________________
૧૦૬
આત્મવિશુદ્ધિ
વિશુદ્ધિ મેળવવા માટેની પ્રવૃત્તિ તે યુવાનોના જેવી હોય છે. જેમ યુવાન પોતાના શારીરિક બળથી અને માનસિક ઉત્સાહથી હાથમાં લીધેલું કાર્ય ગમે તેવા વિઘ્નો છતાં પડતું ન મૂકતાં સિદ્ધ કરે છે, તેમ આટલી નિર્મળતાવાળાનો પુરુષાર્થ સફળ થાય છે, તે પ્રભુના માર્ગમાં જેટલી પ્રવૃત્તિ કરે છે તેટલી પ્રવૃત્તિ આત્માને નિર્મળ કરનારી હોય છે, કર્મોને તોડનારી હોય છે, કષાયાદિને હઠાવનારી હોય છે, અને નિર્વાણના માર્ગ સન્મુખની આગળ વધારનારી હોય છે. આ વખતને શુક્લપક્ષ કહે છે, આમાં આત્મચંદ્રનો પ્રકાશ પ્રગટેલો હોય છે. આ જ ધર્મનો યૌવનકાળ છે. આમાં પ્રવૃત્તિ કરનારા એ ખરેખર યુવાન છે.
ઉંમરમાં વૃદ્ધ મનુષ્યો તે બાળકોના જેવા છે. તેઓ પણ આગળ વધી શકતા નથી. તેમનાં સાધનોદથીયારો શરીર ઇન્દ્રિયાદિ બાળકોની માફક લાયકાત વિનાનાં થયેલાં હોય છે, બાળકોમાં લાયકાત આવી નથી, આ વૃદ્ધોમાંથી લાયકાત આવીને ચાલી ગયેલી હોય છે. વખતનો ઉપયોગ તેઓ કરી શકતા નથી.
અનુભવમાં, જ્ઞાનમાં અને વ્રતમાં જે વૃદ્ધો છે તે તો લાયકાતવાળા છે જ. તેઓના વિષય કષાયો શાંત થયેલા હોવાથી આ માર્ગમાં ઘણી ઝડપથી ચાલી શકે છે. જેમ વિષય કષાયોની શાંતિ તેમ આ માર્ગ વધારે સુગમતા ભરેલો ગણાય છે. જેમ કર્મો વધારે, વિષય કષાય, વેર