તે જીવને પરિણામે દુઃખરૂપ થાય છે. તેમાંથી દુઃખ પ્રગટે છે. આત્મા રાગદ્વેષની લાગણીવડે શેયને જાણે એ એક જાતની આત્માની ગતિ છે. આત્મા જાણવારૂપ કાર્યમાં પ્રવૃત્તિ કરે તે પોતાના સ્થિર સ્વરૂપમાંથી ગતિમાં મૂકાવા રૂપ છે, છતાં આ ગતિ તે અવળી ગતિ છે, તે જાગૃતિવાળી ગતિ ન હોવાથી આત્મા કર્મના બંધનથી બંધાય છે. આત્મા વૈરાગત મનવડે અથવા રાગદ્વેષ સિવાયની લાગણી વડે પોતાના ક્ષેય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે તેને સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રવૃત્તિ તે આત્માની સવળી બાજુની છે. જેથી તે કર્મથી બંધાતો નથી પણ ઉલટો છૂટે છે. ગતિ તો પ્રથમની અને આ બન્ને કહેવાય છતાં પ્રથમની ગતિ અવળી છે અને આ બીજી ગતિ રાગદ્વેષ સિવાય થતી હોવાથી સવળી છે; તેથી નવીન કર્મ બંધ થતો નથી. કેમ કે આત્મા મધ્યસ્થ દૃષ્ટિએ દરેક પદાર્થને જુવે છે અને જાણે છે. જેમ ઘરની અંદર દીવાના પ્રકાશ વડે અને બહાર સૂર્યના પ્રકાશ વડે મનુષ્યો સારી અને ખોટી બને જાતની પ્રવૃત્તિ કરે છે, તેમાં દીવો તથા સૂર્ય મધ્યસ્થ હોવાથી–જ્ઞાતા દૃષ્ટા તરીકે રહેલા હોવાથી, રાગદ્વેષની લાગણીવાળા ન હોવાથી, કર્તા ભોક્તા તરીકે વર્તતા ન હોવાથી અને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આત્મવિશુદ્ધિ પોતાના સ્વભાવ પ્રમાણે પ્રકાશ કરતા હોવાથી પેલા મનુષ્યની માફક રાગદ્વેષથી બંધાતા નથી. તેમ આત્માપણ શુભ અશુભ કે અશુદ્ધ ઉપયોગે પરિણમેલો ન હોવાથી શુભાશુભ બંધન પામતો નથી અને છેવટે–પરિણામે તેને સુખની આત્માના આનંદની પ્રાપ્તિ થાય છે. | મધ્યસ્થ દૃષ્ટિએ વસ્તુ તત્ત્વનો નિર્ણય કરવા માટે કોઈ પણ જીવ વિશ્વના જાણવા યોગ્ય પદાર્થનો વિચાર કરે કે જુવે તો તેથી કર્મબંધન થતું નથી, પણ રાગદ્વેષની લાગણી વાળા કે કર્તા ભોક્તાપણાના અભિમાની વિચાર કે વર્તનથી જ કર્મ બંધાય છે. આ જ્ઞય જાણવા યોગ્ય પદાર્થો સજીવ અને નિર્જીવ બે પ્રકારનાં છે અને તે લોકાલોકમાં આવી રહેલા છે. લોક કે જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, કાળ, પુગલ અને આત્મા, આ છ પદાર્થો રહેલા છે તેને કહે છે. અલોકમાં કેવળ આકાશ છે. અલોક લોક કરતાં પણ તે અનંતગણો છે. તે જ્ઞાનનો વિષય છે, પણ તેમાં આકાશ સિવાય જાણવા–જોવા જેવું કાંઈ નથી. લોક ત્રણ ભાગમાં વહેંચાયેલો છે; આ જે પૃથ્વી ઉપર આપણે રહ્યા છીએ તેની નીચે આવેલા ભાગને અધોલોક કહે છે, આપણી ઉપરના ભાગને ઉર્ધ્વલોક કહે છે અને આપણે જ્યાં રહ્યા છીએ તે ભાગને તિર્થોલોક કહે છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને Page #114 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૯૯ કાળ આ ચાર દ્રવ્યો પ્રાયે આપણને કર્મ બંધનમાં કારણ ભૂત નથી. તે આ દૃષ્ટિએ દેખાય તેવા નથી, તેમ જ તેનો લાભ અનિચ્છાએ આપણને મળે છે. જેનો પ્રત્યક્ષ સમાગમ થતો નથી, તેમ જ ઇચ્છાપૂર્વક તેની જરૂરીયાત આપણને નથી એટલે તેઓની અદેશ્ય હૈયાતિ આપણને નુકશાનકારક પણ નથી. દેહ વિનાના આત્માઓ તે સિદ્ધ પરમાત્માના જીવો છે. તેઓ પણ આપણને કોઈ રીતે નુકશાન કરતા નથી. હવે બાકી રહ્યા તે દેહધારી આત્માઓ અને પુગલો. પુદ્ગલોમાં કેટલાક આત્માની સાથે જોડાયેલાં દેહ કમદિ રૂપે છે અને કેટલાંક છૂટાં છે તે બન્ને ય મોટે ભાગે કર્મ બંધનમાં નિમિત્ત કારણ છે. આ બન્ને સજીવ-નિર્જીવ પદાર્થમાં આત્મા તે તે આકારે રાગદ્વેષના પરિણામે પરિણમવાનો સંભવ છે. આવા પદાર્થો ત્રણે લોકમાં રહેલા છે. ઉર્ધ્વલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના અનેક વિમાનો આવેલાં છે, તેમાં ઘણા દેવ અને દેવીઓ છે. તેઓનાં સુખ, રૂપ, વૈભવ અને દેવી શક્તિઓનાં વર્ણનો સાંભળીને તેની અભિલાષા કરવામાં, રાગ દૃષ્ટિએ તેનું જ્ઞાન કરવામાં આત્મા વિપરીત ગતિમાં મૂકાતાં કર્મબંધન પામે છે. - તેથી આગળ બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન વિગેરે ઉચ્ચ કોટિના દેવોનાં અનેક વિમાનો Page #115 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ છે અને તેમાં અનેક દેવો તથા દેવીઓ રહેલાં છે. ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ પણ અમુક દેવલોક સુધી છે. તેઓના વૈભવી જીવનો, સુંદર રૂપો, મોહકસ્થાનો, આકર્ષક અલંકારો, અચિંત્ય શક્તિઓ અને અગમ્ય ગતિઓ એનું સરાગ દૃષ્ટિએ જ્ઞાન મેળવતાં રાગના પ્રબળ નિમિત્તો થવા સંભવ છે. તેમ જ વેર વિરોધનાં કારણો કોઈ જન્મનાં તેમની સાથે હોય તો દ્વેષનાં પણ નિમિત્તો બને છે. ૧૦૦ તેથી ઉપરના ભાગમાં શાંત, પવિત્રાત્મા સિદ્ધ પરમાત્માઓનું સ્થાન છે. તેઓ અનંત જ્ઞાનાદિ શક્તિવાળા તથા દેહાદિથી રહિત છે. તેમાં જો દ્વેષ બુદ્ધિથી તેમના તરફ વિચારણા કરવામાં આવે તો કર્મબંધન થવા સંભવ છે. નીચેના અધોલોકમાં ભુવનપતિના દેવો, વ્યંતરના દેવો, વાણવ્યંતરાદિ દેવો તથા દેવીઓ આવેલાં છે, તેઓનું જ્ઞાન પણ સરાગ દૃષ્ટિએ બંધનું કારણ છે. તેમ જ વ્યંતરાદિની જાતિવાળા ત્યાં રહેલા ભૂત પિશાચ રાક્ષસાદિ હલકી જાતિના દેવો તરફ દ્વેષ દૃષ્ટિએ ઉપયોગ પરિણમાવતાં દ્વેષનાં કારણે કર્મબંધનનાં નિમિત્તો છે. તેથી નીચે નારકીના જીવો રહેલા છે. તે નીચે નીચે સાત ભાગમાં વહેંચાયેલા છે. તેઓ દુઃખમય જિંદગી ગુજારનારા છે. કરેલાં ઘોર કર્મનો બદલો ત્યાં ભોગવતા હોવાથી તેઓને થોડી પણ શાંતિ નથી. વૈરાગ્ય દૃષ્ટિએ આ જ્ઞાન કરવામાં આવે તો, કરેલાં કર્મનો બદલો મળ્યા સિવાય Page #116 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૦૧ રહેતો નથી એ નિશ્ચય થતાં, પાપ કર્મ કરવાથી નિવૃત્ત થવાનું કારણ મળે છે અને દ્વેષ વૃત્તિથી તે જ્ઞાન કરવામાં આવતાં બંધનમાં કારણ થાય છે. આપણા વિચ્છલોકમાં પણ કર્મભૂમિ અને અકર્મભૂમિઓ આવેલી છે. જ્યાં લડાઈ ટંટાઓ માટે હથીયારો સજવામાં આવે છે, નીતિ અને વ્યવહાર ચલાવવા કલમ વાપરવામાં આવે છે અને ઉદર નિર્વાહ અર્થે ખેતી આદિ કરવામાં આવે છે તે કર્મભૂમિ કહેવાય છે. જ્યાંના મનુષ્યો સંતોષી, અલ્પ કષાયવાળા, ભદ્રિક પરિણામી પુન્યાત્માઓ હોય છે જેમને હથીયાર, કલમ કે ખેતી આદિની જરૂર પડતી નથી પણ સ્વાભાવિક ઉત્પન્ન થયેલાં કલ્પવૃક્ષોમાંથી ભરણપોષણ આદિના સાધનો મળી આવે છે તે અકર્મભૂમિ છે. " તે બને ભૂમિમાં બીજા પણ નાના મોટા ઘણા જીવો હોય છે. પશુ, પક્ષીઓ, જળચારી, પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના, વનસ્પતિના, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા જીવો હોય છે. આ સર્વ જીવોનું જ્ઞાન મધ્યસ્થ દૃષ્ટિએ તત્ત્વ નિશ્ચય કરવા માટે કરાય તો બંધનનું કારણ થતું નથી, પણ મોહક પુરુષો, સ્ત્રીઓ, દેવો, ઇન્દ્રો, ઈન્દ્રાણીઓ, અપ્સરાઓ, દેવીઓ, હીરા, માણેક, મોતી, રત્ન, પ્રવાલ, લાલ નિલમ, અલંકારો, સોના, રૂપા, વસ્ત્રો, કલ્પવૃક્ષો, સુંદર ભૂમિઓ, વનો, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જ આત્મવિશુદ્ધિ આરામો, બગીચાઓ, આરામનાં સ્થાનો, ચક્રવર્તીરાજા, બળદેવ, વાસુદેવ, માંડલીક, વિદ્યાધરો, ઔષધિ, મણિ, મંત્રાદિ અનેક વસ્તુઓ આ ચૌદ રાજલોકમાં ભરી છે. તે તરફ સરાગ દષ્ટિ બંધનકર્તા છે. અને વીતરાગ દૃષ્ટિથી વિચાર કરતાં બંધન છુટવામાં મદદગાર થાય છે. - વિશ્વમાં જે જે સારામાં સારી વસ્તુઓ દેખાય છે તે તે પુન્ય પ્રકૃતિનું કારણ છે. પુન્યથી તે વસ્તુ મળે છે. જેઓ તે તે વસ્તુને અધિકાર અને સ્થિતિને પામ્યા છે તે તે સર્વ જીવો પોતાની કરેલી સારી કમાણીનો જ અનુભવ કરે છે અને વિશ્વમાં જે જે દુઃખી જીવો છે, નિધન છે, હાલાના વિયોગી છે, રોગી છે, મૂર્ખ છે, તિરસ્કારને પાત્ર છે, દાસપણું કરનારા છે અને પોતાનો નિર્વાહ દુઃખે કરી શકે છે તે સર્વે જીવો પોતાનાં પૂર્વનાં હલકાં કર્તવ્યનો બદલો અનુભવે છે. આત્મા ધારે તો આ વિશ્વનો પૂજનીક બની શકે તેમ છે. અને ખરાબ રસ્તે આત્માને દોરવો તો વિશ્વનો દાસ પણ થઈ શકે છે. બન્ને બાજી આત્માના ઘરની અને હાથની છે. આ સુખ દુઃખ સિવાયની ત્રીજી સ્થિતિ આત્મજાગૃતિની છે. પ્રથમની પુચ પાપની સ્થિતિમાં આત્મજાગૃતિ ભૂલાયેલી હોય છે. આત્મજાગૃતિ પૂર્વક આ વિશ્વમાં વર્તન કરવામાં આવે તો, વિશ્વમાં એવો કોઈ પણ મોહક કે દ્વેષવાળો પદાર્થ નથી કે તેને પરાણે વળગી પડે અને કર્મબંધન કરાવે. Page #118 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ ૧૦૩ ખરી રીતે નિમિત્ત કારણો આત્માની નબળાઈનો જ લાભ લે છે. જો આત્મા બળવાન અને પૂરી જાગૃતિવાળો હોય તો કોઈ પદાર્થ તેને પરાણે રાગદ્વેષ કે કર્મ વળગાડવાને સમર્થ નથી. જ્યારે આ જીવ આત્મભાન ભૂલી પદાર્થો તરફ રાગ દ્વેષવાળી લાગણીથી પરિણમે છે, જોવે છે, ત્યારે જ તે પદાર્થો તેના તરફ આકર્ષાય છે, અથવા પોતે તેમાં આસક્ત બની તેને પોતાના કરવા પ્રયત્ન કરતાં તેમાં ફસાઈ પડે છે. માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે આત્માનો જ્ઞાતા દૃષ્ટા સ્વભાવ છે, છતાં જો સરાગ દૃષ્ટિએ તે જ્ઞાતા, જ્ઞેય પદાર્થ તરફ પરિણમે તો દુઃખદાઈ કર્મ બંધન પામે છે અને વિરાગ દૃષ્ટિએ પરિણમતાં વસ્તુનો નિશ્ચય કરી તેમાંથી વિરક્ત બને છે તો સુખી થાય છે. પ્રકરણ અઢારમું કીઢિકા અને વિહંગમ માર્યું. क्रमतोऽक्रमतोयाति, कीटिका शुकवत्फलं । नस्थं स्वस्थितं ना शुद्धचिद्रूप चिंतनं ॥ १ ॥ પહાડ કે વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે જેમ કીડી અને પોપટ ક્રમે અને અમે જાય છે તેમ પુરુષ પોતાની અંદર રહેલ શુદ્ધ ચિદ્રુપના ચિંતન પ્રત્યે ક્રમે અને અમે પહોંચે છે. ૧.’ પહાડ ઉપર રહેલા વૃક્ષ ઉપર કે જમીન ઉપર રહેલા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આત્મવિશુદ્ધિ વૃક્ષ ઉપર પાકેલું ફળ છે તે ખાવા માટે કીડીની અને પોપટની ઈચ્છા થઈ છે. તેમાં કીડી ધીમે ધીમે એક પછી એક પગ મૂકતી તે ફળ પાસે લાંબે વખતે પહોંચે છે, ત્યારે પોપટ પોતાની પાંખોવતી ઉડીને એકદમ ઘણા થોડા વખતમાં તે ફળ પાસે પહોંચીને તેનો આસ્વાદ લે છે. આ દષ્ટાંતે મનુષ્ય પોતાની અંદર રહેલા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે કીડીની માફક ધીમે ધીમે પહોંચે છે, ત્યારે પોપટના જેવા વિશુદ્ધિ રૂપ પાંખોના બળ વડે કોઈ પણ જાતનો ક્રમવાળો માર્ગ લીધા સિવાય આકાશી માર્ગે તે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ મેળવે છે. - કીડીની માફક અનુક્રમે ધીમી ગતિએ ચાલનારાનો માર્ગ તે કિટિકા માર્ગ કહેવાય છે અને કોઈ પણ જાતના ક્રમ સિવાય શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરનારાઓનો માર્ગ તે વિહંગમ માર્ગ છે. કોઈ પણ શહેર કે ગામમાં પહોંચવાના અનેક માર્ગો હોય છે. કોઈ નજીકનો હોય છે, કોઈ દૂરનો હોય છે, કોઈ સુગમ માર્ગ હોય છે, કોઈ કાંટા કાંકરાદિને લીધે કઠણ માર્ગ હોય છે. કોઈ ચાલનાર બાળક હોય છે, કોઈ યુવાન હોય છે, કોઈ વૃદ્ધ હોય છે, કોઈ રોગી હોય છે, કોઈ નિરોગી હોય છે, કોઈ બળવાન હોય છે, કોઈ નિર્બળ હોય છે તેથી નિશ્ચિત કરેલા સ્થાને પહોંચવાને કોઈને થોડો ટાઈમ લાગે છે, કોઈને વિશેષ લાગે છે. એમ મોક્ષના Page #120 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૦૫ માર્ગમાં ચાલનારા અને નજીકના કે દૂરના માર્ગે જનારામાં જેવો જેના હાથમાં માર્ગ આવ્યો હોય છે તેના પ્રમાણમાં તેઓ લાંબા વખતે કે થોડા વખતમાં આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગદ્વેષની ગ્રંથીનો ભેદ કર્યા વિનાના, અર્ધપુગલ પરાવર્તન કાળથી અધિક ભવસ્થિતિવાળા જીવો તે બાળજીવો છે. તેઓની પરમાત્માના માર્ગ તરફની ગતિ બાળકોના જેવી હોય છે. બાળક જેમ થોડું ચાલે, પાછો બેસી જાય અને વળી પાછો ફરી હતો તેના કરતાં પણ વધારે છેટો પડી જાય, તેમ ગ્રંથભેદ વિનાના, સમ્યક્દર્શન નહિ પામેલા પણ વ્યવહારમાં સુખી થવાને ધર્મનો આશ્રય લેનારા બાળજીવો થોડા માર્ગ તરફ ચાલે, પાછા ઇન્દ્રિયોના વિષયમાં અટકી પડે અને કોઈ કોઈ તો એટલી બધી ક્રોધાદિ કષાયની પ્રબળતા કરી દે કે તેઓએ જે સ્થાનેથી ધર્મની શરૂઆત કરી હતી તેના કરતાં વધારે પાછા જઈ પડે. અર્થાત્ કર્મની અને તેમાં મોહનીય કર્મની સ્થિતિ વધારી પણ મૂકે. આવા જીવોની ધાર્મિક પ્રવૃત્તિ બાળ ભાવની હોય છે. આ કૃષ્ણપક્ષી જીવો છે. આ સંસારના બાળકોએ બનાવેલાં ધૂળનાં ઘર સમાન કૃત્રિમ સમજે છે, ભવ ભ્રમણથી કંટાળેલો હોય છે, આત્મભાન મેળવેલું હોય છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાને પ્રબળ ઉત્સાહવાનું હોય છે, તેઓની આત્માની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આત્મવિશુદ્ધિ વિશુદ્ધિ મેળવવા માટેની પ્રવૃત્તિ તે યુવાનોના જેવી હોય છે. જેમ યુવાન પોતાના શારીરિક બળથી અને માનસિક ઉત્સાહથી હાથમાં લીધેલું કાર્ય ગમે તેવા વિઘ્નો છતાં પડતું ન મૂકતાં સિદ્ધ કરે છે, તેમ આટલી નિર્મળતાવાળાનો પુરુષાર્થ સફળ થાય છે, તે પ્રભુના માર્ગમાં જેટલી પ્રવૃત્તિ કરે છે તેટલી પ્રવૃત્તિ આત્માને નિર્મળ કરનારી હોય છે, કર્મોને તોડનારી હોય છે, કષાયાદિને હઠાવનારી હોય છે, અને નિર્વાણના માર્ગ સન્મુખની આગળ વધારનારી હોય છે. આ વખતને શુક્લપક્ષ કહે છે, આમાં આત્મચંદ્રનો પ્રકાશ પ્રગટેલો હોય છે. આ જ ધર્મનો યૌવનકાળ છે. આમાં પ્રવૃત્તિ કરનારા એ ખરેખર યુવાન છે. ઉંમરમાં વૃદ્ધ મનુષ્યો તે બાળકોના જેવા છે. તેઓ પણ આગળ વધી શકતા નથી. તેમનાં સાધનોદથીયારો શરીર ઇન્દ્રિયાદિ બાળકોની માફક લાયકાત વિનાનાં થયેલાં હોય છે, બાળકોમાં લાયકાત આવી નથી, આ વૃદ્ધોમાંથી લાયકાત આવીને ચાલી ગયેલી હોય છે. વખતનો ઉપયોગ તેઓ કરી શકતા નથી. અનુભવમાં, જ્ઞાનમાં અને વ્રતમાં જે વૃદ્ધો છે તે તો લાયકાતવાળા છે જ. તેઓના વિષય કષાયો શાંત થયેલા હોવાથી આ માર્ગમાં ઘણી ઝડપથી ચાલી શકે છે. જેમ વિષય કષાયોની શાંતિ તેમ આ માર્ગ વધારે સુગમતા ભરેલો ગણાય છે. જેમ કર્મો વધારે, વિષય કષાય, વેર Page #122 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૦૭ વિરોધ વધારે તેમ આ માર્ગ ઘણી જ કઠીનતાવાળો મુશ્કેલી ભરેલો ગણાય છે. શુદ્ધ આત્માનું જ લક્ષ રાખી, ઉપયોગની જાગૃતિ રાખી, અપ્રમત્તપણે અખંડ પ્રમાણે આ માર્ગમાં ચાલવું તે મોક્ષનો નજીકનો માર્ગ છે અને વિવિધ પ્રકારની ક્રિયાવાળા શુભ માર્ગમાં પ્રવૃત્તિ કરવી તે દૂરનો લાંબો માર્ગ છે. કેમ કે આત્માની વિશુદ્ધિનો અને શુભ પ્રવૃત્તિનો એ બે માર્ગ એક સરખા ફળદાયક હોઈ શકે નહિ. વિશુદ્ધિ કર્મની નિર્જરા કરે છે ત્યારે શુભ પ્રવૃત્તિ શુભ કર્મનો બંધન કરે છે. વિશુદ્ધિથી આત્મા નિર્મળ બને છે ત્યારે શુભ પ્રવૃત્તિથી શુભ કર્મનો વધારો થાય છે. આમ સામાન્ય રીતે માર્ગ અને માર્ગમાં ચાલનારા સંબંધી વિચાર કર્યા પછી આમાં કીટિકા માર્ગ કોને કહેવો અને વિહંગમ માર્ગ કોને કહેવો તેનો વિચાર કરવામાં આવે છે. | સદગુરૂનો સમાગમ મેળવી, તેમની પાસેથી ધર્મ સાંભળી, જડ ચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન ગ્રહણ કરી, શાસ્ત્રોનો અભ્યાસ કરી, બાર વ્રતો ગ્રહણ કરી, વિવિધ પ્રકારની તપશ્ચર્યા સત્પાત્રોમાં દાન આપી, દેવની પૂજા કરી, તીર્થયાત્રાઓ કરી, ગુરૂની સેવા કરી, સ્વામીભાઈઓનો ઉદ્ધાર કરી, સાત ક્ષેત્રમાં ધન ખરચી, શ્રાવકની અગીયાર પડિમાઓ વહન કરી, નમસ્કાર મહામંત્રનું આરાધન કરી, પાંચ મહાવ્રતો લઈ, ઘોર પરીષહ અને ઉપસર્ગો સહન કરી, સૂત્ર સિદ્ધાંતો ભણી, બાલ, ગ્લાન તપસ્વી, સ્થવિર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આત્મવિશુદ્ધિ અને જ્ઞાનીની વૈયાવચ્ચ કરી, જ્ઞાન ધ્યાનાદિમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી તે કીટિકાની ગતિનો ધીમો અને લાંબો માર્ગ છે. આમાં પણ અપેક્ષાઓ છે. ગૃહસ્થના માર્ગ કરતાં ત્યાગીઓનો માર્ગ ઘણો ઝડપથી આગળ વધી શકાય તેવો છે. એટલે ગૃહસ્થ ધર્મ તે કીટિકાની ગતિવાળો માર્ગ છે અને ત્યાગીઓનો માર્ગ વિહંગમ માર્ગ જેવો છે. એમ અપેક્ષાએ કહી શકાય, બાકી વિહંગમ ગતિનો આકાશી માર્ગ તો આથી જુદો જ છે. આ બન્ને માર્ગમાં ક્રમ છે. એક પછી એક ડગલે આગળ વધવાનું છે, છતાં ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગ ધર્મ ઉતાવળો ચાલનારો છે. વિહંગમ એટલે પક્ષીનો આકાશી માર્ગ. આ માર્ગ તે નિરાલંબતાનો માર્ગ છે. કીડી ઝાડના થડ, ડાળી, શાખા, પત્રાદિનો આધાર લઈને ચડે છે તેમ પોપટ કોઈનો આશ્રય લેતો નથી. તે તો સિદ્ધો જ આકાશમાં ઉડે છે અને ફળ ઉપર જ જઈને બેસે છે, તેમ બાહ્ય કોઈ પણ આલંબન લીધા સિવાય જે યોગીઓ કેવળ શુદ્ધચિદ્રૂપના જ ચિંતનથી આત્મ સ્વરૂપને પામે છે તે ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. આ માર્ગમાં જ્ઞાનની જ મુખ્યતા છે. બાહ્ય ક્રિયા આ માર્ગની અંદર નથી. આંતક્રિયા તો છે જ. ‘હું શુદ્ધ ચિદ્રુપ છું.’ આ વાક્યનું ચિંતન, મનન અને તદાકારે પરિણમન કરવું તે ક્રિયા છે, પણ આ આંતરક્રિયા છે, એટલે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ આમાં જ્ઞાનની મુખ્યતા Page #124 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૦૯ કહેવામાં આવી છે. અને બાહ્ય આલંબનની અપેક્ષાએ આમાં નિરાલંબનતા જણાવી છે, નહિતર હું શુદ્ધ ચિતૂપ છું' આ વાક્યનું સ્મરણ મનન તે પણ આલંબન જ છે. અનુક્રમનો, ક્રિયાની મુખ્યતાવાળો અને આત્મ લક્ષ સાથેનો કિટિકાગતિવાળો માર્ગ સુગમ છે. એટલે દરેક જાતના જીવો આ માર્ગમાં ચાલી શકે છે, છતાં લાંબો તો છે. એટલે લાંબે કાળે પહોંચી શકાય. આ માર્ગે અનંત જીવો મોક્ષે પહોંચ્યા છે. જે સંસારથી ઉદ્ધજીત થયેલા અને મોક્ષની રૂચિવાળા જીવો હોય છે તેને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય સુગમ થઈ પડે છે. “હું જ્ઞાન–સ્વરૂપ છું એ વાક્ય લઈને તેમાં અખંડ - ઉપયોગ રાખી સતત્ પ્રયત્ન કરી આગળ વધવાનું વિષમ કાર્ય કોઈ કોઈ નિકટ ભવીને જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ ચિતૂપમાં લય પામનારા નિર્વિકલ્પ દશાવાળા યોગીઓને કર્મનો ક્ષય અને તાત્ત્વિક સુખ એક સાથે પ્રાપ્ત થાય છે. હું શુદ્ધ ચિતૂપ છું શુદ્ધ આત્મા છું' “સોહે, જે પરમાત્મા તે હું છું.” આ સ્મરણ કરવાથી બીજા રાગદ્વેષાદિ ભાવથી મુક્ત થવાય છે તો આ ભાવના શા માટે ન કરવી? આ ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. શુદ્ધ ચિતૂપના ચિંતનથી ક્ષણે ક્ષણે આત્મા કર્મનાં બંધનોથી છૂટતો જાય છે, અને તે સિવાય પુદ્ગલિક વસ્તુના ચિંતનથી બંધાતો જાય છે તેમાં જરા પણ શંકા જેવું નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આત્મવિશુદ્ધિ - આ આકાશી માર્ગમાં મારૂદેવાજી માતા પહેલે નંબરે આવે છે. તેમને કોઈપણ જન્મમાં ધર્મની પ્રાપ્તિ થઈ નથી. અને મારૂદેવાજીના ભાવમાં જ આકાશી માર્ગ પ્રાપ્ત થયો છે. પાછલા જન્મની આત્મિક કમાણીવાળા જીવો ચાલુ મનુષ્ય જીવનમાં આકાશી માર્ગ પ્રાપ્ત કરેલા ભરત મહારાજા, દઢપ્રહારી, ચિલાતિપુત્ર, એલાઈચીપુત્ર, દરેક કાળમાં થયેલા તીર્થકરો અને ગૌતમસ્વામીએ પ્રતિબોધેલા પન્નરસો તાપસી આદિ અનેક જીવો છે. આ માર્ગ વીર પુરુષોનો છે. આ માર્ગમાં વીર પુરુષો ચાલેલા છે. કાયર માણસ વીર પુરુષોનો વેશ પહેરી વીર પુરુષના હથીયાર બાંધે તો ઉપરથી તે એક સુભટ કે વીર પુરુષ જેવો તો દેખાશે પણ જ્યારે લડાઈમાં ખરાખરીનો ખેલ આવશે ત્યારે આ વીર પુરુષનો વેશ લેનાર કાયરને પ્રથમ જ નાસવું પડશે. તેમ પ્રભુમાર્ગનો વેશ અને સાધનોરૂપ હથીયારો પકડનારા, વખત અને લાયકાત આવ્યા પહેલાં આ માર્ગમાં પ્રવેશ કરનારાઓ મોહરાજા સાથેના યુદ્ધમાં કોઈ ક્રોધનો ઉદય થવાથી ક્રોધના હાથે, કોઈ માનને હાથે, કોઈ માયા પ્રપંચને હાથે, કોઈ લોભને હાથે, કોઈ રાગને હાથે, કોઈ દ્વેષ ઇર્ષાને હાથે, કોઈ કામને હાથે અને કોઈ મમત્વને હાથે માર ખાધા સિવાય નહિ રહે. દેખીતો સાધુનો વેશ અને તેના ઉપગરણોરૂપ હથીયારો પકડવા છતાં તેઓ અંદરખાનેથી હારી ગયેલા કાયર પુરુષો જ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૧૧ આવા જીવોએ આત્મભાનને જાગૃત કરાવે તેવા સદ્ભરૂનો આશ્રય કરી તેઓ જે રસ્તો બતાવે તે રસ્તે આજ્ઞારુચિ થઈને ચાલવું. પોતાનું ડહાપણ ન કરવું. તેથી તેમની લાયકાતમાં વધારો થશે અને તે જ્ઞાની ગુરુની નિશ્રાએ અને આજ્ઞાએ રહેતા હોવાથી, તેમના કહેવા પ્રમાણે જ વર્તન કરતાં તેઓની સદ્ગતિ થશે અને અનુક્રમે જ્ઞાની પુરુષોએ સેવેલો આ મહાન્ પવિત્ર માર્ગ તેમના હાથમાં પણ આવશે. આ અનુક્રમવાળા કિટિકા ગતિવાળા માર્ગે પ્રવૃત્તિ કરતાં એક વખત એવો પણ આવશે કે તે મહાન્ પુરુષોની માફક આ આકાશી વિહંગમ માર્ગ માટે પણ લાયક બનશે અને આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરી શકશે. इतिश्री तपागच्छिय गच्छाधिपति श्रीमान् मुक्तिविजयगणि शिष्य आचार्य महाराजश्री विजयकमलसूरीणां शिष्येन आचार्यश्री विजयकेशरसूरिणा संकलितो सुसंस्कारितो आत्मविशुद्धि नामकग्रंथः विक्रिमिय संवत एकोनविंशति सत व्यशितिसंवत्सरे मार्गशिर्ष शुक्लतृतीयायां भावनगर बंदरे समाप्तः लेखक वाचकयोः शुभंभवतु । ॐ शान्तिः शान्तिः शान्तिः Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આત્મવિશુદ્ધિ સંથાશ પીઠ્ઠી આ રાત્રિને વિષે જો મારા આ દેહ સંબંધી પ્રમાદ મરણ થાય તો અત્યારથી અનશન વગેરે, ચાર પ્રકારનો આહાર, ઉપધિ, શરીર એ સર્વને ત્રિવિધે એટલે મન, વચન અને કાયાથી હું વોસિરાવું છું. મારે ચાર માંગલિક છે –એક શ્રી અરિહંત માંગલિક છે, બીજા સિદ્ધ માંગલિક છે, ત્રીજા સાધુ માંગલિક છે અને ચોથો કેવલી ભગવંતે પ્રરૂપેલો શ્રુતચારિત્રરૂપ ધર્મ માંગલિક છે. લોકમાં ચાર વસ્તુ ઉત્તમ છે. લોકમાં અરિહંત ઉત્તમ છે, લોકમાં સિદ્ધ ઉત્તમ છે, લોકમાં સાધુ ઉત્તમ છે, લોકમાં કેવલી ભગવંતે પ્રરૂપેલો ધર્મ ઉત્તમ છે. હું ચાર શરણને અંગીકાર કરું છું. શ્રી અરિહંતના શરણને અંગીકાર કરું છું, શ્રી સિદ્ધના શરણને અંગીકાર કરું છું, સાધુ-મુનિરાજના શરણને અંગીકાર કરું છું અને કેવલી ભગવંતે પ્રસ્પેલા ધર્મના શરણને અંગીકાર કરું છું. જીવહિંસા, અસત્ય વચન, ચોરી, મૈથુન, દ્રવ્યની મૂચ્છ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (પરને આળ દેવું), પૈશૂન્ય(ચાડી ખાવી), રતિ, અરતિ, પરપરીવાદ, માયા મૃષા, મિથ્યાત્વશલ્ય–આ અઢાર પાપસ્થાનક મોક્ષમાર્ગનો સંસર્ગ મેળવવામાં વિદનભૂત છે અને નરક નિગોદાદિ દુર્ગતિના કારણ છે. માટે હે જીવ! એ અઢાર પાપસ્થાનકને તું વોસિરાવ એટલે ત્યાગ કર. Page #128 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૧૩ હું એકલો છું, મારું કોઈ નથી. હું પણ કોઈનો નથી એમ દીનતા રહિત ચિત્તવાળો થઈ એટલે પ્રસન્ન ચિત્ત આત્માને શિખામણ આપે. - જ્ઞાન દર્શન કરી સહિત અને શાશ્વતો એવો મારો આત્મા એકલો છે રાગાદિ પરભાવથી રહિત છે. બાકીના જે સંયોગ લક્ષણવાળા જે ભાવ છે એ તો સર્વ મારા સ્વરૂપથી બાહ્ય છે. શરીર, ધન, કુટુંબ વગેરેનો જે સંયોગએ સંયોગ છે. મૂળ કારણ જેનું એવી દુઃખ પરંપરા આ જીવે અનેક ભવોમાં પ્રાપ્ત કરી છે તેથી દુઃખ પરંપરાના કારણભૂત સર્વ પ્રકારના સંયોગ-સંબંધને હું ત્રિવિધે વોસિરાવું છું. મારી જિંદગી પર્યત અરિહંત એ જ મારા દેવ છે, સુવિહિત સાધુ મુનિરાજ એજ મારા ગુરુ છે, જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલું તત્ત્વ એ જ મારો ધર્મ છે, આ પ્રમાણે મેં યાવજીવ સુધી સમ્યકત્વ અંગીકાર કર્યું છે. હે આત્માઓતમે સઘળા ખમીને અને ખમાવીને મારા પ્રત્યે પણ ખમજો. સિદ્ધ ભગવંતની સાક્ષીએ હું આલોયણા લઉં છું. મારે કોઈ સાથે વેરભાવ નથી. સર્વ જીવો કર્મને વશ થઈને ચૌદ રાજલોકમાં ભટક્યા કરે છે. એ સર્વને મેં ખમાવ્યા છે. તેઓ પણ મારા પ્રત્યે ક્ષમા કરજો. મેં જે જે પાપ કર્મ મનથી બાંધ્યું હોય, વચનથી બોલાયું હોય, દુષ્કૃત્ય કાયાથી કરેલ હોય–તે સર્વ પાપકર્મ મિથ્યા હો. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આત્મવિશુદ્ધિ પ્રાર્થના સૂત્ર ચેતન જ્ઞાન અજવાળીયે ટાળીયે મોહ સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીચે પાળીયે સહજ ગુણ આયરે. સર્વથા સહુ સુખી થાઓ, પાપ ના કોઈ આચરો, રાગદ્વેષથી મુક્ત થઈને, મોક્ષ સુખ સહુ જગ વરો. અજન્મા બનવું છે, દીક્ષાનો અભિલાષી છું, મોક્ષનો અર્થી છું. ત્રિલોકના નાથ હે પ્રભુ! વિનય, વિવેક, સત્બુદ્ધિ અને સમિત આપજો. ૧ અનાદિકાળના, અનંતા ભવના, મુકેલા અનંતા પુદ્ગલોને—ત્રિવિધે ત્રિવિધે વોસિરાવું છું, વોસિરાવું છું, વોસિરાવું છું. ૨ અનાદિકાળમાં, અનંતા ભવમાં, અનંતીવાર સેવેલા અઢારેય પાપસ્થાનકોમાં આજ સુધીના સર્વ પાપો માટે ત્રિવિધે ત્રિવિષે મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્. ૩ પુણ્યાનુબંધી પુણ્યની ત્રિવિધે, ત્રિવિધે— અનુમોદના કરું છું, અનુમોદના કરું છું, અનુમોદના કરું છું. ૪ જિને ભક્તિ જિને ભક્તિ જિને ભક્તિ ર્દિને દિને, સદામેડસ્તુ, સદામેડસ્તુ, સદામેડસ્તુ ભવે ભવે. પ જો હોવે મુજ શક્તિ ઇસી, સવી જીવ કરું શાસન Page #130 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જ ૧૧૫ રસી. પ્રાણીમાત્ર સાથે મારે મૈત્રીભાવ છે, હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો મને મારા અપરાધોની ક્ષમા આપજો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧ ગુણથી ભરેલા ગુણી જન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું હાર્દ રહે. ૨ દીન ક્રરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. ૩ માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું. ૪ મૈથ્યાદિ આ ચાર ભાવના હૈયે સહુ માનવ લાવે; વેરઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે. ૫ છે Page #131 --------------------------------------------------------------------------  Page #132 -------------------------------------------------------------------------- ________________ WWII 49 VIIIIIIII boo00000