________________
પ૪ આત્મવિશુદ્ધિ અગ્નિને, રોગને, હાથીઓને, સર્પને, ચોરને, શત્રુને અને વિદ્યાધરોને સ્તંભન કરવાની શક્તિવાળા ઘણા જીવો મળી આવશે, પણ ઉન્માર્ગે ચાલનારા પોતાના મનને સ્તંભન કરનારા કોઈ વિરલા જ જીવો મળી આવે છે, કારણ કે આત્માને સ્થિર કરવાનો માર્ગ તેનાથી જુદો છે.
શાંત જિંદગી ગુજારનારા, મહાવ્રતો પાળનારા, ઉપસર્ગના પ્રસંગમાં પૈર્ય રાખનારા, ગંભીરતા ધરનારા, એવા પણ ઘણા જીવો મળી આવવા સુલભ છે, પણ આત્મસ્વરૂપમાં લીન થનારા જીવો કોઈક જ હોય છે, કેમકે આ માર્ગ જ ઉપાધિ વિનાનો છે.
વિવિધ પ્રકારના ગુણોથી વિભૂષિત ઘણા લોકો દેખાય છે, પણ શુદ્ધ ચિતૂપમાં પ્રેમવાળા વ્રતધારી જીવો વિરલા જ મળી આવે છે.
એકેન્દ્રિયાદિ સંજ્ઞાવાળા પૂર્ણપર્યાપ્તિ કરનારા અનંત જીવો છે, પણ તેમાં શુદ્ધ આત્મગુણની પૂર્ણતા કરનારો કોઈ જીવ નથી. પાંચ ઇન્દ્રિયવાળા સંશી, આસન ભવ્યતાવાળા, મનુષ્ય જન્મ પામેલા, ઉત્તમ વ્રતધારી, શુદ્ધ ચિતૂપમાં લીન થનારા જીવો મનુષ્યલોકની બહાર અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં કોઈ પણ નથી. અધોલોકથી ઓળખાતા નીચલા ભાગમાં અને ઉર્ધ્વલોકથી જણાવાતા ઉપરના ભાગમાં પણ તેવા કોઈ જીવો નથી. ક્ષેત્રના સ્વભાવથી જ્યોતિષ લોકમાં પણ તેવો કોઈ નથી, મનુષ્યલોકમાં પણ જે જીવો ઉત્પન્ન થાય છે