________________
૭૦ આત્મવિશુદ્ધિ સર્વ ઉપાયો મનની વિશુદ્ધિ વધારવા માટેના છે. - ઘણી વખત બીજા જીવોના દુર્ગુણો જોઈને તેની નિંદા કે વાતોમાં આ જીવ એટલો બધો રસ લે છે કે વિના પ્રયોજને પોતાની વિશુદ્ધિ ગુમાવીને મલીનતામાં વધારો કરે છે, પણ એવા જીવો વિચાર નથી કરતા કે તેના ગુણ દોષોના જવાબદાર તે છે. તેનો સારો કે ખોટો બદલો તેને મળશે. તમારા વિચારથી તેનું સારું કે બૂરું થવાનું નથી. માટે તે તરફ ઉપેક્ષા કરવી અને આત્મભાન જાગૃત રાખવું. માયામાં બીજું શું હોઈ શકે? માટે પોતાની નિર્મળતાની ખાતર પારકી ચિંતાનો ત્યાગ કરવો યોગ્ય છે. વિશુદ્ધિ એ જ અમૃત છે. તે જ પરમ ધર્મ છે. સુખની ખાણ છે. મોક્ષનો માર્ગ પણ તે જ છે. સિદ્ધાંતોનું આજ રહસ્ય છે.
પ્રકરણ ચૌદમું
આમલક્ષ चित्तं निधाय चिद्रूपे कुर्याद्वागंगचेष्टितं ।
सुधीनिरंतरं कुंभे यथा पानीयहारिणी ॥१॥ “જેમ પાણીયારી માથે પાણીનું બેડું હોય છતાં પોતાનું મન પાણીના ભરેલા ઘડા તરફ રાખીને પોતાની સખીઓની સાથે વચનથી બોલવાનું અને શરીરથી એટલે હાથદ્વારા તાળીઓ પાડવી, હસવું ઇત્યાદિ વિવિધ પ્રકારથી ચેષ્ટાઓ