________________
૩૮ આત્મવિશુદ્ધિ ચિતૂપનું દર્શન થાય છે, મોહરૂપ અંધકાર નાશ પામે છે, ભેદજ્ઞાનરૂપે નેત્રો વડે યોગીઓ ચિકૂપનો અનુભવ કરે છે.
ગરૂડના આવવાથી સર્પો જેમ ચંદનના વૃક્ષને મૂકીને ચાલ્યા જાય છે તેમ ભેદજ્ઞાનના આગમનથી સર્વ કર્મો આત્માને મૂકીને ચાલ્યા જાય છે. ભેદજ્ઞાનના બળથી શુદ્ધ આત્માને પામીને કેવળજ્ઞાની તેમજ દેવાધિદેવ તીર્થકર પણ થઈ શકાય છે, માટે હે ભવ્ય જીવો! તમે આ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા. તમારા સંપૂર્ણ બળથી પુરુષાર્થ કરો.
પ્રકરણ નવમું
મીઠનો વ્યાય यावन्मोहोबलीपुंसि दीर्घ संसारि तापि च । न तावत्शुद्ध चिद्रूपे रुचिरत्यंत निश्चला ॥१॥
મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી શુદ્ધ આત્મામાં અત્યંત નિશળ રૂચિ થતી નથી.”
મુંઝાવે તે મોહ, આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે મોહ, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આશક્તિ કરાવે તે મોહ. તેની પ્રબળતા જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી આત્મામાં ખરી પ્રીતિ ન થાય, તેમ જ સંસારમાં લાંબા કાળ સુધી