________________
આત્મવિશુદ્ધિ જ ૯૧ આત્માઓ માટે નિર્જન પ્રદેશમાં રહેવાનો હેતુ કર્મથી ડરવાનો કે તેને હઠાવવાનાં સાધનો પોતાની પાસે ઓછાં છે તે મેળવવા માટેનો નથી પણ પોતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધનોમાં મનુષ્યો વિહ્નરૂપ ન થાય, વિક્ષેપ કરનારા ન થાય તે હોય છે. અને એટલા માટે પણ નિર્જન સ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે.
પોતાના કાર્યની સિદ્ધિ માટે શત્રુંજય પર્વતની ગુફામાં શુકરાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા. તેમનાથ પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ મહાવીર દેવ પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરો, સ્મશાનો, પહાડો, ગુફાઓ અને નિર્જન પ્રદેશવાળા વનાદિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી મુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ક્ષત્રીયમુનિ અને ગર્દભાલી મુનિ પણ વનના શાંતપ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. આ શાંતપ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજર્ષિએ શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતોના મુખેથી પોતાની પ્રશંસા અને નિંદાના વચનો સાંભળીને રૌદ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યા હતાં. એમના ધ્યાનની ધારા અને ધર્મ શુક્લધ્યાનને બદલે આર્ત અને રૌદ્રધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. છેવટે પાછી અન્ય નિમિત્તના યોગે ધ્યાનની ધારા બદલાણી ત્યારે જ કેવળપદ પામ્યા હતા.