________________
આત્મવિશુદ્ધિ જ તે પ્રકરણ ત્રીજું આભ પ્રાપ્તિનાં સાધળી चिद्रूपः केवलः शुद्ध आनंदात्मेत्यहंस्मर ।
मुक्त्यै सर्वज्ञोपदेशः श्लोकार्धन निरूपितः ॥१॥ “મોક્ષ માટે સર્વજ્ઞાનો ઉપદેશ અર્ધશ્લોકમાં કહેલો છે કે કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આનંદમય આત્મા હું છું તેનું સ્મરણ કરો.”
કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો તેમાં એક સાધન મુખ્ય હોય છે કે જેના વિના ચાલી શકે જ નહિ. ત્યારે બીજાં અનેક સાધનો ગૌણ તરીકે મદદગાર હોય છે. એટલે મૂળ ઉપાદાન કારણ એક હોય છે અને નિમિત્ત કારણો અનેક હોય છે. તે બન્નેની મદદથી કાર્ય સિદ્ધ થાય છે. અહીં આત્મા એ જ પરમાત્મા થાય છે એટલે આત્માનું સ્મરણ કરવું. દરેક ક્ષણે આત્માકારે પરિણમવું એ ઉપાદાન કારણ હોઈ તે મુખ્ય છે, અને હૃદયની વિશુદ્ધિ કરવા માટે અનેક નિમિત્ત કારણોની જરૂરિયાત રહે છે.
ઉપર આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મા હું છું—એનું સ્મરણ કરવાનું બતાવી હૃદય વિશુદ્ધિમાં ઉપયોગી બીજાં સાધનો બતાવે છે કે, તમે જિનેશ્વર ભગવાન કે જે શુદ્ધ આત્માનો આદર્શ છે તેના જેવું તમારે થવાનું છે, તેનું સ્નાન કરો, તેમની પૂજા કરો, તેમના ગુણોની સ્તુતિ કરો, તેમના નામનો જાપ કરો, તેમનું મંદિર બંધાવો, સાધુ સંતોને દાન