________________
આત્મવિશુદ્ધિ ૭ મનુષ્યોમાં ચક્રવર્તી અને દેવોમાં ઈન્દ્ર ઉત્તમ છે તેમ સર્વ પ્રકારનાં ચિંતનમાં અને સર્વ પ્રકારના ધ્યાનમાં શુદ્ધ આત્માનું ચિંતન અને તેનું ધ્યાન સર્વથી ઉત્તમ છે. જેઓને આ શુદ્ધ ચિતૂપ આત્માની પ્રાપ્તિ થાય છે તેઓને નવ નિધાન, કલ્પવૃક્ષો, કામધેનુ, ચિંતામણિ, દેવાંગનાઓનો સમાગમ, સુખદાઈ ભોગોની પ્રાપ્તિ, લબ્ધિઓ અને ઇન્દ્રાદિકની ઋદ્ધિ ઇત્યાદિ દુર્લભ વસ્તુઓ કાંઈ પણ સંતોષ આપી શકતી નથી.
કોઈ મનુષ્ય અસુંદર રૂપવાળો, કાન વિનાનો, વામણો, કુબડો, નાક છેદાયેલો, અમધુર કંઠવાળો, મુંગો, હાથ–પગ વિનાનો, ભણ્યા વિનાનો, બહેરો અને કોઢાદિ રોગવાળો હોય છતાં પણ જો તે શુદ્ધ આત્માનું સ્મરણ કરનારો હોય તો તે આત્મભાન ભૂલેલા વિદ્વાનો કરતાં પણ વિશેષ પ્રસંશા કરવાને લાયક છે.
હે આત્મદેવ! તું તારા જ્ઞાન સ્વરૂપ આત્માનું દરેક ક્ષણે સ્મરણ કર, તેના સ્મરણથી તત્કાળ કર્મોનો ક્ષય થાય છે, હું શુદ્ધ ચિતૂપ છું' હું શુદ્ધાત્મા છું. “શુદ્ધવિદ્ગપોડÉ આ શબ્દના જેવું ઉત્તમ સ્મરણ વિશ્વમાં બીજું કોઈ નથી. એના અર્થનો ભાસ મનમાં થાય તેવી રીતે આ શબ્દનો જાપ કરવો, મનને તેમાં એકતાર કરવું તે જ શુદ્ધ આત્માનું સ્મરણ છે. ભગવાનનાં કથન કરેલા દ્વાદશાંગરૂપ બાહ્યશ્રુતમાં આ ચિતૂપ જ ગ્રહણ કરવા યોગ્ય છે. જે