________________
૬૪ આત્મવિશુદ્ધિ લીનતા કરવી તે ઉત્તમ ચારિત્ર છે. આત્મદર્શન સ્થિર થયા પછી તેમાં એકરસતા થવી દુર્લભ નથી. આ એકરસતા તે જ નિર્વિકલ્પ સ્વરૂપસ્થ દશા છે.
આ વ્યવહાર રત્નત્રય સાધનરૂપ છે અને નિશ્ચય રત્નત્રય તે સાધ્યરૂપ છે. સત્ પુરુષોએ તેનું સેવન કરેલું છે. આ ચારિત્ર જગતને પૂજ્ય છે. વ્યવહાર ચારિત્ર જે શુભ ઉપયોગની પ્રવૃત્તિરૂપે છે તે સ્વર્ગાદિસુખનું સાધન છે. શુદ્ધ ઉપયોગમાં સ્થિરતારૂપ નિશ્ચય ચારિત્ર મોક્ષનું કારણ છે. '
વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય વિના કોઈને કોઈ પણ કાળે પોતાના પરમ શુદ્ધ ચિકૂપની પ્રાપ્તિ થતી નથી. આ જ્ઞાનીઓનો દઢ નિશ્ચય છે.
પ્રકરણ તેરમું વિશુદ્ધિનાં સાધનો येनोपायेन संक्लेश श्चिद्रूपाद्यातिवेगतः । विशुद्धिरेति चिद्रूपे, स विधेयो मुमुक्षुणा ॥१॥
જે ઉપાયવડે આત્મામાંથી મલીનતા જલદી નાશ પામે અને આત્મામાં વિશુદ્ધિ આવે તે ઉપાય મોક્ષના ઇચ્છુક જીવોએ કરવો.” આત્મામાં રાગ-દ્વેષની લાગણીઓ છે તે જ મલીનતા છે. જેટલે અંશે આ મલીનતા ઓછી થાય છે તેટલે અંશે વિશુદ્ધિ પ્રગટ થાય છે.