________________
આત્મવિશુદ્ધિ જ ૧૦૭ વિરોધ વધારે તેમ આ માર્ગ ઘણી જ કઠીનતાવાળો મુશ્કેલી ભરેલો ગણાય છે. શુદ્ધ આત્માનું જ લક્ષ રાખી, ઉપયોગની જાગૃતિ રાખી, અપ્રમત્તપણે અખંડ પ્રમાણે આ માર્ગમાં ચાલવું તે મોક્ષનો નજીકનો માર્ગ છે અને વિવિધ પ્રકારની ક્રિયાવાળા શુભ માર્ગમાં પ્રવૃત્તિ કરવી તે દૂરનો લાંબો માર્ગ છે. કેમ કે આત્માની વિશુદ્ધિનો અને શુભ પ્રવૃત્તિનો એ બે માર્ગ એક સરખા ફળદાયક હોઈ શકે નહિ. વિશુદ્ધિ કર્મની નિર્જરા કરે છે ત્યારે શુભ પ્રવૃત્તિ શુભ કર્મનો બંધન કરે છે. વિશુદ્ધિથી આત્મા નિર્મળ બને છે ત્યારે શુભ પ્રવૃત્તિથી શુભ કર્મનો વધારો થાય છે.
આમ સામાન્ય રીતે માર્ગ અને માર્ગમાં ચાલનારા સંબંધી વિચાર કર્યા પછી આમાં કીટિકા માર્ગ કોને કહેવો અને વિહંગમ માર્ગ કોને કહેવો તેનો વિચાર કરવામાં આવે છે. | સદગુરૂનો સમાગમ મેળવી, તેમની પાસેથી ધર્મ સાંભળી, જડ ચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન ગ્રહણ કરી, શાસ્ત્રોનો અભ્યાસ કરી, બાર વ્રતો ગ્રહણ કરી, વિવિધ પ્રકારની તપશ્ચર્યા સત્પાત્રોમાં દાન આપી, દેવની પૂજા કરી, તીર્થયાત્રાઓ કરી, ગુરૂની સેવા કરી, સ્વામીભાઈઓનો ઉદ્ધાર કરી, સાત ક્ષેત્રમાં ધન ખરચી, શ્રાવકની અગીયાર પડિમાઓ વહન કરી, નમસ્કાર મહામંત્રનું આરાધન કરી, પાંચ મહાવ્રતો લઈ, ઘોર પરીષહ અને ઉપસર્ગો સહન કરી, સૂત્ર સિદ્ધાંતો ભણી, બાલ, ગ્લાન તપસ્વી, સ્થવિર