________________
આત્મવિશુદ્ધિ ૮૫ પોષાતો રહેશે. તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હૃદય નિર્લેપ જ રહેશે. હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણમતિ રહેશે. પહેલાં જે વસ્તુની કાળી બાજુને તે જોતો હતો, હવે તેની દૃષ્ટિ વસ્તુની બધી બાજુ જોનારી થશે, છતાં તેનું હૃદય ઉજ્જવળ બાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશે, અથવા કાળી બાજુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વર્તન હોય, એવી જ લાગણી હોય, એમ માનીને પોતે પોતાના નિશાન તરફ સુરતા રાખીને આગળ ને આગળ ચાલ્યા કરશે, દોષવાળી કાળી બાજુ તરફ પોતાની ઉપેક્ષા દૃષ્ટિ રાખીને તે દોષો પોતામાં તો દાખલ થવા નહિ આપે, પણ લીમડાને કોઈ પૂછે કે તું કડવો શા માટે? અને આંબાને કોઈ પૂછે કે તું મીઠો શા માટે? આના ઉત્તરમાં બને તરફનો એવો જ જવાબ મળે કે “અમારો એવો જ સ્વભાવ છે, જેને જેની જરૂરીયાત હોય તે તેનો સત્કાર કરે તેમ બને વસ્તુના સ્વભાવને જાણનાર તે તરફ રાગ દ્વેષ ન કરતાં પોતાના સ્વભાવમાં જ તે રહેશે.
જેમ જેમ આત્મા આગળ વધતો જાય છે તેમ તેમ પર વસ્તુના ચિંતનનો ત્યાગ તેનામાં વધારેને વધારે થયા કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિ રાગ કે નહિ ષ, પણ