________________
૨૬ આત્મવિશુદ્ધિ હું જોઉં છું. તેથી હું સુખી છું. તેનાથી જ બધા કર્મ શત્રુઓથી હું મુક્ત થઈશ. નિત્ય આનંદમય પોતાના શુદ્ધ ચિતૂપમાં જ્યારે સ્થિરતા કરવામાં આવે છે ત્યારે પરમાર્થથી પોતામાં સ્થિરતા થઈ કહેવાય છે. પૃથ્વી ઉપર મેરૂપર્વત નિશ્ચળ રહે છે તેમ આ મારું શરીર ન છૂટે ત્યાં સુધી તે શુદ્ધ જ્ઞાનમય આત્મામાં મારા પરિણામ નિશ્ચળ બન્યાં રહે.
પાંચમી ગતિમાં સિદ્ધ પરમાત્માઓ જેમ સ્થિર રહેલા છે તેમ મારી શુદ્ધ આત્મ પરિણતિની અચળ સ્થિરતા થાઓ.
હે ઉત્તમ મુનિઓ! શુદ્ધ ચિતૂપના ઉત્તમ ધ્યાનમાં મનને નિશ્ચલ કરો, તેનો દઢ અભ્યાસ વધારો. અનાદિ કાળથી આ વિશ્વમાં ભવ ભ્રમણ કરતા આવો છો, પણ આ શુદ્ધ આત્મામાં મનને નિશ્ચલ નથી કર્યું. તેને લઈને જ તમે મહાનું દુઃખનો અનુભવ કર્યો છે. આ જન્મને તમે હવે નિરર્થક ગુમાવશો નહિ.
જે મહાન્ પુરુષો ભૂતકાળમાં મોક્ષે ગયા છે, વર્તમાનકાળમાં મોક્ષે જાય છે અને ભવિષ્યકાળમાં મોક્ષે જશે તે સર્વે પોતાના ચિટૂપમાં મનને નિશ્ચલ કરીને જ ગયા છે તેમાં જરાપણ સંશય નથી.
નિશ્ચલ થઈને જ્યારે આ જીવ હું શુદ્ધ ચિસ્વરૂપ છું' એવું સ્મરણ કરે છે અને તે ભાન ટકાવી રાખે છે તે જ વખતે તે ભાવથી મુક્ત થાય છે અને તેમાં સતત્ પુરુષાર્થ કરવાથી અનુક્રમે દ્રવ્યથી પણ મુક્તિ પામે છે. --