________________
૮૨ આત્મવિશુદ્ધિ પરવસ્તુના ચિંતનનો ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ વૈરાગ્યની ભૂમિકા છે. દોષ દર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે, તે દરેક વસ્તુની કાળી બાજુ જોઈને તેમાં દોષ જણાતાં તેનો ત્યાગ કિરશે. આવા ત્યાગની પ્રથમ ઘણી જરૂર છે. આવો ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિજ્ઞરૂપ જણાતી રાજ, વૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્રો, કુટુંબો, સંબંધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓનો ત્યાગ કરાવશે. આ ત્યાગથી મોહ ઉત્પન્ન કરાવનારાં, દુનિયાના બંધનમાં બાંધી રાખનારાં કર્મબંધનનાં ઘણાં કારણો ઓછાં થશે. છતાં શરૂઆતનો આ ત્યાગ હોવાથી એકનો ત્યાગ કરાવી બીજી વસ્તુઓનો તે સંગ્રહ કરાવશે, તે ત્યાગી થશે, ત્યાં માતાપિતાને ઠેકાણે તેને ગુરૂની જરૂર પડશે. ભાઈઓને ઠેકાણે ગુરૂભાઈઓ સ્થાન લેશે, પુત્ર પુત્રીઓને ઠેકાણે શિષ્ય શિષ્યાઓ આવશે, ઘરને ઠેકાણે ઉપાશ્રય, મઠ, ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવાં પડશે, ધનને ઠેકાણે પુસ્તકો આવશે, તાંબાપીત્તળ સોનારૂપાના વાસણોને સ્થાને લાકડાનાં ઉપકરણો ગોઠવાશે, વસ્ત્રોનો રૂપાંતરે સંચય કરવો પડશે અને નોકર ચાકરાદિના સ્થાને ગૃહસ્થ શિષ્યોનો સમુદાય હાજરી આપશે.
આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે. છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે. આગળ વધવામાં મદદગાર સાધન છે. પાપ આશ્રવનાં