________________
૧૦૮ આત્મવિશુદ્ધિ
અને જ્ઞાનીની વૈયાવચ્ચ કરી, જ્ઞાન ધ્યાનાદિમાં શક્તિ અનુસાર પ્રવૃત્તિ કરવી તે કીટિકાની ગતિનો ધીમો અને લાંબો માર્ગ છે. આમાં પણ અપેક્ષાઓ છે. ગૃહસ્થના માર્ગ કરતાં ત્યાગીઓનો માર્ગ ઘણો ઝડપથી આગળ વધી શકાય તેવો છે. એટલે ગૃહસ્થ ધર્મ તે કીટિકાની ગતિવાળો માર્ગ છે અને ત્યાગીઓનો માર્ગ વિહંગમ માર્ગ જેવો છે. એમ અપેક્ષાએ કહી શકાય, બાકી વિહંગમ ગતિનો આકાશી માર્ગ તો આથી જુદો જ છે. આ બન્ને માર્ગમાં ક્રમ છે. એક પછી એક ડગલે આગળ વધવાનું છે, છતાં ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગ ધર્મ ઉતાવળો ચાલનારો છે.
વિહંગમ એટલે પક્ષીનો આકાશી માર્ગ. આ માર્ગ તે નિરાલંબતાનો માર્ગ છે. કીડી ઝાડના થડ, ડાળી, શાખા, પત્રાદિનો આધાર લઈને ચડે છે તેમ પોપટ કોઈનો આશ્રય લેતો નથી. તે તો સિદ્ધો જ આકાશમાં ઉડે છે અને ફળ ઉપર જ જઈને બેસે છે, તેમ બાહ્ય કોઈ પણ આલંબન લીધા સિવાય જે યોગીઓ કેવળ શુદ્ધચિદ્રૂપના જ ચિંતનથી આત્મ સ્વરૂપને પામે છે તે ક્રમ વિનાનો વિહંગમ માર્ગ છે. આ માર્ગમાં જ્ઞાનની જ મુખ્યતા છે. બાહ્ય ક્રિયા આ માર્ગની અંદર નથી. આંતક્રિયા તો છે જ.
‘હું શુદ્ધ ચિદ્રુપ છું.’ આ વાક્યનું ચિંતન, મનન અને તદાકારે પરિણમન કરવું તે ક્રિયા છે, પણ આ આંતરક્રિયા છે, એટલે બાહ્ય ક્રિયાની અપેક્ષાએ આમાં જ્ઞાનની મુખ્યતા