________________
૮૬ ૨ આત્મવિશુદ્ધિ
કેવળ મધુર શાંતિ જ હોય છે. આ શાંતિમાં આવતાં પર વસ્તુનું ચિંતન લગભગ બંધ થાય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેનો ઉપદેશ ઘણે ભાગે અમોઘ હોય છે. એક વાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીવોના વેર વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનમાં ઉઠતી વૃત્તિઓનો ક્ષય થાય છે, હવે તેના મનમાં સંકલ્પો કે વિકલ્પો બિલકુલ ઉઠતા નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાનો અધિકાર નથી. તેનું મન મનાતિત વસ્તુમાં લય પામી જાય છે. આત્માના અખંડ સુખનો તે ભોક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવત્ દેખાય છે. હાથમાં રહેલું આંમળું જેમ જોઈ શકાય છે તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાનો જ છે. આ પર વસ્તુના ચિંતનનો ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્ત્વના જ્ઞાનથી બને છે. હે આત્મદેવ! તમે ચિદાનંદ સ્વરૂપ છો. આ વિભાવ પર્યાયના ચિંતનથી તમને કાંઈ લાભ નથી. તે ચિંતનમાં રાગ દ્વેષનાં બીજ રહેલાં છે તેને પોષણ આપશો તો તેમાંથી કડવાં ફળો પેદા થશે.
હે આત્મ! જેવી રીતે તમે પર દ્રવ્યોનું નિરંતર ચિંતન કરો છો તેવી જ રીતે જો આત્મદ્રવ્યું સ્મરણ કરો