________________
. ( ૧૧ ) આમ આ પ્રકરણોનો અન્યોઅન્ય કાંઈક સંબંધ છે એમ જણાવવા સાથે આ ગ્રંથનો વિષય બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથના અધિકારી આત્મસુખના અભિલાષી જીવો છે, તેમને આ ગ્રંથમાંથી કાંઈક કર્તવ્યના ભાન થવા સાથે વર્તનમાં મૂકવાનો માર્ગ હાથ લાગે અને તેઓ આ માર્ગે પ્રવૃત્તિ કરી પરમશાંતિ પામે એ આ ગ્રંથ લખનારનો હેતુ છે.
આ ગ્રંથ મેં કાંઈ સ્વતંત્ર લખ્યો નથી પણ પૂર્વના અનુભવી મહાનું પુરુષોના સંગ્રહી રાખેલા વિચારોનું દોહન કરીને આત્માર્થી જીવો માટે આ આકારમાં ગોઠવ્યો છે. એટલે ગ્રંથના કર્તા તરીકેનું ખરું માનતો તે મહાત્માઓને ઘટે છે. જે સારૂં તે મહાન્ પુરૂષોનું છે અને તેને આ ભાષામાં ઉતારતાં ભૂલ થઈ હોય તે મારી છે.
આ ગ્રંથ ગયા ચાતુર્માસમાં રાણપુર મુકામે તૈયાર કરવામાં આવ્યો હતો, સંવત ૧૯૮૨નું ચાતુર્માસ ભાવનગરમાં રહીને તેમાં સુધારો વધારો કરીને ફરી લખવામાં આવ્યો છે. આ ગ્રંથનો લાભ અનેક મનુષ્યોને આત્મશાંતિ માટે થાય એમ ઇચ્છીને તથા પ્રભુ પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત ૧૯૮૩
લી. માગસર વદ ૫. કેશરવિજયજી. મુ. શિહોર.