________________
આત્મવિશુદ્ધિ
થતાં પાછો પડદો તેની આગળ આવી પડે છે. ક્ષયોપશમમાં ઝાંખી વિશુદ્ધિ હોય છે. પરિણામની ધારામાં ફેરફાર થતાં તેની આડે પણ વિશેષ ઝાંખો પડદો આવી રહે છે.
૬૩
આ સ્થળે દર્શનમોહનીય કર્મના ઉપશમ કે ક્ષયને લઈને જેટલો આત્મા ઉજ્વળ બન્યો છે, જેટલાં કર્મો આત્મા ઉપરથી ઓછાં થયા છે, તેટલો આત્મગુણ પ્રગટ્યો છે. આ આત્મગુણને દર્શન કહેવામાં આવે છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
પાપવાળા વ્યાપારોની નિવૃત્તિ કરવી અને શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહાર ચારિત્ર કહે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ મૂળ ગુણ અને કર્મકાંડ તે ઉત્તર ગુણ, આ બન્ને મૂળ–ઉત્તર ગુણોનું મોક્ષને અર્થે પાલન કરાય તે ચારિત્ર છે. પ્રથમના જ્ઞાન અને દર્શન સાથે હોય તો જ આ ચારિત્ર કર્મ ક્ષય કરવામાં પરંપરાએ ઉપયોગી છે. તે સિવાય શુભ વર્ઝન હોવાથી પુન્યબંધનું કારણ થાય છે. જ્યાં જ્યાં શુભ ઉપયોગ અને શુભ પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં વ્યવહાર ચારિત્ર છે અને તે પુન્યબંધનું કારણ છે. પરંપરાએ મોક્ષનું કારણ થાય છે.
પોતાના શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચળ સ્થિતિ તે ઉત્તમ નિશ્ચય ચારિત્ર છે તેથી કર્મનો ક્ષય છે. દર્શન અને જ્ઞાન બળથી પોતાના શુદ્ધ ચિદ્રૂપમાં સ્થિતિ કરવી અને એ વિશુદ્ધિના બળે પર દ્રવ્યનું સ્મરણ ન થાય તેવી સ્વરૂપમાં