________________
આત્મવિશુદ્ધિ જ ૩ દર્શન છે. અથવા સ્વપર સ્વરૂપ વિશ્વ છે તે જ્ઞાનથી જાણવામાં આવે છે. ત્યારે નિરાકાર સ્વરૂપ દર્શન ઉપયોગ આત્મા પોતાના સ્વરૂપમાં લીન રહે છે.
જ્યાં સુધી કર્મની સાથે તે જોડાયેલો રહે છે ત્યાં સુધી તે અશુદ્ધ છે અને કર્મથી મુક્ત થતાં તે શુદ્ધ થાય છે. આ વ્યવહારૂ દૃષ્ટિ છે. ખરી રીતે સત્તાગત તેના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. જેમ કે દૂધની અંદર પાણી ભેળવવામાં આવ્યું હોય છતાં જે દૂધનાં પરમાણુ છે તે દૂધનાં છે અને પાણીનાં પરમાણુ છે તે પાણીનાં જ છે. દૂધ પાણી થતું નથી અને પાણી છે તે દૂધ થતું નથી. હંસની ચાંચ લાગતાં જ દૂધ અને પાણી હતાં તેમ જુદાં થઈ જાય છે, તેમ આત્મા અને કર્મના અણુઓ અનુભવ જ્ઞાન થતાં પોતપોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ રહે છે, અથવા લોટું અગ્નિમાં પડવાથી લાલચોળ જેવું થઈ રહે છે, એકરૂપ થઈ જાય છે. લોઢું અને અગ્નિ એ વખતે જુદાં ન પાડી શકાય તેવાં લાગે છે છતાં બને પોતપોતાના સ્વભાવમાં જુદાં જ છે. અને વિશેષ પવન. લાગવાથી ધીમે ધીમે અગ્નિનાં પરમાણું લોઢાથી અલગ થઈ જાય છે અને બાકી જેવું હતું તેવું લોઢું જ પડ્યું રહે છે. અથવા પાણી નાખવાથી અગ્નિનાં ઉષ્ણ પરમાણુ હવામાં ઉડી જાય છે અને લોઢું જુદું થઈ રહે છે. અથવા એક રત્ન છે, તેના ઉપર રેશમી કપડું લપેઢ્યું, તેને દોરાથી બાંધી એક નાની ડબીમાં મૂક્યું, ડબી નાની પેટીમાં મૂકી, નાની પેટી એક મોટી પેટીમાં મૂકી, મોટી પેટી તેજોરીમાં મૂકી, તેજોરી